Sukanya Samriddhi Scheme: દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે એક સરકારી યોજના (Government Scheme) શરૂ કરવામાં આવી છે… કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને લાભ આપવા માટે ઘણી યોજનાઓ લાવે છે, જેથી સામાન્ય લોકોને ફાયદો થઇ શકે. તેવી જ રીતે દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે એક સરકારી યોજના (Government Scheme) શરૂ કરવામાં આવી છે. આમાં 70 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે. તમને ટેક્સ છૂટનો લાભ પણ મળશે.
આ યોજના તમારી દીકરીને બનાવશે કરોડપતિ – Sukanya Samriddhi Scheme
શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?
તો આ સરકારી યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme), જે છોકરીઓ માટે કરમુક્ત નાની બચત યોજના (Tax Free Small Saving Scheme) છે. આ યોજના હેઠળ જાન્યુઆરીથી માર્ચ 2024 સુધીના ત્રિમાસિક ગાળા માટે 8.2%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યા છે. આમાં તમે દર વર્ષે રૂ. 250 થી રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો અને આવકવેરાની (Income Tax) કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટનો દાવો પણ કરી શકો છો. એટલું જ નહીં, તેના વ્યાજ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી, જેનો અર્થ છે કે આ યોજના સંપૂર્ણપણે કરમુક્ત છે.
આ ખાતું કોણ ખોલાવી શકે છે
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (Sukanya Samriddhi Scheme) રોકાણ કરવા માટે,
- ભારતીય નિવાસી અને બાળકીના માતાપિતા અથવા કાનૂની વાલી હોવું જરૂરી છે
- તમે તમારી 10 વર્ષની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો
- તમે તમારી દીકરીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી SSY ખાતું ખોલાવી શકો છો
- આ યોજના હેઠળ વધુમાં વધુ 2 છોકરીઓ માટે ખાતા ખોલાવી શકાય છે
- જો જોડિયા દીકરીઓ હોય તો ત્રણેય માટે SSY ખાતું ખોલાવી શકાય છે
યોજના માટે જરૂરી દસ્તાવેજ
- બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
- એડ્રેસ પ્રુફ
- આઈડી પ્રુફ
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- રાશન કાર્ડ
- લાઈટબિલ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- ફોન બિલ
આ પણ વાચો: SBI તમને આપી રહી છે રૂ.20 લાખ સુધીની સરકારી લોન, આ રીતે કરો અરજી
મેચ્યોરિટી ક્યારે થાય છે?
કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 8.2 ટકા નક્કી કર્યો છે. સરકાર દર ક્વાર્ટરમાં આ યોજના હેઠળ વ્યાજ દર અપડેટ કરે છે. મેચ્યોરિટીની વાત કરીએ તો 15 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે. આ એકાઉન્ટ 21 વર્ષમાં પરિપક્વ થાય છે. જો કે દીકરી 18 વર્ષની થઈ જાય પછી આ ખાતામાંથી અડધી રકમ ઉપાડી શકાય છે.
70 લાખ રૂપિયા કેવી રીતે મેળવશો?
સુકન્યા સમૃદ્ધિ યોજનાના (Sukanya Samriddhi Scheme) વ્યાજ દરમાં દર ત્રિમાસિક ગાળામાં સુધારો કરવામાં આવે છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી, મહત્તમ વ્યાજ દર 9.2% અને લઘુત્તમ વ્યાજ દર 7.6% છે. એક ગણતરી મુજબ, જો 21 વર્ષના સમગ્ર સમયગાળા દરમિયાન સરેરાશ વ્યાજ દર 8% રહે છે અને તમે 15 વર્ષ સુધી આ યોજનામાં દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને આ ખાતા હેઠળ લગભગ 70 લાખ રૂપિયા મળશે.