Medical Research News: તાજેતરમાં મેડિકલ રિસર્ચમાં આ દવાની શોધ કરાઇ છે જેનાથી લાખો દર્દીઓને ફાયદો થશે. અને કેન્સર જેવા ગંભીર રોગ સામે લડવાની ક્ષમતા વધશે. આ દવા તૈયાર કરીને ભારતે મોટી જીત હાંસલ કરી છે. જાણો શું છે આ મોટી સિદ્ધિ. કેન્સરના દર્દીઓ માટે પ્રથમ સિરપ ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. આ કામમાં આખરે સફળતા મેળવી છે. તેને પ્રીવેલ નામ આપવામાં આવ્યું છે. ત્યારે લોકોને આ અંગે ઘણા સવાલો છે કે, શું આ સિરપની તૈયારી પીડાદાયક કીમોથેરાપીથી રાહત આપશે?
હવે ભારતમાં પણ કેન્સરની સિરપ થઈ તૈયાર, ભારત પણ કેન્સર સામે લડવા માટે તૈયાર, આરોગ્ય ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ- Medical Research News
India made first Cancer syrup named Prevall: ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સીરપ તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે. તેનું નામ પ્રીવેલ રખાયું છે. શું આ કફ સીરપ બની જવાથી અત્યંત પીડાદાયક કીમોથેરેપીથી મુક્તિ મળી જશે? એ એક મોટો સવાલ છે. તો મિત્રો હવે મહત્વનુ એ છે કે ભારતમાં કેન્સરના દર્દીઓ માટે ઓરલ સસ્પેન્શન ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેઈનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર (ACTREC) એ કેન્સરના દર્દીઓની સારવાર માટે ભારતનું પ્રથમ સિરપ અને તે પણ ઓરલ સસ્પેન્શન તૈયાર કરવામાં સફળતા મેળવી છે.
કીમોથેરાપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યુરીન અથવા 6-MP)ને ‘પ્રીવલ’ નામ આપવામાં આવ્યું છે. મહત્વનુ છે કે IDRS લેબ્સમાં ACTREC ના ડૉક્ટરોએ, બેંગ્લોરના સહયોગથી આ દવા તૈયાર કરી છે.
બાળકોમાં કેન્સરની સારવાર માટે વધુ યોગ્ય- Medical Research News Cancer syrup
કેન્સરની સારવાર : મર્કપ્ટોપ્યુરિનનો ઉપયોગ મોટાભાગે તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. તે એન્ટિમેટાબોલિટ નામની દવાઓના વર્ગ સાથે સંબંધિત છે જે કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.
આ બાબતે વધુમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના પીડિયાટ્રિક ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. ગિરીશ ચિન્નાસ્વામીએ માહિતી આપી હતી કે પ્રિવેલની શરૂઆત એ એક મોટી પ્રગતિ છે જે વધુ બાળ-મૈત્રીપૂર્ણ છે. હાલમાં બાળકોને પીસેલી ગોળીઓ આપવી પડે છે. પ્રીવેલને ડ્રગ રેગ્યુલેટર CDSCO તરફથી મંજૂરી મળી છે.
ભારતમાં કેન્સરની પહેલી સીરપ તૈયાર, કીમોથેરેપીની પીડાથી અપાવશે મુક્તિ તો જાણો કોણે શોધી આ સીરપ અને કિંમત છે એની કેટલી?
પ્રીવેલને દવા નિયામક CDSCO દ્વારા માન્યતા મળી, લોકોને નસ દ્વારા અપાતી કીમોથેરેપીથી મુક્તિ મળી શકે છે
ACTRECના ડૉક્ટરોએ બેંગ્લુરુની IDRS લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી
કોણે તૈયાર કરી ભારતમાં પણ કેન્સરની આ સીરપ તૈયાર ?
Medical Research News Cancer syrup – ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (ACTREC) એ કેન્સર દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સીરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી હતી. કીમોથેરેપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યૂરિન કે પછી 6-MP) નું નામ પ્રીવેલ (PREVALL) રખાયું છે. ACTRECના ડૉક્ટરોએ બેંગ્લુરુની IDRS લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે. ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબલેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે
પ્રથમ વખત કીમોથેરેપી ક્યારે અપાઈ હતી?
કેન્સરની સારવાર: આપણે જ્યારે કેન્સરની સારવાર વિશે વિચારીએ છીએ તો પહેલી વસ્તુ ધ્યાનમાં આવે છે એ છે કીમોથેરેપી. કેન્સરમાં કીમોથેરેપી ફરજિયાત રીતે આપવામાં આવતી એક સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોને ઝડપથી નષ્ટ કરાય છે. કીમોથેરેપીમાં સામાન્ય રીતે રેડિયોથેરેપી, સર્જરીથી ટ્યુમરને હટાવવા, લક્ષિત દવાઓ વગેરે સામેલ છે. કીમો મોટાભાગે ઈન્ટ્રાવેનસ (નસના માધ્યમથી લોહીમાં) ઈન્જેક્શન તરીકે અને ક્યારેક ક્યારેક મોં વાટે લેવાતી દવાઓ તરીકે અપાય છે. કેન્સરની સારવાર માટે પહેલીવાર 1940માં કીમોથેરેપી અપાઈ હતી. હવે નવી સીરપ મળી જતાં લોકોને નસ દ્વારા અપાતી કીમોથેરેપીથી મુક્તિ મળી શકે છે. એટલે કે હવે તેમાં પીડા કે અસહજતાની સ્થિતિ પેદા નહીં થાય. હજુ તેની કિંમત જાહેર કરાઈ નથી પણ અપેક્ષા મુજબ તેની કિંમત ઓછી હશે.