Job Update: રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગમાં આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ભરતી પ્રક્રિયા વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમ વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારના આ વિભાગમાં 11 હજારની ભરતી કરાશે – Job Update
રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11 હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે. વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, આઈટીઆઈને અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સુવર્ણતક છે.
ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતનાં કર્મચારીઓની ભરતી કરાશેઃ હર્ષ સંઘવી
રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2024 નાં અંત સુધીમાં ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટક, મિકેનિક સહિતનાં કર્મચારીઓ સહિત 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરાશે. તેમજ ચાલુ વર્ષેનાં અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.
આ પણ વાચો: ગૌણ સેવાએ 3 પરીક્ષાઓની તારીખ જાહેર કરી, જુઓ કઇ તારીખથી પરીક્ષા શરુ થશે.
એસ.ટી.નિગમ નુકશાનીમાંથી નફામાં આવ્યુંઃ હર્ષ સંઘવી
તેમજ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા જે વધીને 27 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે. – Job Update