World Cup Final: ક્રિકેટ વર્લ્ડ કપ તેના અંતિમ ચરણમા ચાલી રહ્યો છે. સેમી ફાઇનલની પ્રથમ મેચમા ભારતે ન્યુઝીલેન્ડ ને 70 રનથી હરાવી World Cup Final મા ધમાકેદાર એન્ટ્રી મેળવી છે. ભારતીય ટીમ હવે વર્લ્ડ કપ જીતવાથી માત્ર 1 મેચ જ દૂર છે. ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોની ઇચ્છા પુરી કરશે તેવી આશા કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાખી રહ્યા છે. તો ચાલો આ લેખમા આપણે જાણીએ World Cup Finalમા ભારતની ટક્કર કઈ ટીમ સામે થશે?
ભારતની World Cup Final મા ધમાકેદાર એન્ટ્રી
બુધવારે 15 november ના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડીયમ મા રમાયેલી સેમી ફાઇનલની પ્રથમ મેચમા ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ ને 70 રનોથી હરાવી 2019 ના વર્લ્ડ કપ સેમી ફાઇનલની હારનો હિસાબ બરાબર કર્યો છે. સેમી ફાઇનલમા ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર ની સદિ ફટકારતા ટીમનો ટોટલ સ્કોર 397 નોંધાવ્યો હતો. ત્યારે ન્યુઝીલેન્ડ ની ટીમે પણ જોરદાર લડત આપી હતી અને એક બાજુ ડરેલ મિચેલ અને કેપ્ટન કેન વિલિયમસન ની શાનદાર પાર્ટનરશીપની જોવા મળી હતી. પરંતુ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સામે ન્યુઝીલેન્ડ નો એકેય બેટસમેન ટકી શકયો ન હતો. આ મેચમા શમી એ 7 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી ના આ મેચ વીનીંગ પરફોરમન્સ બદલ તેને મેન ઓફ ધ મેચ નો એવોર્ડ આપવામા આવ્યો હતો.
આ પણ વાંચો: સેમિફાઈનલ વરસાદના કારણે મેચ અટકી, જુઓ હવામાન આગાહી ; આફ્રિકન ટીમનો ધબડકો
સેમી ફાઇનલમા વિરાટ કોહલી એ શાનદાર સદિ ફટકારતા વન ડે ક્રિકેટ મા કોહલીએ સચીન તેંડુલકરના 49 સદિના રેકોર્ડ ને તોડી ને 50 સદિ ફટકારવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ફાઇનલમા થશે આ ટીમ સામે ટક્કર
- ભારતીય ટીમ અને કરોડો ક્રિકેટ પ્રેમીઓની નજર હવે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ મા રમાનાર ફાઇનલ પર રહેશે. વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ ગુરુવારે કોલકતા મા ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમા ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા વચ્ચે રમાશે. આ મેચમાથી જે જીતશે તે ભારત સામે ફાઇનલમા રમશે. ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા બન્ને ટીમનુ ચાલુ વર્લ્ડ કપમા પ્રદર્શન જોતા કાંટે કી ટક્કર થશે.
અગત્યની લીંક
ICC ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Semi Final & Final Match watch free on Hostar App | અહિ ક્લિક કરો |
વર્લ્ડ કપ ફાઇનલમા ભારતનુ પ્રદર્શન
ભારતીય ટીમ વર્લ્ડ કપ ઇતિહાસમા અગાઉ 3 વખત ફાઇનલમા પ્રવેશી ચૂકયુ છે. જેમાથી 2 વખત વર્લ્ડ કપ ટાઇટલ જીતવામા ટીમ સફળ રહી છે.
- 1983 વર્લ્ડ કપ: વેસ્ટ ઇંડીઝ સામે જીત
- 2003: ઓસ્ટ્રેલીયા સામે હાર
- 2011: શ્રીલંકા સામે જીત