પેટ્રોલ-ડીઝલનો વધતા ભાવમાં કાર લેવાનું વિચારી રહ્યાં છો તો જાણીલો દેશમાં ચોંકાવનારી વાત તો એ છે કે, ડીઝલની કિંમત પણ પેટ્રોલ જેટલી થઈ ગઈ છે. બંનેની કિંમતમાં માત્ર 7 રૂપિયાનું અંતર રહ્યું છે. હવે માત્ર 7 રૂપિયાના અંતર દરમિયાન શું ડીઝલ કાર ખરીદવી યોગ્ય નિર્ણય છે? જો ના, તો પેટ્રોલ કાર લેવી જોઈએ કે અન્ય કોઈ ઓપ્શન પણ છે તો હવે પેટ્રોલ-ડીઝલનો વધતા ભાવમાં, હવે એવરેજ અને મેન્ટેનન્સમાં કઈ ગાડી/બાઇક સારી અને ઇ-કાર/બાઇક ખરીદવી કે કેમ અને એ પણ કઇ ગાડી/બાઇક ખરીદવી પેટ્રોલ, ડીઝલ કે પછી ઇલેક્ટ્રીક એના વિશે આપણે જાણકારી મેળવીશું ? તો જાણીલો અમે તમને આ સમજાવવાનાં પ્રયત્નો કરી રહ્યા છીએ…
પેટ્રોલ-ડીઝલનો વધતા ભાવમાં, હવે કઇ ગાડી/બાઇક ખરીદવી પેટ્રોલ, ડીઝલ કે પછી ઇલેક્ટ્રીક ? તો જાણીલો
જો તમે પણ તમારી બાઇકમાં દરરોજ 100 રૂપિયાનું પેટ્રોલ રેડવાની વાત પર પહોંચી ગયા છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હવે તમે ઇલેક્ટ્રોનિક સ્કૂટર ખરીદી શકો છો જેમાં તમને ખૂબ જ આકર્ષક ફીચર્સ જોવા મળશે. તમને તે ખૂબ જ પાવરફુલ રેન્જ સાથે મળશે. જો તમે પણ એક શાનદાર ઈલેક્ટ્રોનિક સ્કૂટર શોધી રહ્યા છો, તો અમારો લેખ વાંચતા રહો. અમે તમને ઈલેક્ટ્રોનિક સ્કૂટરમાં શું મળશે તે વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.
પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર, હવે એવરેજ અને મેન્ટેનન્સમાં કઈ ગાડી બેસ્ટ ઓપ્શન અને ઇ-કાર ખરીદવી કે નહીં? જાણો બધું જ- Electric Scooter
આજે અમે તમને Electric Scooter વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ, તમે આ ઈલેક્ટ્રોનિક સ્કૂટરમાં શું જોઈ શકો છો, તમે તેમાં કઈ કઈ વિશેષતાઓ જોઈ શકો છો, તેની સાથે તેની કિંમત શું છે અને તે તમને કેટલી રેન્જ આપી શકે છે. આજના લેખમાં તમને આ બધા પ્રશ્નોના જવાબો મળવાના છે. જો તમે પણ બધું જાણવા માંગતા હો, તો અમારો લેખ વાંચતા રહો. અમે તમને બધું જ સ્ટેપ બાય સ્ટેપ અને વિગતવાર જણાવીશું.
એક તરફ પેટ્રોલ પર દોડતા ટૂ-વ્હીલરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજીબાજુ ઇલેક્ટ્રિક વાહનોના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસ અગાઉ જ સરકારે ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વાહનો (FAME II) યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પરના GSTમાં ઘટાડો કર્યો છે. ત્યારબાદ આ સ્કૂટર્સના ભાવ ગગડી ગયા છે. આ સ્કૂટર્સની કિંમત 28 હજાર સુધી ઘટી ગઈ છે. અગાઉ ઇલેક્ટ્રિક વાહનો પરનો GST દર 12% હતો, જે હવે ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આનાથી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના ભાવમાં 28,000 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.
પેટ્રોલ ગાડી
ના માત્ર ભારત પણ સમગ્ર વિશ્વમાં મોટા ભાગે પેટ્રોલ કાર જ ચાલે છે. એક ધારણા છે કે જો સસ્તી, ઓછા મેન્ટેન્સ અને કારનો ઉપયોગ ઓછો હોય તો પેટ્રોલ કાર બેસ્ટ ઓપ્શન છે. પેટ્રોલ ભલે મોંઘુ થઈ ગયું પણ ડીઝલ કારની સરખામણીમાં પેટ્રોલ કારનું મેઈન્ટેનન્સ ઓછુ હોય છે. પેટ્રોલ કાર ડીઝલ કારની સરખામણીમાં પ્રદૂષણ ઓછુ કરે છે. આ સિવાય જો તમે દિલ્લી NCRમાં રહો છો તો આપ એક પેટ્રોલ કાર 15 વર્ષ ચલાવી શકો છો.
