GSSSB News: ગૌણ સેવાએ 3 પરીક્ષાઓની તારીખ જાહેર કરી, જુઓ કઇ તારીખથી પરીક્ષા શરુ થશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા સર્વેયર, મશીન ઓવરશીયર, વર્ક આસીસ્ટન્ટની ખાલી રહેલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવી હતી. આ તમામ પરીક્ષાઓની તારીખ આજે જાહેર કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગૌણ સેવાએ 3 પરીક્ષાઓની તારીખ જાહેર કરી – GSSSB News

પ્રથમ વખત CQ-CBRT (Computer Based Recruitment Test) મુજબ ટેસ્ટ લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી.

GSSSB News

આ જગ્યાઓની પરિક્ષા માટે મંડળે તારીખ જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં દર્શાવ્યા મુજબ સર્વેયર, મશીન ઓવરશીયર, વર્ક આસીસ્ટન્ટની ખાલી જગ્યાઓ માટેની પરિક્ષા 10મી માર્ચ 2024ના રોજ CQ-CBRT પદ્ધતિથી લેવાશે