ICC New Rules: ક્રિકેટની વર્લ્ડ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ એટલે કે (ICC) એ મંગળવારે વનડે અને ટી20 ફોર્મેટ માટે (ICC New Rules) નવા નિયમ જાહેર કર્યા છે. તમામ ટીમો માટે આ એક ચિંતાનો વિષય છે. નવા નિયમ મુજબ, જો કોઈપણ ટીમ એક ઈનિંગ્સમાં ત્રીજી વાર ઓવર નાખવામા 60 સેકન્ડથી વધારે સમય લેશે તો તે ટીમ પર 5 રનની પેનલ્ટી લાગશે. હાલમાં તેને ટ્રાયલ તરીકે પુરુષ કેટેગરીમાં વનડે અને ટી 20 ફોર્મેટમાં લાગૂ કરાશે. અને ટ્રાયલ ડિસેમ્બર 2023થી શરુ થશે, જે એપ્રિલ 2024 સુધી ચાલશે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, ઘણી વાર મેચ નક્કી કરેલ સમયમાં પુરી થતી નથી. ત્યારે ઘણી વાર ટીમો પર દંડ લગાવામાં આવતો હોય છે. પણ પેનલ્ટી રન મેચના રિઝલ્ટમા ફેરફાર કરી શકે છે.
હવે બોલિંગ કરવામાં મોડું થશે તો જાણી લો આ આઇસીસીના નવા નિયમો
ICC New Rules: વન ડે અને ટીમ 20 ક્રિકેટમાં નવા નિયમ
- ICC એ વધુમા જણાવ્યુ છે કે બોર્ડની બેઠક પછી વન ડે અને ટીમ 20 ક્રિકેટમાં નવા નિયમ લાગૂ કરવા મહોર વાગી ગઈ છે. બોલીંગ કરનારી ટીમે હવે એક ઓવર ખતમ થયા બાદ બીજી ઓવર 60 સેકન્ડમાં શરુ કરવી પડશે. પહેલી અને બીજી વાર આવું કરવા પર કોઈપણ જાતની પેનલ્ટી લાગશે નહીં, પણ એક ઈનિંગ્સમાં કોઈ ટીમ ત્રીજી વાર આવું કરશે તો તે ટીમ પર 5 રનની પેનલ્ટી લગાડવામા આવશે એટલે કે વિરોધી ટીમને 5 રન મળશે. આઈસીસીએ પિચને બેન કરવાના નિયમમાં પણ ફેરફાર કર્યો છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલીયા સામેની T20 સીરીઝ માટે ભારતની ટીમ જાહેર, જાણો કોણ બન્યું કેપ્ટન ? અને ક્યાં રમાશે આ મેચો
પિચ અને આઉટફીલ્ડના નિયમોમાં ફેરફાર
- ICC એ જણાવ્યુ છે કે, પિચ અને આઉટફીલ્ડના નિયમોમાં (ICC New Rules) ફેરફાર કરવા માટે ICC એ મંજૂરી આપી છે. જેમાં એ માપદંડોને સરળ બનાવવામા આવ્યા છે, જેને આધાર પર પિચનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે વેન્યૂથી ઈન્ટરનેશનલનો દરજ્જો ત્યારે છીનવાશે, જ્યારે 5 વર્ષમાં ડિમેરિટ પોઈન્ટની સંખ્યા 6 હશે. પહેલા ફક્ત 5 ડિમેરિટ પોઈન્ટ પર વેન્યૂ પર બેન લગાવી દેવામાં આવતો હતો.
અગત્યની લિંક
ICC સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
વધારે માહિતી માટે | અહિ ક્લિક કરો |
સમય સમાપ્તિનો નિયમ શું છે ?
ICC ના નિયમ 40.1.1 મુજબ, બેટ્સમેન આઉટ થયા પછી અથવા નિવૃત્ત થયા પછી આગામી બે મિનિટમાં બોલ રમવા માટે તૈયાર હોવો જોઈએ. જો તે પ્રમાણે બદલાય નહીં તો તે કાલાતીતતાની કક્ષામાં આવી જાય છે. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના નિયમો અનુસાર, સમય મર્યાદા ત્રણ મિનિટ છે, જ્યારે વર્લ્ડ કપમાં ICC નિયમો અનુસાર, સમય મર્યાદા ત્રણ મિનિટ છે. એક્સપાયર થયેલી વિકેટ કોઈ બોલરના ખાતામાં જતી નથી અથવા તેના માટે વધારાનો બોલ ઉમેરવામાં આવતો નથી.