Mercury planet life: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સૂર્યની સૌથી નજીકના ગ્રહ બુધને લઈને એક મહત્વનો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી એવુ માનવામાં આવતું હતું કે બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક હોવાને કારણે અહીં અતિશય ગરમી પડતી હશે જેના લીધે બુધ ગ્રહ પર માનવજીવન શક્ય નથી. પરંતુ, હવે નાસાએ એક ચોકાવનારો દાવો કર્યો છે કે બુધ ગ્રહ પર માનવ જીવનની સંભાવના (Mercury planet life)હોઈ શકે છે. તાજેતરમાં કરવામાં આવેલી એક મોટી શોધ આધારિત નાસાનો આ દાવો કર્યો છે. શુ છે આ મામલો ચાલો જાણીએ આ લેખમા.
Mercury planet life: મીઠાની હિમનદીઓ મળી
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના સોલર સિસ્ટમ વર્કિંગ હેઠળ બુધ ગ્રહનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે બુધ ગ્રહના ધ્રુવીય પ્રદેશોમાં મીઠાના ગ્લેશિયર હોવાના અસ્તિત્વના પુરાવા મળ્યા છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ ગ્લેશિયર જીવન ટકાવી શકે છે. આ હિમનદીઓ ધ્રુવીય પ્રદેશોની નીચે કેટલાંક માઈલ સુધી અસ્તિત્વમાં હોઈ શકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેમાં સંભવિતપણે રહેવા યોગ્ય સ્થળો હોય છે. તેનુ વાતાવરણ પૃથ્વીના વાતાવરણ જેવું જ છે.
શું ફાયદો થશે?
ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડમાં જીવનના અભ્યાસમાં એક નવો મોરચો ખુલશે જો વૈજ્ઞાનિકોની આ હિમનદીઓની શોધ સાચી ઠરશે તો. આ એ પણ સૂચવે છે કે સૌરમંડળના આત્યંતિક વાતાવરણમાં જીવન અસ્તિત્વમાં હોઈ શકે છે. તેનાથી આપણી આકાશગંગામાં બુધ જેવા ગ્રહોની શોધ થઈ રહી છે જે સંભવિતપણે રહેવા યોગ્ય બનાવે છે. આજદિન સુધી એવું માનવામાં આવતું હતું કે બુધ ગ્રહ સૂર્યની ખુબ નજીક હોવાને કારણે બુધ (Mercury planet life) ગ્રહ પર માનવજીવન અશક્ય છે.
ગ્લેશિયર્સ પૃથ્વીથી અલગ છે
અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે બુધ ગ્રહ પર જે ગ્લેશિયર હોવાનું માનવામાં આવે છે તે પૃથ્વીના ગ્લેશિયર જેવા નથી. તેમના મત મુજબ આ ગ્લેશિયર મીઠાના પ્રવાહમાંથી ઉદ્દભવ્યા છે અને તેઓ બુધ ગ્રહની સપાટીની નીચેથી આવે છે. આવા ગ્લેશિયર્સ એસ્ટરોઇડ સ્ટ્રાઇક દ્વારા જ દેખાય છે. તમને જણાવી દઈએ કે પૃથ્વી પર મીઠાના સંયોજનો ડેડ ઝોનમાં રહેવા યોગ્ય જગ્યાઓ બનાવી શકે છે.