Aadhaar Card Important Update 2024: આધાર કાર્ડ માટે નવા નિયમો લાગુ, જલદીથી આટલુ અપડેટ કરાવો નહિતર આધાર કાર્ડ બંધ થઇ જશે, જાણો વધુ માહિતિ

Aadhaar Card Important Update 2024: 2024માં આધાર કાર્ડને લગતા મોટા ફેરફારો ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે. આ અપડેટ્સ તમામ આધાર કાર્ડધારકો માટે મહત્વપૂર્ણ છે. હવે જો કોઈ વ્યક્તિ આધાર કાર્ડે અપડેટ કરાવવા જાય છે કે પછી નવું આધાર કાર્ડ બનાવવા માટે અરજી કરે છે, તો તેણે નવું ફોર્મ ભરવું પડશે. આટલું જ નહીં એજન્સીએ તે પણ જણાવ્યું કે, ભારતીય નિવાસીઓ અને NRI માટે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ ફેરફારો વિશેની માહિતી નિચે આપેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આધાર કાર્ડ માટે નવા નિયમો લાગુ – Aadhaar Card Important Update 2024

મફત આધાર અપડેશન

  • 2024ના ફેબ્રુઆરીથી જૂન મહિના સુધી આધાર કાર્ડધારકો માટે મફતમાં Aadhaar Card Update કરવાની સુવિધા ચાલુ કરવામાં આવી છે.
  • આ દરમિયાન તમે તમારું નામ, સરનામું, જન્મતારીખ અને અન્ય માહિતી મફતમાં અપડેટ કરી શકશો.

ડોક્યુમેન્ટ રિવેરિફિકેશન:

  • UIDAI દ્વારા આધાર કાર્ડ સાથે જોડાયેલા દસ્તાવેજોની પુનઃ ચકાસણી કરવી જરૂરી છે.
  • જૂના દસ્તાવેજોમાં ભૂલો અથવા ફેરફારો છે તો તેને સુધારવા માટે સત્તાવાર સેન્ટર પર જાઓ.

મોબાઇલ નંબર અને ઇમેલ ID અપડેટ:

  • તમારો મોબાઇલ નંબર અને ઇમેલ ID અપડેટ કરવો જરૂરી છે.
  • આથી આધાર સંબંધિત તમામ નોટિફિકેશન્સ અને OTP સરળતાથી મેળવી શકશો.

બાયોમેટ્રિક ડેટા અપડેટ્સ

  • 5 વર્ષ અને 15 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા જરૂરી છે.
  • વધુ ઉંમરના લોકો માટે પણ જો બાયોમેટ્રિક્સમાં ફેરફાર થયો હોય તો તેને પણ અપડેટ કરાવવું જરૂરી છે.

સલામતી રાખવી:

  • તમારો આધાર નંબર અને અન્ય વ્યક્તિગત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી.
  • સાયબર ફોર્ડથી બચવા માટે ઓફિસિયલ વેબસાઇટ અને એપ્સનો જ ઉપયોગ કરવો.

સેવાઓ સાથે આધાર લિંકિંગ:

  • બેંક એકાઉન્ટ, PAN કાર્ડ, LPG સબસિડી, અને મોબાઇલ નંબર જેવી મહત્વપૂર્ણ સેવાઓ સાથે તમારો આધાર લિંક કરો.
  • Aadhaar Card લિંક કરવાની અંતિમ તારીખોની માહિતી UIDAIની ઓફિસિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

ઓનલાઇન સુવિધાઓ:

  • UIDAIની ઓફિસિયલ વેબસાઇટ અથવા mAadhaar એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારું આધાર ડાઉનલોડ કરી શકો છો અને અન્ય સેવાઓનો લાભ મેળવી શકો છો.

આ પણ વાચો: આ રીતે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરો, અહીથી સંપુર્ણ પ્રોસેસ જાણો

આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું – Aadhaar Card Important Update 2024

Aadhaar Card Important Update 2024: આધાર કાર્ડમાં તમે તમારી વ્યક્તિગત માહિતી, સરનામું, મોબાઇલ નંબર, ઈમેલ આઈડી, વગેરે સુધારી શકો છો. અહીં આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે:

  • સૌ પ્રથમ તમારે આધારની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને લોગ ઈન કરવું પડશે.
  • આધાર નંબર અને વન-ટાઇમ પાસવર્ડ (OTP) દાખલ કરવાથી લોગ ઇન થઈ જશે.
  • આ માટે તમારે myaadhaar.uidai.gov.in પર જવું પડશે.
  • આ પછી તમારી સંપૂર્ણ વિગતો સ્ક્રીન પર દેખાશે.
  • સુધારા માટે તમને દસ્તાવેજો અપલોડ કરવા પડશે, જેનું કદ 2 MB કરતા વધુ ન હોવું જોઈએ.
  • બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

ત્યાર બાદ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે. જેની તમને મેસેજ દ્વારા આધાર અપડેટ વિશે માહિતી મળશે. જે પછી તમે વેબસાઈટ પરથી તમારું આધાર ડાઉનલોડ કરી શકો છો. જો તમે ઓનલાઈન અરજી નથી કરી રહ્યા તો તમે કોઈપણ નજીકના આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર અપડેટ કરી શકો છો. જો કે આ માટે ફી ભરવાની રહેશે.

આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, લિંગ બદલવાની ઑફલાઇન પ્રક્રિયા – Aadhaar Card Important Update 2024

જો તમે તમારું આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, અથવા લિંગ બદલવા માંગો છો, તો તમે નીચે પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો

  • તમે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો.
  • આ માટે તમારે કરેક્શન ફોર્મ ભરવાનું રહેશે.
  • આમાં તમારે તમારું નામ, આધાર નંબર અને માહિતી આપવી પડશે જેને તમે સુધારવા માંગો છો.
  • હવે આધાર કેન્દ્ર પર હાજર અધિકારીઓ તમારી બાયોમેટ્રિક વિગતો લેશે અને તેનું વેરિફિકેશન કરશે જેમાં તમારી ફિંગર પ્રિન્ટથી લઈને આઈરિસ સ્કેન કરવામાં આવશે.
  • આ પછી તમારું ફોર્મ ચેક અને કન્ફર્મ થશે. જો દસ્તાવેજ સાચો છે તો નામ, જન્મ તારીખ, લિંગ અપડેટ કરવામાં આવશે
  • આ પ્રક્રિયા માટે તમારે ફી તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે.

Aadhaar Card Important Update 2024: આ રીતે, તમે તમારો આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, અને લિંગમાં ફેરફાર કરવા માટેની ઑફલાઇન પ્રક્રિયા અનુસરીને ફેરફાર કરી શકો છો.