IND Vs AFG: T20માં આ ખેલાડી જ કરશે કેપ્ટનશિપ, જાણો ક્યારે થશે ટીમનું એલાન.

IND Vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 થી 17 જાન્યુઆરી દરમિયાન ત્રણ મેચની T20 શ્રેણી રમવામાં આવશે. રોહિત શર્મા કેપ્ટનશીપ કરે તેવી સંભાવનાઓ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • રોહિત શર્મા કરશે T20ની કેપ્ટનશીપ
  • BCCIની પ્રથમ પસંદગી રોહિત શર્મા
  • અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમની જાહેરાત

T20માં આ ખેલાડી જ કરશે કેપ્ટનશિપ – IND Vs AFG

દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ ભારતીય ટીમ T20 શ્રેણીમાં અફઘાનિસ્તાન સામે મેચ રમશે. આ શ્રેણી 11 થી 17 જાન્યુઆરી દરમિયાન રમવામાં આવશે. આ શ્રેણીનું આયોજન ભારતમાં થશે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કોણ કરશે? આ સાથે ટીમ ઈન્ડિયાની ટીમ ક્યારે જાહેર થશે તે માહિતી સામે આવી છે.

રોહિત શર્મા કરશે T20ની કેપ્ટનશીપ

અહેવાલો મુજબ હાલ હાર્દિક પંડયા અને સુર્ય કુમાર યાદવ બીમાર છે. આ સમયે રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે પરત ફરવાની સારી તક છે. જ્યારે રોહિત શર્મા T20 વિશ્વ કપ 2022થી આ ફોર્મેટ રમ્યો જ નથી. અહેવાલો મુજબ T20 વિશ્વ કપ 2024ની કેપ્ટનશીપ માટે BCCIની પ્રથમ પસંદગી રોહિત શર્મા છે. હાલ આ દાવો થઈ રહ્યો છે.-IND Vs AFG

આ પણ વાંચો:  તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે આ ભૂલ ક્યારે ન કરો, ભલે તે Android ફોન હોય કે પછી iphone દરેકને માટે

ક્યારે થશે ટીમની જાહેરાત

11 જાન્યુઆરીથી શ્રેણીની શરૂઆત થવાની છે. ભારતીય ટીમ 3 થી 7 જાન્યુઆરી વચ્ચે કેપ ટાઉનની અંદર બીજો મેચ રમશે. એક માહિતી મુજબ 2 જાન્યુઆરીનાં રોજ BCCIની બેઠક દિલ્લી યોજાશે. ત્યારબાદ 3 થી 7 તારીખની વચ્ચે અફઘાનિસ્તાન શ્રેણી માટે ટીમની જાહેરાત થઈ શકે છે. એવા પણ અહેવાલો છે કે મુખ્ય પસંદગીકાર વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ટી20 અને ટી20 વર્લ્ડ કપમાં રમવાના નિર્ણય અંગે પણ વાત કરી શકે છે.

અફઘાનિસ્તાન શ્રેણી માટે સંભવિત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, ઈશાન કિશન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર/રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.