OnePlus 12 Mobile: જો તમે નવો મોબાઇલ લેવાનો વિચારી રહ્યા છો તો ભારાતનો સૌથી બેસ્ટ મોબાઈલ લોન્ચ, જાણો કિંમત કેટલી છે

OnePlus 12 Mobile: ચાઈનીઝ સ્માર્ટફોન કંપની OnePlus દ્વારા ભારતમાં સ્મૂથ બિયોન્ડ બિલીઝ ઈવેન્ટમાં OnePlus 12 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ આ લોન્ચ પહેલા જ કહ્યું હતું કે ફ્લેગશિપ OnePlus 12, મિડ રેન્જ ફ્લેગશિપ OnePlus 12R અને OnePlus Buds 3 TWS આ ઈવેન્ટ દરમિયાન ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે નવો મોબાઇલ લેવાનો વિચારી રહ્યા છો તો ભારાતનો સૌથી બેસ્ટ મોબાઈલ લોન્ચ – OnePlus 12 Mobile

OnePlus 12 અને OnePlus 12R સ્માર્ટફોન ProXDR ડિસ્પ્લે ધરાવે છે. કંપનીનો દાવો છે કે આ ડિસ્પ્લે વધુ ક્લિયર વિઝ્યુઅલ્સ, વધુ બ્રાઈટનેસ અને અલ્ટ્રા સ્મૂથ સ્ક્રોલિંગ ફેસિલિટી આપે છે. જ્યારે OnePlus 12માં એક્વા ટચ ફીચર છે, જે ચોમાસામાં પણ સ્માર્ટફોનના યુઝને ઈઝી બનાવે છે.

OnePlus 12માં 50 MP Sony LTY 808 સેન્સર છે. કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે આ ફોનમાં પ્રાઈમરી કેમેરા સેન્સર 50 MP, 64 MP 3x ટેલિફોટો લેન્સ અને 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ મળે છે. જ્યારે પ્રાઈમરી અને ટેલિફોટો લેન્સમાં OIS અને EIS સપોર્ટ મળે છે. જ્યારે અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ EIS સપોર્ટ ધરાવે છે. OnePlusએ OnePlus 12માં ગેમિંગનો શાનદાર એક્સપીરિયન્સ મળે તે માટે પોતના ટ્રિનિટી એન્જિન ક્ષમતાને વધુ પ્રમોટ કર્યું છે. વનપ્લસના કહેવા પ્રમાણે OnePlus 12માં બધી ગેમ્સ 120 હર્ટ્ઝમાં રમી શકાશે.

OnePlus 12 Mobile માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે OnePlus 12 Adreno 750 GPUને કારણે આ લેટેસ્ટ ફ્લેગશિપ ફોનમાં કન્સોલ લેવલનો ગેમિંગ એક્સિપીરિયન્સ મળશે. તો કંપનીએ એ પણ જાહેરાત કરી છે કે OnePlus 12 મલ્ટી મોડેલિટી જેન એઆઈ મોડેલને સપોર્ટ કરનાર પેહલો ફોન છે. કનેક્ટવિટી વધારે સારી કરવા માટે આ ફોનમાં ઉંધી બાજુ એલર્ટ સ્લાઈડર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: તમારા મોબાઇલની મદદથી 5 મિનિટમાં જમીન માપણી કરો, અહીથી વધુ માહિતી મેળવો

OnePlus 12 Mobile Future

OnePlus 12 માં તમને 5,400 mAhની બેટરી મળે છે, જે 80 વૉટના સુપરવૂક ચાર્જર દ્વારા સુપરફાસ્ટ ગતિથી ચાર્જ થાય છે. જ્યારે OnePlus 12Rમાં 4th જનરેશનની LTPO ડિસ્પ્લે આપવામાં આવી છે, જે વનપ્લસના ડિવાઈસમાં પહેલીવાર છે. OnePlus 12R સ્નેપડ્રેગન 8 જેન 2 ચિપસેટ પર બેઝ્ડ છે, જેમાં પણ સુપરવૂક ચાર્જિંગ સપોર્ટ સાથે 5,500 mAhની બેટરી મળે છે.

OnePlus 12 5જી સ્માર્ટફોનમાં 12 જીબી રેમ અ 256 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 64,999 રૂપિયા નક્કી કરી છે. જ્યારે 16 જીબી રેમ અ 512 જીબી સ્ટોરેજ મોડેલ 69,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોન ફ્લોવી એમરલ્ડ અને સિલ્કી બ્લેક કલર ઓપ્શનમાં મળશે. યુઝર્સ 30 જાન્યુઆરીથી આ ફોન ઓર્ડર કરી શક્શે. જો OnePlus 12R 5જીની વાત કરીએ તો આ ફોનની કિંમત 39,999 રૂપિયાથી શરૂ થાય છે, જે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત છે. જ્યારે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 45,999 રૂપિયા રખાઈ છે.