Visa Free Entry: હવે શ્રીલંકા, થાઇલેન્ડ બાદ વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી એન્ટ્રી, 30 દિવસ સુધી મળશે મફતમાં ફરવાનો મોકો તો રાહ શેની?

Visa Free Entry: હવે શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની (Visa Free Entry) સુવિધા આપી છે, હવે કોઈપણ ભારતીયને 30 દિવસ માટે મલેશિયા જવુ હોય તો તે માટે વિઝાની જરૂર પડશે નહીં.હવે શ્રીલંકા, થાઇલેન્ડ બાદ વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી એન્ટ્રી, 30 દિવસ સુધી મળશે મફતમાં ફરવાનો મોકો તો રાહ શેની? તો અત્યારેજ જાણો આ પોસ્ટથી અને મફતમાં મેળવો ફરવાનો મોકો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

શ્રીલંકા, થાઇલેન્ડ બાદ વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી એન્ટ્રી, 30 દિવસ સુધી મળશે મફતમાં ફરવાનો મોકો

Visa Free Entry

Visa Free Entry: મલેશિયામાં ભારતીયને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે

  • મલેશિયાએ રવિવારે જાહેરાત કરી છે કે હવે ભારતના લોકોને મલેશિયામા 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ (Visa Free Entry) આપવામાં આવશે. એટલે કે હવે કોઈપણ ભારતીય 30 દિવસ સુધી મલેશિયા વિઝા વગર જઈ શકશે. મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે જણાવ્યુ છે કે ભારતના લોકો પર એ જ નિયમો લાગુ થશે જે નિયમો ચીનના નાગરિકોને લાગુ પડે છે.

આ પણ વાંચો: દુનિયાના આ શહેરમાં માત્ર 24 કલાક માટે જ માન્ય ગણાય છે લગ્ન, કારણ જાણીને આશ્ચર્ય થશે

શ્રીલંકા અને થાઈલેન્ડ પછી વિઝા ફ્રી ટ્રાવેલ આપનાર મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ

  • તમને વધુમા જણાવી દઈએ કે શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી (Visa Free Entry) ટ્રાવેલની સુવિધા આપી છે. આ પહેલા મલેશિયાએ સાઉદી અરેબિયા, કુવૈત, બહેરિન, યુએઈ, તુર્કી, ઈરાન, અને જોર્ડનને આ સુવિધા આપી છે. મહત્વની બાબત એ છે કે આ બધા મુસ્લિમ દેશો છે.
  • મલેશિયાના વડાપ્રધાને જણાવ્યુ છે કે ભારત અને ચીનના નાગરિકોને સુરક્ષા મંજૂરી પછી જ વિઝા મુક્તિ મળશે.જે લોકોનો ક્રાઈમ રેકોર્ડ હોય અથવા તો જેમને હિંસાનો ડર હોય તેમને વિઝા વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. વડાપ્રધાને કહ્યું કે મલેશિયાના ગૃહમંત્રી સૈફુદ્દીન ઈસ્માઈલ વિઝા ફ્રી એન્ટ્રી અને છૂટ બાબતે તમામ વિગતો જાહેર કરશે.મહત્વનું છે કે ચીને પણ મલેશિયા માટે વિઝા ફ્રી પોલિસીની જાહેરાત કરી છે.જો કે, તે 1 ડિસેમ્બર, 2023 થી 30 નવેમ્બર, 2024 સુધી જ લાગુ થશે.

મલેશિયા દ્વારા ભારત સાથેના સંબંધોને લઈને પણ મોટી વાત કહેવામાં આવી

  • મલેશિયાએ ભારત સાથેના પોતાના સંબંધોને લઈને પણ મોટી વાત કહી છે. મલેશિયાના વડાપ્રધાને કહ્યું કે દરેક મોરચે અમારા માટે ભારતનો સહયોગખુબ જ જરૂરી છે. ASEAN-ઈન્ડિયા મીડિયા એક્સચેન્જ પ્રોગ્રામ દરમિયાન, મલેશિયામાં ભારતના હાઈ કમિશનર બીએન રેડ્ડીએ કહ્યું કે ભારતના મલેશિયા સાથેના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે. ભારતના અને મલેશિયા બંને દેશોને સકારાત્મક દિશામાં આગળ વધવાની જરૂર છે. બંને દેશોના રાજકીય સંબંધોને 65 વર્ષ પૂરા થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2015માં મલેશિયાની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

Official Announcement: See here

  • ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં ફ્રી એન્ટ્રી મળશે. મલેશિયા આર્થિક વિકાસને ટેકો આપવા અને પ્રવાસન વધારવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે વિયેતનામ પણ ભારતના લોકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી શકે છે. હાલમાં તેણે જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ માટે તેની જાહેરાત કરી છે.