ડીઝલ ગાડી
પેટ્રોલ પછી અત્યાર સુધી ડીઝલ એન્જિનની કારનો વિકલ્પ હતો. નિષ્ણાતોનું કહેવું છે કે જો આપનું રનિંગ વધારે છે તો આપે પેટ્રલની જગ્યા પર ડીઝલ ગાડી ખરીદવી જોઈએ. કારણ કે સમગ્ર દેશમાં ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધારે હોય છે. અને પેટ્રોલની જેમ ડીઝલ પણ આસાનીથી ઉપ્લબ્ધ છે. ડીઝલ એન્જિનની કાર પેટ્રોલ એન્જીન કરતાં માઈલેજ પણ વધારે આપે છે. જોકે પેટ્રોલ કારની સરખામણીમાં ડીઝલ કારમાં કેટલાક નુકસાન પણ છે. દિલ્લી NCRમાં ડીઝલ કાર માત્ર 10 વર્ષ સુધી ચલાવી શકાશે. એટલે કે જો તમારી કારના 10 વર્ષ પૂણ થઈ ગયા પછી કારને સ્ક્રેપ કરવી પડી શકે છે. ડીઝલ કારનું મેઈન્ટેનન્સ પેટ્રોલ કાર કરતાં વધારે હોય છે. પાર્ટ્સ પણ મોંઘા મળે છે. અને હવે પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ લગભગ સરખો થઈ ગયો છે.
સીએનજી કાર
વિશ્વભરમાં વધતા પ્રદૂષણના કારણે સીએનજીનું વિકલ્પ સામે આવ્યું છે. સીએનજી કારથી પેટ્રોલ અને ડીઝલ કાર જેટલુ પ્રદૂષણ નથી થતું. પેટ્રોલ અને ડીઝલ કરતાં સીએનજી સસ્તુ પણ છે. સીએનજી કારના ફાયદા તો છે પણ કેટલાક નુકસાન પણ છે. કાર સીએનજી હોવાથી આપે ડેકીની જગ્યા ભૂલી જવી પડે. ડેકીમાં સીએનજીનું સિલિન્ડ આવી જાય છે. સીએનજી ભલે સસ્તુ છે પણ પેટ્રોલ અને ડીઝલની જેમ બધી જગ્યા પર આસાનીથી નથી મળતું. કેટલાક વર્ષોમાં સીએનજી સ્ટેશન ખુલી ગયા છે પણ લાઈન ખુબ લાંબી હોય છે. જો તમને કંપની ફિટ સીએનજી કાર લો છો તો તેમા પાર્ટ્સ સારા આવશે પરંતુ જો તમે બહારથી સીએનજી કિટ ફિટ કરાવો છો તો કેટલીક વખત મોટી તકલીફો ઉભી થતી હોય છે. સીએનજી કારમાં પેટ્રોલ કારની સરખામણીમાં તાકાત ઓછી હોય છે. જેથી પીકઅપમાં થોડો ફરક પડી જાય છે.
ઈલેક્ટ્રિક કાર
વાહનો સિવાય પણ પ્રદૂષણ ખુબ વધી રહ્યું છે. પ્રદૂષણને ઘટાડવા માટે ઈલેક્ટ્રિક વાહનો પર સરકાર ખુબ જોર આપે છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર સરકાર સબસિડી પણ આપે છે. ઈલેક્ટ્રિક કાર સામાન્ય કાર જેવી જ હોય છે પણ સામાન્ય કારમાં એન્જીન હોય છે અને અહીં મોટર મુકવામાં આવે છે. અને ફ્યૂલ ટેન્કની જગ્યા પર બેટરી મુકવામાં આવે છે. અન્ય કારની સરખામણીમાં ઈવી કાર ચલાવવાનો ખર્ચ ઓછો હોય છે. પરંતુ ઈવી કારમાં કેટલીક તકલીફ પણ છે. ઈવી કાર નિશ્ચિત કિલોમીટર સુધી જ ચાલી શકે છે. જે પછી ફરજિયાત ચાર્જિંગ કરવુ પડે. અને બેટરી કાર ચાર્જ કરવામાં સમય પણ લાગે છે. બધી જગ્યા પર ચાર્જિંગ સ્ટેશન પણ નથી મળતાં પરંતુ સરકાર ઈવી કાર માટે ખુબ તેજીથી કામ કરે છે.
