Gujarat daily weather report: આજથી જ ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી? હવામાન વિભાગે કરી આગાહી – વાતાવરણનો મિજાજ કેવો રહેશે ?

Gujarat daily weather report: શહેરમાં આજે ઠંડીનો (Gujarat winter news) ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગે આગાહી કરી છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં લોપ્રેશર સક્રિય થવાની આગાહી કરી છે. તો આજે જાણીએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ રાજ્યના વાતાવરણનો મિજાજ કેવો રહેશે.’

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજથી ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી? – Gujarat daily weather report

અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં તથા દરિયાકાંઠે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાશે. બુધવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.5, ગાંધીનગરમાં 13 ડિગ્રી નોંધાયુ છે. આ સાથે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 8.2 ડિગ્રી નોંધાયુ હતુ.

અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું હવામાન રહેશે

હવામાન વિભાગના વૈજ્ઞાનિકને વરસાદ અંગે તેમણે જણાવ્યુ કે, આવનારા એક સપ્તાહમાં કોઇપણ સિસ્ટમ ફોર્મેશનની આશા નથી. આગામી પાંચ દિવસ વાતાવરણ સ્ટેબલ રહેશે. આ સાથે આકાશ ખુલ્લું રહેશે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન પર અસર થશે. તેમજ અરબીસમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા છે. 7 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટાની શક્યતા છે. તેમજ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટા ફેરફાર થશે. બુધવારથી રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને, કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે.

આ પણ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર 50 હજાર સુધી, અત્યારેજ અરજી કરો

Gujarat daily weather report

આ સાથે અન્ય હવામાન (weather) નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડી અંગેની આગાહી કરી છે. તેમણે કડકડતી ઠંડી અંગે જણાવ્યુ કે, રાજ્યમાં ખાસ કરીને ચાર કે પાંચ તારીખ સુધી એકથી બે ડિગ્રી સુધીનો ઘટાડો થશે. આ ઠંડી શિયાળુ પાક માટે ઘણી સારી રહેશે. ગાત્રો થીજવતી ઠંડી એક અઠવાડિયા સુધી જોવા નહીં મળે. જે બાદ 11થી 20 જાન્યુઆરી સુધીમાં કોલ્ડવેવનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતા છે. 11થી 20 તારીખ દરમિયાન તાપમાન વધારે નીચું આવે તેવી પણ શક્યતા છે. જેમા ક્યાંક તીવ્ર ઠંડીનો અનુભવ જોવા મળે તેવી પણ શક્યતા છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!