Gujarat Weather Update: હવામાન વિભાગે ફરીવાર ખેડૂતો માટે માઠી આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું કે, આગામી તારીખ 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં ફરીથી વરસાદ વરસી શકે છે. જોકે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.
Gujarat Weather: ગુજરાત રાજ્યમાં ફરી 3 દિવસ વરસાદની આગાહી
ગુજરાતના ખેડૂતોના માથે ફરીથી સંકટના વાદળ છવાઇ ગયા હોય તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે હવામાન વિભાગની વરસાદને લઇ વધુ એક આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આગામી તારીખ 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે.’ જેના લીધે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.
જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?
રાજ્યમાં વરસાદ અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે વરસી શકે છે. 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે. 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તમને જણાવી દઈએ કે, આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.
આ પણ વાચો: આજથી જ ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી? હવામાન વિભાગે કરી આગાહી
જાણો કયા કયા વિસ્તારમા વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ‘સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. સાથો સાથ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. વધુમાં કે, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.’