Gujarat Police Recruitment 2024: ગુજરાત સરકાર દ્વારા 12 પાસ ઉપર ગુજરાત પોલિસમાં 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે મિત્રો રાહ જોઇને બેઠા હતા જેનો અંત આવી ગયો છે અને આજથી ગુજરાત પોલિસ ભરતીમાં ફોર્મ ભરવાનુ શરુ થઇ ગયુ છે તેમજ કેવી રીતે અરજી કરશો તેના વિશે માહિતી આગળ મેળવીશુ.
12 પાસ ઉપર ગુજરાત પોલીસમાં 12472 ભરતી માટે અરજી કરવાનુ શરુ – Gujarat Police Recruitment 2024
જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે ઉમરમર્યાદા લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ. જનરલ કેટેગરીના ઉમેદવારોએ તમામ ટ્રેડર માટે 100 રૂપિયા અરજી ફી અને બેંક ચાર્જિસ ચૂકવવાના રહેશે.
આ અંગે IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં જણાવ્યું છે કે, PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે. જે પૈકી લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે. જ્યારે PSI ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે.
- Gujarat Police Recruitment 2024 ની ઓફિસિયલ જાહેરાત વાચવાં માટે અહી ક્લિક કરો
આ પણ વાચો: આ યોજના તમારી દીકરીને બનાવશે કરોડપતિ, જાણો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવશો
ગુજરાત પોલીસ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?
- ગુજરાત પોલિસ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in ગુજરાતની વેબસાઇટ પર જાઓ.
- ત્યાર બાદ હોમ પેજ પર “Online Application” પર ક્લિક કરી અરજી ફોર્મ “Apply” કરો
- ત્યાર બાદ “Select Advertisement by Department” માંથી “Gujarat Police Recruitment Board” પર ક્લિક કરો અને ઓંલાઇન અરજી ફોર્મ ભરો.
- ફોર્મમાં આપેલ તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ચકાશીને ભરો.
- ત્યારબાદ ફોર્મમાં આપેલ તમારા દરેક ડોક્યુમેંટ અપલોડ કરો.
- જો તમને લાગુ પડતી હોય તો અરજી ફી ની ચુકવણી કરો.
- ફોર્મ ભર્યા બાદ અરજી સબમિટ કર્યા બાદ તમારા અરજી ફોર્મની પ્રિંટને સેવ કરી લો.