Gujarat GSSSB Class 3 New Exam Pattern & Syllabus 2024: ગુજરાત ક્લાસ 3 નવી પરીક્ષા પેટર્ન અને જાણો નવો સિલેબસ

Gujarat GSSSB Class 3 New Exam Pattern & Syllabus 2024 માટેની નોટિસ બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર. હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ પરીક્ષા. ગુજરાત ક્લાસ 3 નવી પરીક્ષા પેટર્ન મુજબ હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે 1.અપર ક્લાસ 3 અને 2.લોવર કલાસ 3. class 3 exam new pattern વિષે જાણો ગુજરાતીમાં વિગતે માહીતી અહીંથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat GSSSB Class 3 New Exam Pattern & Syllabus 2024: ગુજરાત ક્લાસ 3 નવી પરીક્ષા પેટર્ન અને જાણો નવો સિલેબસ

Gujarat GSSSB Class 3 New Exam Pattern & Syllabus 2023

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પરીક્ષામાં થયેલા ફેરકાર ને આજે જ જાણી લો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પરીક્ષામાં થયેલા ફેરકાર ને આજે જ જાણી લો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ 3 ની વિવિધ 6000 જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી પાડવામાં આવી શકે. પરંતુ તે પહેલા સરકાર દ્વારા તારીખ 18- 05-2023 ના રોજ નવું પરીક્ષા માળખું તૈયાર કરવામાં આવેલું છે, જેમાં હવે જૂની પરીક્ષા પદ્ધતિમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. જે દરેક વિધ્યાર્થીએ તૈયારી શરૂ કરતાં પહેલા જાણવું જરૂરી છે.

Gujarat GSSSB Class 3 New Exam Pattern ( જાણો વર્ગ- ૩ પરીક્ષા પદ્ધતિ અને સિલેબસમાં થયેલા નવા ફેરફારો વિશે વિગતે…

જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે.

GSSSB Class 3 exam syllabus 2024

નવો class 3 exam syllabus pdf download in gujarati

જાણો Class 3 New Exam Pattern પરીક્ષામાં થયેલા નવા ફેરકારો વિશે વિગતે માહીતી

  • ✒️ આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરીના ઉમેદવાર એ ઓછામાં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
  • ✒️ પ્રાથમીક પરીક્ષામાં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, aptitude 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.
  • ✒️ આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.
  • ✒️ આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે
  • ✒️ બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે
  • ✒️ અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
  • ✒️ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે.

જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા આવશે 

  • લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે…
  • જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે …
  • કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય
  • Gujarat GSSSB Class 3 New Exam Pattern માં MCQ પણ GPSC લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા

Waiting List

Gujarat GSSSB Class 3 New Exam Pattern મુજબ કોઈ પણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહિ.

Primary exam

૩ કેડર માટે લેવામાં આવશે ફક્ત ૧ પરીક્ષા…. પ્રાથમિક પરીક્ષા…
આ પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા બાદ ૩ કેડર માટે અલગ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.

➖️ પ્રાથમિક પરીક્ષા નો કોર્સમાં 4 વિષય રહેશે ૧૦૦ માર્ક્સ… સાચાં પ્રશ્નો માટે ૧ ગુણ, ખોટા પ્રશ્નો માટે ૦.૨૫ માઈનસ

1 Hour – 60 Minutes

1 Reasoning 40 Marks
2 Quantitative Aptitude 30 Marks
3 English 15 Marks
4 Gujarati 15 Marks
Total 100 Marks

Gujarat Government Class 3 Exam New Syllabus and Pattern in Gujarati 2023-24 in PDF

ગુજરાત ક્લાસ 3 માટે નવી પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ તૈયાર કરવામાં આવ્યો છે , ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા પેટર્ન ફેરફાર કરી નવા નિયમોં બનાવવામાં આવ્યા છે. વધુ માહિતી માટે Gujarat Government Class 3 Exam New Syllabus and Pattern in Gujarati 2024 in PDF ડાઉનલોડ કરો

1 જૂની પરીક્ષા પધ્ધતિ

વર્ગ 3 ની ભરતી માટે અગાઉના પરીક્ષા માળખામાં બે ચરણ હતા. પ્રથમ MCQ પરીક્ષા લેવામાં આવતી અને ત્યારબાદ CPT (Computer Proficiency Test) ના આધાર પર ઉમેદવારોની પસંદગી કરાતી હતી.

