sports news: વિરાટ કોહલીની ગણતરી દુનિયાના દિગ્ગજ બેટ્સમેનોમાં થાય છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બાદ સૌથી વધુ સદી ફટકારવાના મામલે કિંગ કોહલીનું નામ આવે છે. તેને પોતાની બેટિંગથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઊંડી છાપ છોડી છે. આ સિવાય કોહલી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે.
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર ધોની અને મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ કે વિરાટ કોહલી ફરી એકવાર કેપ્ટનના રોલમાં જોવા મળી શકે છે.
વિરાટ કોહલી બનશે ફરીથી કેપ્ટન! – sports news
ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલી એક એવું નામ છે કે વિરાટે પોતાની રમત દ્વારા ક્રિકેટ પ્રેમીઓના મન પર ઊંડી છાપ છોડી છે.
શું વિરાટ કોહલી ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કપ્તાની સંભાળી શકે છે? આ સવાલનો જવાબ જાણવા ફેન્સ હંમેશા ઉત્સુક હોય છે. શું તે શક્ય છે? તો તમને જણાવી દઈએ કે 2021માં જ વિરાટ કોહલીએ આરસીબીની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.-sports news
જે બાદ 2023માં ફાફ ડુ પ્લેસિસ જેવા અનુભવી ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ગયા વર્ષે ફાફ તેની કેપ્ટનશીપમાં કોઈ નિશાન છોડી શક્યો ન હતો. જેના કારણે ફ્રેન્ચાઈઝી ફરી એકવાર વિરાટને કેપ્ટનશિપ માટે કહી શકે છે. વિરાટ કોહલી 2023માં કેપ્ટન્સી કરતો જોવા મળ્યો હતો. જે બાદ આરસીબી ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી હતી.
આ પણ વાંચો: T20માં આ ખેલાડી જ કરશે કેપ્ટનશિપ, જાણો ક્યારે થશે ટીમનું એલાન.
વિરાટ કોહલી બનશે ફરીથી કેપ્ટન
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલી 200 થી વધુ મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેને આરસીબી માટે કેપ્ટન તરીકે 143 મેચ રમી હતી. જેમાં તેને શાનદાર કેપ્ટનશિપ કરી હતી અને 87 મેચ જીતી હતી. જ્યારે 67 મેચમાં હાર અને 4 મેચ ટાઈ રહી. વિરાટની જીતની ટકાવારી 48.56 હતી. આઈપીએલમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. જ્યારે ધોની (133) પહેલા અને રોહિત શર્મા (87) બીજા નંબર પર છે.