Cricket World cup 2023 LIVE : SA Vs AUS સેમિફાઈનલમાં વરસાદ, વરસાદના કારણે મેચ અટકી, આફ્રિકન ટીમનો ધબડકો, 24 રનની અંદર 4 વિકેટ ગુમાવી, વાન ડર ડ્યુસેન આઉટ, વન-ડે વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઈનલ મેચ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. જેમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બેટિંગ લીધી છે. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર છે. હાલ વરસાદના કારણે મેચ અટકી છે.
SA Vs AUS સેમિફાઈનલ વરસાદના કારણે મેચ અટકી
- સાઉથ આફ્રિકાનો સ્કોર 14 ઓવરમાં 44/4 છે.
- રાસી વાન ડેર ડુસેન 6 રન બનાવીને આઉટ થયો હતો. તે જોશ હેઝલવુડની બોલિંગમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. હેઝલવુડની આ બીજી વિકેટ છે. તેણે ક્વિન્ટન ડી કોક (3 રન)ને પણ આઉટ કર્યો હતો.
- એડન માર્કરમ 10 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. સ્ટાર્કની આ બીજી વિકેટ છે. તેણે કેપ્ટન ટેમ્બા બાવુમાને પહેલી જ ઓવરમાં ઝીરોમાં આઉટ કર્યો હતો.
આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ ફેરફાર કર્યા બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે. આફ્રિકાએ લુંગી એન્ગિડી અને એન્ડિલે ફેહલુકવાયોની જગ્યાએ તબરેઝ શમ્સી અને માર્કો જેન્સેનને લીધા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બે બદલાવ કર્યો છે. જેમાં તેમણે સ્ટોઇનિસ અને અબોટને સ્થાને ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્કને લીધો છે.
Cricket World cup 2023 LIVE બન્ને ટીમની પ્લેઇંગ-11
સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા(કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોત્ઝી, કાગીસો રબાડા અને તબરેઝ શમ્સી.
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ.
ઓસ્ટ્રેલિયા બન્ને વખતે સેમિફાઈનલમાં જીત્યું
ઓસ્ટ્રેલિયા નવમી વખત અને સાઉથ આફ્રિકા પાંચમી વખત વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલ રમશે. સાઉથ આફ્રિકા એક વખત પણ ફાઈનલમાં પહોંચી શક્યું નથી. બંને ટીમ ટુર્નામેન્ટના ઈતિહાસમાં ત્રીજી વખત સેમિફાઈનલમાં ટકરાશે, આ પહેલા 1999 અને 2007માં પણ નોકઆઉટમાં બંને ટીમ સામસામે આવી હતી. ઓસ્ટ્રેલિયા બંને વખત જીત્યું હતું.
ઓસ્ટ્રેલિયા છેલ્લા આઠ સેમિફાઈનલમાં માત્ર એક મેચ હાર્યું
ઓસ્ટ્રેલિયાએ 8 વર્લ્ડ કપ સેમિફાઈનલ રમી છે, ટીમ 9મી વખત સેમિફાઈનલ રમશે. આઠ મેચમાં ટીમ માત્ર એક જ વાર હારી અને બાકીની છ મેચ જીતી. એક મેચ પણ ટાઈ રહી હતી પરંતુ પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિને કારણે ટીમને ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો.
બીજી તરફ સાઉથ આફ્રિકાએ 4 સેમિફાઈનલ રમી, 3માં હાર અને એક મેચ ટાઈ રહી. 1999માં જ ઓસ્ટ્રેલિયા સામે ટાઈ મેચ થઈ હતી, જ્યારે સાઉથ આફ્રિકાને પોઈન્ટ ટેબલના કારણે ફાઈનલમાં જગ્યા મળી ન હતી.
બંને ટીમ સાથે જોડાયેલી મહત્વની વાત
1999માં બંને ટીમ ગ્રુપ સ્ટેજ બાદ સેમિફાઈનલમાં પણ ટકરાઈ હતી. 2007માં પણ આવું જ થયું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયા ચારેય વખત જીત્યું હતું. 2019માં, દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપની ગ્રુપ સ્ટેજની મેચ 10 રને જીતી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી, પરંતુ મેચ હારી ગઈ હતી.
સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડને હરાવીને ક્વોલિફાય કર્યું હતું
દક્ષિણ આફ્રિકા ટુર્નામેન્ટની બીજી સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે ઉભરી આવ્યું હતું. ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકા સામે 428 રન બનાવ્યા હતા અને 102 રને જીત મેળવી હતી. આ મેચમાં ટીમના ત્રણ બેટર્સે સદી ફટકારી હતી. ત્યારપછી સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રનથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો બતાવ્યો હતો, પરંતુ નેધરલેન્ડ્સ સામે ટીમ રન ચેઝમાં વિખેરાઈ ગઈ હતી અને મેચ 38 રનથી હારી ગઈ હતી.
SA Vs AUS સેમિફાઈનલ જુઓ હવામાન આગાહી અંગે તાજા સામાચાર
ગુરુવારે કોલકાતામાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની સંભાવના 25% છે. આ દરમિયાન પવનની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. ભેજ 29% આસપાસ રહેશે. તાપમાન 22 થી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. SA Vs AUS સેમિફાઈનલ જોતા રહો તાજા સમાચાર અહીંથી.
SA Vs AUS સેમિફાઈનલ મેચના ચેક કરતાં રહો લાઇવ સ્કોર અને મેચ ચાલુ થઇ કે નહી ચેક કરો
બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ખેલાડીઓની યાદી જુઓ
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, લુંગી એન્ગિડી, કાગીસો રબાડા, ગેરાલ્ડ કોટ્ઝી.