Samras Hostel Admission 2024: આ હોસ્ટેલ વિધ્યાર્થીઓને રહેવા-જમવાની સગવડ મફતમાં મળશે, આજે જ લઈ લો સમરસ હોસ્ટેલમાં એડમિશન

Samras Hostel Admission 2024: ગુજરાત રાજ્યના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વતનથી દૂર જવાનું થાય ત્યારે આમથી તેમ ભટકવું પડે છે. જેના લીધે ઘણીવાર વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દેતા હોય છે. ત્યારે રહેવા અને જમવાની સગવડ સહિતની સુવિધા માટે આમથી તેમ ભટકવું ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમરસ છાત્રાલયની સુવિધા શરૂ કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વિધ્યાર્થીઓને રહેવા-જમવાની સગવડ મફતમાં મળશે – Samras Hostel Admission 2024

ગુજરાતના અમદાવાદ જેવા મોટા શહેરમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની નજીકમાં જ સુંદર સુવિધાવાળા બિલ્ડિંગમાં સમરસ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમરસ છાત્રાલય ગામડાના વિદ્યાર્થીઓ માટે શહેરમાં આશરાની સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવા વિનામૂલ્યે સગવડ પૂરી પાડવામાં આવે છે.

Samras Hostel Admission 2024: આ સમરસ છાત્રાલયોમાં રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને જનરલમાં આર્થિક રીતે પછાત (EWS) વર્ગના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલ સમરસ છાત્રાલયમાં કુલ 984 વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે.

Samras Hostel Admission 2024 માં કોને એડમીશન મળવા પાત્રતા થશે.

સમરસ છાત્રાલયમાં રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત (EWS) વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અમદાવાદની સરકારી કે ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવેલો હોય અને જેમના વાલીની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની હોય તેવા વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ આપવામાં આવે છે.

Samras Hostel Admission 2024 માં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો:

  • શાળા પ્રમાણપત્ર ફોર્મ
  • જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • છેલ્લી માર્કશીટ
  • માતાપિતાના પાસપોર્ટ ફોટો
  • વાલીનો પાસપોર્ટ ફોટો

ગુજરાતમાં સમરસ હોસ્ટેલ કયા કયા જિલ્લામાં આવેલ છે

  1. અમદાવાદ
  2. આણંદ
  3. ભાવનગર
  4. ભુજ
  5. હિંમતનગર
  6. જામનગર
  7. પાટણ
  8. રાજકોટ
  9. પોરબંદર
  10. સુરત
  11. ગાંધીનગર

આ પણ વાચો: ધોરણ 11 – 12 સાયન્સના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે 15,000ની સહાય મળશે, જાણો કેવી રીતે અરજી કરશો

સમરસ હોસ્ટેલ એડમીશન માટે અરજી કેવી રીતે કરવી?

  • સમરસ હોસ્ટેલ ની સત્તાવાર વેબસાઇટ, samras.gujarat.gov.in
  • ની મુલાકાત લો.
  • “ઓનલાઈન અરજી” બટન પર ક્લિક કરો.
  • જરૂરી વિગતો દાખલ કરીને ઓનલાઈન નોંધણી પૂર્ણ કરો.
  • ખાતરી કરો કે બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા છે.
  • તમારી અરજીની સમીક્ષા કરો અને તેની અંતિમ તારીખ પહેલા સબમિટ કરો.

સમરસ હોસ્ટેલ એડમીશન માટે જરુરી તારીખો

  • ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :- 27/05/2024 (11:00)
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 20/06/2024 (23:59)