2 નવી પરીક્ષા પધ્ધતિ

 ગ્રુપ A માં કઈ કઈ પોસ્ટ આવે ?

જુનિયર ક્લાર્કની પોસ્ટ ગ્રુપ A માટે MCQ ટેસ્ટ – જિલ્લા કલેક્ટર,સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કનીઓફિસ માટે.

ગ્રુપ B માં કઈ કઈ પોસ્ટ આવે ?

ગ્રુપ B માટે MCQ ટેસ્ટ – જિલ્લા કલેક્ટરની કચેરી હેઠળની જગ્યાઓ સિવાયના જુનિય૨ ક્લાર્કની પોસ્ટ માટે.હવે વર્ગ 3 ની બધી જ જગ્યાઓ માટે જેવી કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, કલેક્ટર ઓફિસર ના ક્લાર્ક વગેરેની પરીક્ષા એક સાથે યોજવામાં આવશે. ગુજરાત સરકારની નવી પરીક્ષા પદ્ધતિમાં 2 પરીક્ષા યોજાશે, જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષાના આધાર પર થશે. ઉમેદવારે પ્રારંભિક પરીક્ષા માટે અરજી સબમિટ કરતી વખતે જૂથ – A અથવા જૂથ – B અથવા બંને માટે પસંદગી ભરવાની રહેશે.સાથે પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. પ્રીલિમીનરી પરીક્ષાનું માધ્યમ પ્રશ્નપત્રમાં આપેલા મુજબ ગુજરાતી અથવા અંગ્રેજી હોવું જોઈએ.

જે ઉમેદવારોને બોર્ડ દ્વારા પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે લાયક જાહે૨ ક૨વામાં આવ્યા છે તેઓએ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી સમય મર્યાદામાં આવા ફોર્મમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફી સાથે ફરીથી અરજી કરવાની રહેશે. મુખ્ય પરીક્ષા માટે ગ્રુપ – A અને ગ્રુપ – B માટે અલગ મેરિટ સૂચિ પ્રદાન કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં ઉમેદવારોની સંખ્યા, ઉપલબ્ધતાને આધીન, ગ્રુપ – A અને ગ્રુપ આવેલા -B માં જાહેર કરાયેલી ખાલી જગ્યાઓની સંખ્યા કરતાં સાત ગણી હશે.

મુખ્ય પરીક્ષા:

મુખ્ય પરીક્ષામાં બે ગ્રુપ પ્રમાણે ભરતી પ્રક્રિયા યોજાશે જેમાં ગ્રુપ A માં ઓફ્સિ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને કલેક્ટર ઓફિસ ના ક્લાર્ક વગેરેનો સમાવેશ થશે. જ્યારે ગ્રુપ B માં પંચાયતી વિભાગના જુનિયર ક્લાર્ક, ખાતાના વડા ની કચેરીના જુનિયર ક્લાર્ક વગેરેનો સમાવેશ કરાશે. મુખ્ય પરીક્ષા પણ ગ્રૂપ પ્રમો યોજાતો જેમાં ગ્રુપ એ માટે વર્ષાત્મક પરીક્ષા (Descriptive Exant) જયારે ગ્રૂપ બી માટે MC) બેઝ પરીક્ષા યોજવામાં આવશે.

