Vidya Lakshmi Yojana: ગુજરાત સરકારે દીકરીઓ માટે આ જૂની યોજના ફરીથી શરૂ કરી જેમાં દિકરીને મળશે 2 હજારની સહાય

ગુજરાતમાં દીકરીઓને શિક્ષિત કરવાના હેતુસર શરૂ કરાયેલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના(Vidya Lakshmi Yojana) વર્ષ 2021-22 માં બંધ કરી હતી, પરંતું હવે આ યોજનાને વર્ષ 2024-25 માટે ફરીથી ચાલુ કરવામાં આવી છે. તો આ યોજના વિશે વિગતવાર માહિતી આગળ મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકારે દીકરીઓ માટે આ જૂની યોજના ફરીથી શરૂ કરી – Vidya Lakshmi Yojana

રાજ્યમાં દીકરીઓને શિક્ષિત કરવાના હેતુથી શરૂ કરાયેલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાને રાજ્ય સરકાર દ્વારા ફરી ચાલુ કરવામાં આવી છે. જેમાં કન્યા દીઠ ૨૦૦૦ રૂપિયાના બોન્ડ આપવાની જોગવાઈ કરાયેલી છે. 50 ટકાથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ લાભ મળશે.

આ માટે સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, રાજ્યમાં કન્યા કેળવણીના પ્રમાણમાં વધારો કરવા માટે અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે તેમજ કન્યાઓનું શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય અને ૧૦૦ ટકા સ્થાયીકરણ જળવાય તે “Vidya Lakshmi Yojana” અમલમાં મુકવામાં આવી હતી. શિક્ષણમાં કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ સ્ત્રી સશક્તિકરણના હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવથી “વ્હાલી દિકરી યોજના”અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાથી બહોળા વર્ગને લાભ મળતો હોઈ લાભાર્થીઓની સંખ્યા બેવડાય નહી અને મહત્તમ કન્યાઓને લાભ મળે તે હેતુસર શિક્ષણ વિભાગના ઠરાવથી ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ6 યોજના વર્ષ 2021-22 થી બંધ કરવામાં આવી હતી.

આ યોજના ફરીથી ચાલુ કેમ કરી?

તા.૦૧-૦૮-૨૦૧૯ સુધીમાં જન્મેલ કન્યાઓ કે જે અંદાજે ક્રમશ: વર્ષ:૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫માં ધો.૧માં પ્રવેશ મેળવવાને પાત્ર થતી હોય તેવી કન્યાઓને ઉક્ત બન્ને યોજનાઓ પૈકી એક પણ લાભ મળતો નથી. આથી આવી કન્યાઓ લાભથી વંચિત ન રહે તે હેતુથી “Vidya Lakshmi Yojana” પુનઃ શરૂ કરી વર્ષ ૨૦૨૪-૨૫ પુરતી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.

આ યોજનાની સહાય કોને મળવા પાત્ર થશે?

  • આ યોજના હેઠળ ૫૦ ટકાથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોને તેમજ શહેરી વિસ્તારમાં બી.પી.એલ કાર્ડ ધારકોને સહાય મળશે.
  • તા.૦૧-૦૮-૨૦૧૯ સુધીમાં જન્મેલ કન્યાઓ કે જે અંદાજે કમશ: વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ સુધીમાં સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે ધોરણ-૧માં પ્રવેશા મેળવેલ હોય તેવી કન્યાઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે.

આ પણ વાચો: આ યોજના તમારી દીકરીને બનાવશે કરોડપતિ, જાણો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવશો

સહાય ક્યાથી મળશે?

  • Vidya Lakshmi Yojana અન્વયે કન્યાઓને સરદાર સરોવર નિગમ લી.ના પ્રત્યેક કન્યાદિક રૂ.૨૦૦૦ ના “શ્રી નિધિ” બોન્ડ આપવાના રહેશે. બોન્ડ ખરીદી અંગેની કાર્યવાહી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા હાથ ધરવાની રહેશે.
  • આ બોન્ડની વ્યાજ સહિતની ચૂકવણી જે તે કન્યાઓને ધોરણ-૮ પાસ કર્યાના શાળઆચાર્યકીન પ્રમાણપત્રના આપાવે જે-તે કન્યાના નામના અથવા વાણીના નામના બેન્ક ખાતામાં જમા કરવાની રહેશે.

કોને લાભ મળશે નહી?

  • અધવચ્ચેથી અભ્યાસ છોડી જનાર કન્યાઓને “વિદ્યાલક્ષ્મી બોન્ડ”નો લાભ મળવાપાત્ર રહેશે નહી.
  • ધોરણ ૧ થી ૮ના અભ્યાસ દરમ્યાન કન્યાનું અવસાન થાય તેવા કિસ્સામાં બોન્ડની વ્યાજ સહિતની રકમની ચૂકવણી કન્યાના વાલીને કરવાની રહેશે.