Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો? આ કારણથી ચૂંટણી પહેલા થશે વધારો.

Petrol-Diesel Price: લાલ સાગરમાં હૂતિઓ દ્વારા થયેલા હૂમલાની અસર ભારત જેવા અનેક દેશો પર પડશે. તણાવને લીધે તેલની કિંમતમાં 10-20 ડોલરનો વધારો થઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Petrol-Diesel ના ભાવમાં થશે વધારો?

વિશ્વ આર્થિક મંચનાં અધ્યક્ષ બોર્ગે બ્રેંડેએ કહ્યું યમનનાં હૂતી વિદ્રોહીઓ દ્વારા વ્યાપારિક જહાજો પર વાંરવાર કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે લાલ સાગરમાં તણાવ જારી છે. જેની વૈશ્વિક સપ્લાય ચેન પર નકારાત્મક અસર પડી રહી છે. હવે શક્ય છે કે ભારત જેવા તેલ આયાત કરતાં દેશો માટે તેલની કિંમતમાં 10-20 ડોલરનો વધારો થઈ શકે છે. લાલ સાગરનાં તણાવની અસર ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થા પર પડી રહી છે.

એક મીડિયા સંસ્થા સાથેની વાતચીત દરમિયાન બોર્ગે બ્રેંડે કહ્યું કે સ્વેજ નહેર બંધ થવાથી વૈશ્વિક સપ્લાય ચેનને નુક્સાન થશે જેથી શક્ય છે કે હૂતિ હુમલો ટૂંક સમયમાં બંધ થઈ જાય. તેમણે કહ્યું કે વ્યાપર વૃદ્ધઇ છેલ્લાં વર્ષનાં 2.3%ની સરખામણીએ ઘટીને 0.8% થઈ છે. જો કે શક્ય છે કે લાલ સાગર સંકટને લીધે આ વર્ષે વૈશ્વિક વેપારમાં થોડો ઊછાળો જોવા મળે..

તેમણે કહ્યું કે જો આપણે લાલ સાગરને બંધ કરી દઈએ છીએ તો તેની નકારાત્મક અસર પડવામાં સમય નહીં લાગે. તથ્ય તો એ છે કે સ્વેજ નહેરને અઠવાડિયાઓ માટે બંધ કરવાથી વૈશ્વિક સપ્લાય ચેન પર ઘણી માઠી અસર પડશે. જેથી આ તણાવે લીધે ઘણી બધી વસ્તુઓ દાવ પર છે. આપણે એ પણ જાણીએ છીએ કે તેની અસર તેલની કિંમતો પર પણ થાય છે. ઉદાહરણ તરીકે ભારત જેવા તેલ આયાત કરતાં દેશો પર તેલની કિંમતમાં 10-20 ડોલરનો વધારો થશે જેની અર્થવ્યવસ્થા પર પણ ખરાબ અસર થશે. તેથી હું આશા રાખું છું કે આ તણાવ આગળ ન વધે અને થોડા દિવસોમાં લાલ સાગરમાં શિપિંગ સામાન્ય રૂપે ફરી શરૂ થઈ જાય.

બોર્ડેએ ભારતીય અર્થવ્યવસ્થા વિશે આશા વ્યક્ત કરતાં કહ્યું કે દેશમાં આ વર્ષે 8% ના દરે અર્થવ્યવસ્થા વધી શકે છે. તેમણે કહ્યું કે આવનારાં દશકામાં આપણે આવનારાં 2 દશકાઓમાં ઓછામાં ઓછી 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા વિશે વાત કરી શકીએ છીએ. ભારતનાં વિકાસ અંગે વાક કરતાં WEF પ્રમુખે કહ્યું કે દેશની ડિજિટલ અર્થવ્યવસ્થા અન્ય અર્થવ્યવસ્થાની તુલનામાં બેગણી તેજીની સાથે વધી રહી છે. બ્રેંડેએ કહ્યું કે ડિજિટલ અર્થવ્યવસ્થા અને સેવાઓના નિકાસનાં કારણે ભારત આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે શિક્ષણ, વિત્ત પોષણ અને અન્ય જરૂરી સુધારો ચાલુ રાખવા પડશે. મને લાગે છે કે આ તમામ ચીજોની સમજ નવી દિલ્હીમાં છે.

આ પણ વાચો: ગુજરાતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ 5 મોટા એલાન કર્યા, કહ્યું ગુજરાતીઓના સપના સાકાર કરીશું

બ્રેંડેએ કહ્યું કે WEFએ આ વર્ષે 2.9% આર્થિક વૃદ્ધિનું અનુમાન લગાડ્યું છે પણ આશા છે કે આ આંકડો ટૂંક જ સમયમાં 3%થી ઉપર જઈ શકે છે. તેમણે કહ્યું કે આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે અનેક અર્થશાસ્ત્રીઓએ અમેરિકામાં મંદીની આશંકા જણાવી છે. આ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જે ઘરેલૂ ઉત્પાદનની કુલ 25% માલિકી ધરાવે છે. તેમણે કહ્યું કે મને લાગે છે જો વ્યાપાર ફરીથી વધે છે તો ભારતને 2025માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં થોડી વધારે મદદ મળે છે.