Aadhaar Rules: આધાર કાર્ડમાં કેટલી વાર બદલી શકાશે જન્મતારીખ અને નામ-સરનામું, આ નિયમો 90 ટકા લોકો જાણતા જ નહીં હોય

Aadhaar Rules: આધાર કાર્ડ એ ભારતના લોકોની એક આગવી ઓળખ છે, તેના વિના સરકારી યોજનાઓનો લાભ લેવો, કોલેજમાં એડમિશન લેવું, બેંક ખાતું ખોલાવવું, લોન માટે અરજી કરવી કે મકાન ખરીદવું જેવા કામો કરવા અશક્ય છે. જો તમારા આધાર કાર્ડમાં ખોટી માહિતી દાખલ કરવામાં આવી છે, તો તમારું કામ અધવચ્ચે જ અટકી શકે છે. પછી તે જન્મ તારીખ હોય કે તમારું નામ બદલવું, ભારત સરકારે દરેક માટે કેટલાક (Aadhaar Rules)નિયમો બનાવેલા છે. તમે તમારી માહિતી વારંવાર બદલી શકતા નથી તેની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે તમારા આધાર કાર્ડમાં તમારી જન્મ તારીખ અથવા તમારું નામમા સુધારા વધારા કરાવા માંગો છો, તો અમે તમને આ લેખમા તેના માટેના શુ નિયમો છે (Aadhaar Rules)તેના વિશે જણાવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આધાર કાર્ડમાં કેટલી વાર બદલી શકાશે જન્મતારીખ અને નામ-સરનામું જાણૉ

Aadhaar Rules

Aadhaar Rules: નામ અને જન્મ તારીખ કેટલી વખત બદલી શકાય?

  • આધાર કાર્ડ ધારક તેના જીવનમાં માત્ર બે વાર તેનું નામ બદલી શકે છે. આધાર કાર્ડ ધારક તેના જન્મતારીખમાં ફેરફાર જીવનમાં માત્ર બે વાર જ કરી શકાય છે. આધાર કાર્ડ ધારકને આધારકાર્ડમાં લિંક અપડેટ કરવાની સુવિધા ફક્ત એક જ વાર આપવામાં આવે છે. UIDAI દ્રારા આ બધી માહિતી અપડેટ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: આધાર કાર્ડ લઇને આવી નવી અપડેટ આ તારીખ સુધી પતાવી લો આ કામ, નહિતર ચુકવવો પડશે હવે ચાર્જ જાણૉ

આધાર કાર્ડમાં નામ બદલવા માટે કેવી રીતે અરજી કરવી?

  • આધાર કાર્ડ ધારક આધાર કાર્ડમાં પોતાનું નામ બદલવા માંગે છે, તો સૌ પ્રથમ તમે UIDAIની ઓફીશિયલ વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ અને તમારા મોબાઈલ નંબરની મદદથી લોગિન કરો. આ પછી તમારે આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો. ત્યારપછી આધાર કાર્ડમાં નોંધાયેલા નંબર પર એક OTP આવશે. ત્યારબાદ Proceed to Update Aadhaar પર ક્લિક કરો. નવું પેજ ખુલ્યાબાદ, નામ બદલવાનો વિકલ્પ પર ક્લિક કરો અને તમારા જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો ત્યારબાદ સબમિટ કરો અને મોકલો OTP વિકલ્પ પસંદ કરો. આ પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. OTP દાખલ કર્યા પછી એપ્લિકેશન પ્રક્રિયા પુરી થશે.

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર આધાર કાર્ડમાં કોઈ ફેરફાર થશે નહીં

  • જો તમારે તમારા આધાર કાર્ડમાં કોઈપણ માહિતી અપડેટ કરવી હોય તો આધાર કાર્ડમાં સાચો મોબાઈલ નંબર હોવો જરૂરી છે. તમારા આધાર કાર્ડમાં ફેરફાર કરતી વખતે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામા આવશે. આ OTP દાખલ કર્યા પછી જ તમે, તમારુ નામ, સરનામું વગેરે જેવી કોઈપણ માહિતી અપડેટ કરી શકશો.

અગત્યની લિંક

આધાર કાર્ડ સુધારણા અંગેની સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
આવી આધાર કાર્ડને સંલગ્ન વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

આધાર કાર્ડ સુધારણા નિયમો અંગે ?

આધાર કાર્ડ સુધારણા નિયમોનુસાર, વ્યક્તિ તેના આધાર કાર્ડમાં નામ તેના જીવનમાં ફક્ત બે વાર બદલી શકે છે. જન્મતારીખ સંબંધિત સમાન નિયમ એ છે કે, તે જીવનકાળમાં માત્ર બે વાર અપડેટ કરી શકાય છે. આ સિવાય સરનામું ઘણી વખત બદલી શકાય છે, પરંતુ આધારમાં લિંગ માત્ર એક જ વાર બદલી શકાય છે.

આમ, આવી ડિજિટલ સેવાઓના ન્યુઝ તથા તાજી અને સચોટ માહીતી માટે અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકાત લેતાં રહો આભાર…