LPG Gas Cyliner in 450 Rupees: નવા વર્ષ પહેલા ગેસ સિલિન્ડર (gas cylinder)ને લઈને સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાન સરકારે લોકોને મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (CM Bhajan Lal Sharma)એ ઉજ્જવલા-બીપીએલ ગેસ કનેક્શન ધારકોને માત્ર 450 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે.
ગેસ સિલિન્ડર માત્ર 450 રૂપિયામાં મળશે- LPG Gas Cyliner in 450 Rupees
LPG Gas Cyliner રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યુ કે 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ જશે. તેમણે કહ્યું કે મહિલાઓને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો ફાયદો 70 લાખ ઉજ્જવલા સ્કીમના બીપીએલ પરિવારોને મળશે.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર સબસિડી જોઈએ તો 31 ડિસેમ્બર સુધી E-KYC ફરજીયાત કરાવો, જાણો કઇ રીતે KYC કરશો
રાજ્ય સરકાર પર વધશે ભાર ?
LPG Gas Cyliner ભાજપે પોતાના ઘોષણા પત્રમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું અને તેને પૂરુ કરવાનો નિર્ણય લેવાયો છે. અત્યારે કેન્દ્ર સરકાર ઉજ્જવલા લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડીના રૂપમાં આવી રહી છે. વર્તમાનમાં આ કેટેગરી બેઠળ 30 લાખ ઉપભોક્તા રિફલિંગ કરાવી રહ્યાં છે. આ પ્રમાણે જોવામાં આવે તો રાજ્ય સરકાર પર દર મહિને 52 કરોડ રૂપિયાનો ભાર આવશે.
કોંગ્રેસ સરકાર 500 રૂપિયામાં આપી રહી હતી સિલિન્ડર
આ પહેલા રાજસ્થાનની કોંગ્રેસ શાસિત સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 22 ડિસેમ્બર 2022ના જનતાને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. તેમણે એપ્રિલ 2023થી 500 રૂપિયામાં સિલિન્ડર આપવાનું શરૂ પણ કર્યું હતું.- LPG Gas Cyliner in 450 Rupees
આ પણ વાંચો: ગૅસ ekyc કરાવી લો આ રીતે, તો તમને મળી શકશે રૂ.300 સુધીની ગૅસ સબસિડી, ગૅસ સબસિડીના પૈસા જમા થાય છે કે નહીં ઘરે બેઠા આ રીતે કરો ચેક
LPG Gas Cyliner ના 33 કરોડ છે LPG ગ્રાહક
મુખ્યમંત્રીએ ટોંકથી મોટી જાહેરાત કરતા કહ્યું કે ઉજ્જવલા પરિવારની મહિલાઓને સબસિડી મળશે. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ચૂલા પર રસોઈ બનાવવામાંથી મુક્તિ અપાવી છે. વર્ષ 2016માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દેશમાં આશરે 9.60 કરોડ મહિલાઓને કનેક્શન આપવામાં આવી ચુક્યા છે. વર્ષ 2014 દરમિયાન દેશમાં એલપીજી ઉપભોક્તા 14 કરોડ હતા, પરંતુ વર્ષ 2023માં આ સંખ્યા વધી 33 કરોડ થઈ ચુકી છે.
આ પણ વાંચો: નવા વર્ષ પહેલા મોંઘવારીમાંથી રાહત… LPG સિલિન્ડર આજથી ₹39 સસ્તું થયુ, જાણો હવે કેટલા થયા ભાવ
આ યોજનાનો લાભ કોને મળશે
- ગેસ સિલિન્ડરના સસ્તા દરો સાંભળીને લોકોના મનમાં આ સવાલ ઉઠે છે કે આ દરે ગેસ સિલિન્ડર કેવી રીતે અને કોને મળશે.
- આ ગેસ સિલિન્ડર સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવશે.
- જાહેરાત અનુસાર, આ ગેસ સિલિન્ડર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડી દ્વારા આપવામાં આવશે.
- 10 પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને સરકારે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો ઉલ્લેખ કર્યો છે.
- પરંતુ હજુ સુધી આ યોજના શરૂ કરવા અંગે મુખ્યમંત્રી કે કોઈ અધિકારી દ્વારા કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.