LPG Gas price: એલપીજીના ભાવમાં થયેલા આ ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટ જેવા કોમર્શિયલ એલપીજી વપરાશકારોને થોડી રાહત મળી છે. અગાઉ, કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ₹1796.50, મુંબઈમાં ₹1749, કોલકાતામાં ₹1908 અને ચેન્નાઈમાં ₹1968.50 હતી.
નવા વર્ષ પહેલા મોંઘવારીમાંથી રાહત, LPG સિલિન્ડર આજથી ₹39 સસ્તું થયુ, જાણો આજના નવા ભાવો હવે કેટલા થયા ?
કેન્દ્ર સરકારે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ ભેટ છે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹39.50નો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર ₹1757.50માં ઉપલબ્ધ થશે.જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતમાં ઘટાડો આજથી એટલે કે 22મી ડિસેમ્બરથી લાગુ થશે.
LPG Gas price
શહેર | આજનો દર | અગાઉનો દર |
દિલ્હી | 1757.00 | 1796.50 |
કોલકાતા | 1868.50 | 1908.00 |
મુંબઈ | 1710.00 | 1749.00 |
ચેન્નાઈ | 1929.00 | 1968.50 |
LPG ગેસના ભાવ ચેક કરવા માટે અહી ક્લિક કરો
એલપીજીની કિંમતમાં આ ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટ જેવા કોમર્શિયલ એલપીજી યુઝર્સને થોડી રાહત મળી છે. અગાઉ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1796.50 રૂપિયા, મુંબઈમાં 1749 રૂપિયા, કોલકાતામાં 1908 રૂપિયા અને ચેન્નાઈમાં 1968.50 રૂપિયા હતી. 39.50 રૂપિયાના ભાવ ઘટાડા બાદ કોમર્શિયલ સિલિન્ડર હવે કોલકાતામાં 1869 રૂપિયા, મુંબઈમાં 1710 રૂપિયા અને ચેન્નાઈમાં 1929.50 રૂપિયામાં મળશે.-LPG Gas price
આ પણ વાંચો: આધાર કાર્ડમાં કેટલી વાર બદલી શકાશે જન્મતારીખ અને નામ-સરનામું, આ નિયમો 90 ટકા લોકો જાણતા જ નહીં હોય
નવેમ્બરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹57નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ દર મહિને વધઘટ થઈ રહી છે. આ પહેલા જો 1 ડિસેમ્બરના રોજ 19 કિલોના એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો ઓગસ્ટથી તેના દરમાં કોઈ ફેરફાર થયો નથી.