GSSSB Recruitment 2024: ગુજરાતમાં બમ્પર ભરતી, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 થી વધારીને 5200 જગ્યાઓ કરાઈ

GSSSB Recruitment 2024: ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4300થી વધારીને 5200 કરાઈ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા 4300 થી વધારીને 5200 જગ્યાઓ કરાઈ

સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જી હાં ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4300થી વધારીને 5200 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી.

4300 થી વધારી 5200 જગ્યા કરાઈ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા B)ની જગ્યામાં વધારો કરાયો છે. મંડળ દ્વારા તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી કમાંક-8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી (ICDS)ની કુલ 1 જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે.

ઓફિસિયલ જહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી મેળવવા માટેઅહી ક્લિક કરો

જુનીયર ક્લાર્ક સંવર્ગની કુલ 2916 જગ્યા પર ભરતી કરાશે

વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીઓમાંથી મળેલ નવા માંગણાપત્રકોને ધ્યાને લઈ મંડળની તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી ભરતીથી ભરવાની થતી જુનીયર ક્લાર્ક સંવર્ગની 2018 જગ્યાઓની સંખ્યામાં 898 જગ્યાઓનું ઉમેરો કરીને જુનીયર ક્લાર્ક સંવર્ગની કુલ 2916 જગ્યા પર ભરતી કરાશે.