તો ચાલો જાણીએ કે સબસિડીને કારણે સસ્તી થઈ ગયેલા ટોપ-5 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કયા છે?
TVS iQube
તેના ભાવમાં 11,250 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1,00,777 રૂપિયા (એક્સ શો રૂમ) થઈ ગઈ છે. જે અગાઉ 1,12,027 રૂપિયા હતી. TVSનું આ બેટરી સંચાલિત સ્કૂટર 4.4 kw ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે.
રિવોલ્ટ RV 400
રિવોલ્ટ મોટર્સ કંપનીની RV 400 ફર્સ્ટ ઇલેક્ટ્રિક બાઇક છે. RV 400 એ ટોપ વેરિઅન્ટ છે જ્યારે RV 300 એ બેઝ વેરિયન્ટ છે. કંપનીએ RV 400ની કિંમત લગભગ 28,200 રૂપિયા ઘટાડી છે. પહેલા રિવોલ્ટ RV 400 મોડેલની એક્સ શો રૂમ કિંમત 90,799 રૂપિયા હતી. જે હવે 62,599 થઈ જશે. કંપનીએ રિવોલ્ટ RV 400 બાઇકમાં 5kW ઇલેક્ટ્રિક મોટર આપી છે. તેમાં ત્રણ રાઇડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે – ઇકો, નોર્મલ અને સ્પોર્ટ વેરિઅન્ટ. રિવોલ્ટ RV 400 બાઇક સાથે કંપની 8 વર્ષ અથવા 1.5 લાખ કિમી સુધીની વોરંટી આપે છે.
ઓકિનાવા iPraise+
કંપનીએ ઓકિનાવા iPraise+ની કિંમત 1.15 લાખ રૂપિયા રાખી છે. પરંતુ તેમાં 7,200 રૂપિયાથી લઇને 17,900 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આને કારણે તેની કિંમત 107,800થી લઇને 97,100 થઈ ગઈ છે. કંપનીએ ગ્લોસી રેડ બ્લેક, ગ્લોસી ગોલ્ડન બ્લેક, ગ્લોસી સિલ્વર બ્લેક કલરમાં ઓકિનાવા iPraise+ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ માટે એક અલગ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી ઓકિનાવા ઇકો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. SOS નોટિફિકેશન સેફ્ટી ફીચર છે. તેનાથી ઇમર્જન્સી પરિસ્થિતિમાં લિસ્ટમાં સામેલ લોકોને મેસેજ અને ઇમેઇલ પહોંચી જશે. તેમજ, મોનિટરિંગ ફીચર દ્વારા રાઇડર બ્રેકિંગ, એક્સિલરેશન, ટર્ન્સ અને સ્પીડિંગનું નિરીક્ષણ કરી શકાય છે.
હીરો ફોટોન HX
હીરો ફોટોન HXની કિંમત 79,940 રૂપિયા હતી. સબસિડી મળ્યા બાદ તે 71,449 રૂપિયા થઈ ગઈ છે. આનાથી કિંમતમાં 12% સુધીનો ઘટાડો થયો છે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર, એન્ટિ-થેફ્ટ અલાર્મ સાથેનું રિમોટ લોક, કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ, LED લાઇટિંગ અને મોબાઇલ ફોન ચાર્જિંગ માટે USB પોર્ટ મળે છે.
હીરો ઓપ્ટિમા ER (ડબલ બેટરી)
હીરો ઓપ્ટિમા ERની કિંમત 78,640 રૂપિયા (એક્સ શો રૂમ) હતી. તેમાં સબસિડી બાદ ભાવમાં 33% ઘટાડો થયો છે. હવે તે 58,980 રૂપિયામાં ખરીદી મળશે.
ડ્યુઅલ લિથિયમ-આયન બેટરી આ સ્કૂટરમાં લગાવવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, સ્કૂટરમાંની બેટરી 5 વર્ષ સુધી ચાલશે. LED હેડલાઇટ, ડિજિટલ સ્પીડોમીટર, એલોય વ્હીલ્સ, ટેલિસ્કોપિક સસ્પેન્શન અને રિજનરેટિવ બ્રેકિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. હીરો ઓપ્ટિમા ER કોલેજ સ્ટૂડન્ટ્સ અને ઓફિસ જનારા લોકો માટે બનાવવામાં આવ્યું છે.