Whatsapp LPG Booking: હવે Whatsapp થી LPG ગેસની બોટલ પણ બુકીંગ કરાવી શકાસે

Whatsapp LPG Booking: અત્યારના યુગમા ઘણી બધી સેવાઓ હવે ઓંલાઇન મળે છે અને તે બધા કામ માટે તમારે ક્યાય ઓફીસો સુધી ધક્કા ખાવાની જરૂર નથી. હવે આ બધી સુવિધાઓ તમને Whatsapp પર જ મળે છે. પછી તે બેંકનુ બેલેન્સ ચેક કરવાનુ હોય કે ડીઝીલોકરના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવાના હોય. આવાજ પ્રકારની એક સુવિધા એટલે Whatsapp LPG Booking જેની દરેક માણસને જરૂર પડતી હોય છે. આજે આ લેખમા આપણે Whatsapp દ્વારા ઘરના રાંધણગેસ એટલે કે LPG બોટલ કેમ બુક કરાવવી તેની વિગતવાર માહિતી જોઇશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Whatsapp LPG Booking 2023

  • હાલમા પેટ્રોલીયમ કંપનીઓ આ સુવિધા તેમના તમામ ગ્રાહકોને આપી રહિ છે. જેમા Whatsapp નો ઉપયોગ કરીને ગ્રાહકો ઘરેબેઠા 24 X 7 ગમે ત્યારે બૂકિંગ કરી શકે છે.
  • પેટ્રોલિયમ કંપનીઓએ તેમના બધા ગ્રાહકો માટે આ ખાસ આ સુવિધા શરૂ કરી છે.
  • હવે તમામ ગ્રાહકો WhatsApp ની મદદથી ગેસ સિલિન્ડર બુક કરી શકે છે.
  • Indane, HP અને Bharat Gas ના ગ્રાહક બુકીંગ કરાવી શકે છે.

ઈન્ટરનેટ અને મોબાઈલ ના યુગમા હવે આપણે ડિજિટલ દુનિયામાં ઘણી સુવિધાઓ ઓનલાઇન મેળવી શકીયે છીએ. આવી સ્થિતિમાં મોટાભાગના કામ ડિજિટલ થઈ ગયા છે. તેના લીધે ઘણા બધા કામો ખૂબ જ સરળ બની ગયા છે. એવામાં હાલ પેટ્રોલિયમ કંપનીઓએ તેમના બધા ગ્રાહકો માટે ખૂબ જ મહત્વની સુવિધા શરૂ કરી છે અને આ સુવિધાનો ઉપયોગ કરીને લોકો WhatsAppની મદદથી પોતાનુ ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે. વોટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવું ખૂબ જ સરળ છે.

આ પણ વાંચો : શું તમને નવેમ્બર -2023 માં મફત અનાજ મળશે? કેટલું અનાજ મળશે?- જાણો સંપૂર્ણ માહિતી.

WhatsAppની મદદથી તમારૂ ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે તમારે કોઇ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ઘણા બધા ગ્રાહકો ફોન કોલ કરીને પોતાનુ ગેસ સિલિન્ડર બુક કરાવે છે. ગેસ સિલિન્ડર બુકિંગની આ પ્રોસેસ પણ વધુ મુશ્કેલ નથી. એવામાં હવે તમે WhatsApp વડે LPG ગેસ સિલિન્ડર ખૂબ જ સરળતાથી બુક કરી શકો છો. ચાલો તેની વિગતવાર માહિતી જાણીએ.

બૂકિંગ પ્રોસેસ

  • તમને જણાવી દઈએ કે WhatsApp દ્વારા તમે Indane, HP અને Bharat Gas ના ગ્રાહક હોય તો જ તમે ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. જો તમે અન્ય કોઈપણ ગેસ કંપનીના ગ્રાહક છો તો તમે આ સુવિધાનો લાભ લઈ શકશો નહીં.

Indane Gas Booking

  • સૌથી પહેલા તમારા મોબાઈલમાં 7588888824 આ નંબર સેવ કરો
  • ત્યારપછી Book અથવા Refill લખીને મેસેજ મોકલો, આ સાથે જ મેસેજમાં બુકિંગની તારીખ પણ લખો. તમે બુકીંગ કરાવતી વખતે જે ઓર્ડર નંબર આપવામા આવે છે તેના દ્વારા ગેસ બુકિંગનુ સ્ટેટસ પણ ચકાસી શકો છો.

Bharat Gas Booking

  • જો તમે ભારત ગેસના કસ્ટમર હોય તો તમે 1800224344 નંબર પર મેસેજ મોકલીને ગેસ બોટલ બુક કરી શકો છો.

HP LPG Booking

  • જો તમે એચપી ગેસના ગ્રાહક હોય . તો તમે 9222201122 આ નંબર સેવ કરી WhatsApp વડે તમારી ગેસ બોટલ બુક કરી શકો છો.
  • આમ ઉપર મુજબ ગેસ ની બોટલ બુક કરાવવા માટે whatsapp સર્વીસનો લાભ લઇ તમે સમય ની બચત કરી શકો છો. ઉપરાંત આ સેવા 24 X 7 ગમે ત્યારે ઉપલબ્ધ હોય છે. હવે ગેસ બોટલ બુક કરાવવા માટે whatsapp પર જ આ સુવિધા મળવાથી સમય ની બચત થાય છે.

Important Link

ભારત ગેસઅહિ ક્લિક કરો
H.P ગેસઅહિ ક્લિક કરો
ઈણ્ડેન ગેસઅહિ ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહિં ક્લીક કરો
અમારા વોટ્સ એપ ગ્રુપમા જોડાવા માટેઅહી ક્લિક કરો