  1.  મુખ્ય પરીક્ષા ગ્રુપ A

મુખ્ય પરીક્ષા ના ગ્રુપ AA માં વર્ષાત્મક પરીક્ષા સ્ટાઈલ (Descriptive Exam) મુજબ પરીક્ષા લેવાશે, જેમાં કુલ ૩ પેપર લેવામાં આવશે. જેમાં પહેલા બે પેપર ગુજરાતી અને અંગ્રેજી ભાષાના રહેશે જે 100-100 માર્કના હશે અને ત્રીજું જનરલ સ્ટડીઝ પેપર રહેશે જે 150 માર્ક્સ નું રહેશે. આમ Group A Main Exam કુલ 350 માર્કની રહેશે.જેમાંથી કટઑફ આધારિત ઉમેદવારોની ગ્રુપ એની વિવિધ પોસ્ટો માટે પસંદગી થરશે. ઉપરોક્ત વર્ગ 3 ની મુખ્ય પરીક્ષાના ગ્રૂપ એ ના બડી પેપર નો સંપૂર્ણ સિલેબસ તમે ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી જોઈ શકો છો.

  1. મુખ્ય પરીક્ષા ગ્રુપ B

ગ્રુપ B ની પરીક્ષા MCQ આધારિત એશે, આ પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેમાં અલગ અલગ વિષયોનો સમાવેશ થશે જેવા કે અંગ્રેજી, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, કરટ અફેર્સ, રિઝનીંગ વગેરેનો સમાવેશ થશે. આ પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે. દરેક ખોટા માર્ક નો -0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. વર્ગ 3 ની મુખ્ય પરીક્ષાના ગ્રુપ બી માં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની પસંદગી પંચાયત વિભાગ હેઠળના જુનિયર ક્લાર્ક અને બીજા કેટલાક વિભાગો હેઠળના જુનિયર ક્લાર્ક માં પોસ્ટિંગ આપવામાં આવશે.

 ગુજરાત સરકારની નવી પરીક્ષા પધ્ધતી માટે અગત્યની બાબતો:

  • ક્લાસ 3 ની પોસ્ટ માટે હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે નહીં.
  • ઉભેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની રહેશે, જે અગાઉ 18 વર્ષ સુધીની હતી.
  • તમામ ઉમેદવારોન માટે અરજી ફી રાખવામા આવશે, અને જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે તેમની ફી પરત કરવામાં આવશે
  • પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે ૨ ગણા ઉમેદવારોને મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી માટે માટે પસંદ કરવામાં આવશે ત્યારબાદ મેરીટ આધારિત લાયક ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે.
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સુચના અનુસાર ઉમેદવારો જગ્યા માટે તેમની પસંદગી ઓનલાઇન આપી શકો અથવા મંડળ ખાતે મેરીટ મુજબ રૂબરૂ હાજર રહીને તેમને ઉપલબ્ધ જગ્યાઓ પૈકી પસંદગી કરીને જે તે જગ્યા કચેરી સંવર્ગની જાળવી મેળવી શકશે.
  • મંડળ દ્વારા ફાળવણી થયેલ ઉમેદવારોની જે તે કચેરી અને મહેસૂલ વિભાગને ભલામણ કરવામાં આવશે.
  • ગ્રુપ – એ માં સમાવેશ થયેલ જિલ્લા ક્લેક્ટરની કચેરી ખાતેના જુનીયર કારકૂન સંવર્ગમાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોએ મહત્તમ ત્રણ જિલ્લા અંગેની પસદગી આપવાની રહેશે.
  • મહેસૂલ વિભાગ ખાતે પસંદગી પામતા અને ભલામણ કરાયેલ ઉમેદવારોને જિલ્લા ફાળવણી મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવશે.
  • ઉમેદવારને પોતાની પસંદગીના ત્રણ જિલ્લામાં જો મેરિટ અનુસાર પસંદગી ન મળે તો જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેથી ખાલી જગ્યાઓના આધારે જિલ્લાઓને ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવશે અને બાકી રહેલ ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે.
WhatsApp ગ્રૂપમાં જોડાવો!