T20 Series IND VS AFG 2024: હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વખત યોજાશે T20I સિરીઝ, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ, આ તારીખે અને આ જગ્યાએ રમાશે આ સિરીઝની મેચો

T20 Series IND VS AFG 2024: ટીમ ઈન્ડિયા આવતા વર્ષે અફઘાનિસ્તાન સાથે T-20 સિરીઝ (IND VS AFG T-20 Series 2024) રમીને ડોમેસ્ટિક પોતાના સીઝનની શરૂઆત કરશે. ઈન્ડિયન ટીમ જાન્યુઆરી મહિનામાં અફઘાનિસ્તાન ટીમ સામે 3 T-20 મેચોની શ્રેણી રમશે.અફઘાનિસ્તાનની ટીમ આવતા વર્ષે જાન્યુઆરીમાં ભારત સામે ટી20 મેચની સીરીઝ રમશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી વખત ટી20 સીરીઝ રમાશે. બંને ટીમોએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલની ટૂર્નામેન્ટ સિવાય ક્યારેય એકબીજા સામે વ્હાઈટ બોલ મેચ નથી રમ્યા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વખત યોજાશે T20I સિરીઝ

IND VS AFG T-20 Series 2024

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વખત યોજાશે T20I સિરીઝ, જુઓ સંપૂર્ણ મેચનું ટાઇમ ટેબલ

  • પ્રથમવાર હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વખત યોજાશે T20I સિરીઝ
  • પ્રથમ વખત બંને ટીમો વ્હાઇટ બોલની સિરીઝ રમશે ,
  • આ ત્રણ મેચની સિરીઝ જાન્યુઆરીમાં રમાશે.

T20 Series IND VS AFG 2024 ભારત અને અફઘાનિસ્તાન T20I સિરીઝ મેચ ટાઇમ ટેબલ

મેચતારીખ સ્થળ
પ્રથમ મેચ11 જાન્યુઆરી 2024મોહાલી
બીજી મેચ14 જાન્યુઆરી 2024ઈન્દોર
ત્રીજી મેચ17 જાન્યુઆરી 2024બેંગલુરુ

BCCI અફઘાન સામે યુવા ટીમને મેદાનમાં ઉતારી શકે છે ?

  • BCCI અફઘાનિસ્તાન સામે પોતાના યુવા ખેલાડીઓની ટીમને મેદાનમાં ઉતારી શકે છે, કારણ કે આ સીરીઝ પહેલા ઈન્ડિયન ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું છે, જ્યાં તમામ ફોર્મેટની શ્રેણી રમવાની છે. ત્યારે સંપૂર્ણ તાકાતવાળી ટીમ આફ્રિકા પ્રવાસ પર જશે. આવી સ્થિતિમાં, સિલેક્ટર્સ વર્ષના પ્રથમ હોમ અસાઇનમેન્ટ પર સિનિયરને આરામ આપી શકે છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલીયા સામેની T20 સીરીઝ માટે ભારતની ટીમ જાહેર, જાણો કોણ બન્યું કેપ્ટન ? અને ક્યાં રમાશે આ મેચો

  • અફઘાનીસ્તાન સામેની શ્રેણી પછી ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પોતાની 5 ટેસ્ટ મેચની બે મહિના લાંબી શ્રેણી રમવાની છે. આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી ખુબજ મહત્વપૂર્ણ છે.

ઓસ્ટ્રેલિયા સામે પણ યુવા ટીમની પસંદગીમાં ભારત તરફથી ” સૂર્યા ” કેપ્ટન

  • એક દિવસ પહેલા જ ભારતીય બોર્ડે ઓસ્ટ્રેલિયા સામેની 5 T20 મેચની સિરીઝ માટે યુવા ટીમ જાહેરાત કરી છે. આ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને બનાવવામાં આવ્યો છે, અને ઋતુરાજ ગાયકવાડને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વખત યોજાશે T20I સિરીઝ વિશે જાણો વધુ વિગતે

અફઘાનિસ્તાનની ટીમ આવતા વર્ષે જાન્યુઆરીમાં ભારત સામે ટી20 મેચની સીરીઝ રમશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી વખત ટી20 સીરીઝ રમાશે. બંને ટીમોએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલની ટૂર્નામેન્ટ સિવાય ક્યારેય એકબીજા સામે વ્હાઈટ બોલ મેચ નથી રમ્યા. ભારત અને અફઘાનિસ્તા એક ટેસ્ટ રમી ચૂક્યા છે જે વર્ષ 2018માં બેંગલુરુમાં રમાઈ હતી. ભારતે આ મેચ એક ઈનિંગ અને 262 રનથી જીતી હતી.

T20 Series IND VS AFG 2024 વિશે આવનાર તમામ અપડેટ્સ મેળવવા માટે અહીં ક્લિક કરો

ક્યારે થશે ભારત અને અફઘાનિસ્તાન T20I સિરીઝની મેચનો પ્રારંભ કે શરૂઆત જાણો ?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી20નો પ્રારંભ 11 જાન્યુઆરી, 2024થી થશે. પહેલી મેચ મોહાલીમાં રમાશે. બંને વચ્ચે બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં થશે. સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે. અફઘાનિસ્તાનની ટીમ હાલમાં જ વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કર્યું હતું. અફઘાનિસ્તાન પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી.