Vibrant Gujarat 2024: ગુજરાતની ઓળખ સમા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ સમિટ 10 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે. આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગુજરાત માટે 5 મોટા એલાન કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ ઘણી મોટી જાહેરાતો કરતાં કહ્યું કે, રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં તેનું રોકાણ ચાલુ રાખશે. આ સાથે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્ષ ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ 5 મોટા એલાન કર્યા, – Vibrant Gujarat 2024
અંબાણીએ ઘણી મોટી જાહેરાતો કરતાં કહ્યું કે, રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં તેનું રોકાણ ચાલુ રાખશે
- વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન
- વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ 5 મોટા એલાન કર્યા
- જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્ષ ખોલવાની જાહેરાત
- Reliacne કંપની ભવિષ્યમાં પણ ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે
જાણો શું છે અંબાણીનો પ્લાન ?- Vibrant Gujarat 2024
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અનેક મોટી જાહેરાત કરી છે. ખાસ કરીને અંબાણીએ જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્ષ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં 2024માં ગ્રીન કોમ્પ્લેક્સ શરૂ કરવાની યોજના છે. આનાથી મોટી સંખ્યામાં ગ્રીન જોબ્સનું સર્જન થશે અને ગ્રીન પ્રોડક્ટ્સ અને મટિરિયલ્સ પૂરા પાડવામાં આવશે. ગુજરાત ગ્રીન પ્રોડક્ટ્સનું અગ્રણી નિકાસકાર પણ બનશે
મુકેશ અંબાણીએ કર્યા 5 મોટા એલાન
- Reliacne કંપની ભવિષ્યમાં પણ ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. ગુજરાતને 2030 સુધીમાં તેની અડધી ગ્રીન એનર્જીની જરૂરિયાતો હાંસલ કરવામાં મદદ કરશે.
- રિલાયન્સ જિયોએ વિશ્વભરમાં 5Gનું ઝડપી રોલઆઉટ પૂર્ણ કર્યું છે. 5G AI ગુજરાતમાં નોકરીઓનું સર્જન કરશે, જેનાથી યુવાનોને ઘણો ફાયદો થશે.
- રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ઓલિમ્પિક માટે શિક્ષણ અને રમતગમતના માળખામાં સુધારો કરશે.
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં ગોળાકાર અર્થતંત્ર માટે ભારતના પ્રથમ કાર્બન ફાઈબરની સ્થાપના કરી રહી છે. હજીરામાં વિશ્વ કક્ષાની કાર્બન ફાઈબર સુવિધાની સ્થાપના સાથે તેની શરૂઆત થઈ છે.
- રિલાયન્સ રિટેલ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ગુજરાતમાં લાવશે અને ખેડૂતોને ટેકો આપશે. આ સાથે રિલાયન્સ રિટેલ તેના ગ્રાહકોને હંમેશા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતા પર કામ કરવાનું ચાલુ રાખશે
આ પણ વાંચો: 26 જાન્યુઆરીના રોજ પરેડમાં કોણ ભાગ લઈ શકે છે? જાણો સંપુર્ણ મહિતી
ગુજરાતીઓના સપના સાકાર કરશે રિલાયન્સ
આ સિવાય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કાર્યસ્થળ ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સે લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાં ક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, રિલાયન્સ 7 કરોડ ગુજરાતીઓના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં.