GSSSB Bharati 2024: ગુજરાત રાજ્યમાં રહેતા જે ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ગુજરાત રાજ્યના ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા એક નોકરીની જાહેરાત કરવામાં આવેલ છે. હસમુખ પટેલ દ્વારા મુજબ આવનારા 15 દિવસમાં જ ગુજરાત રાજ્યમાં વર્ગ ૩ ના કર્મચારીઓ માટે ભરતી યોજાશે.
GSSSB Bharati: ગુજરાત રાજ્યમાં 15 દિવસમા 5000 જગ્યાઓ પર ભરતી થશે
નવા વર્ષમાં ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને એક ખુશખબર આપી દીધા છે. આજે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ ગુજરાતમાં વર્ગ 3ની ભરતીને લઇને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જી હા…નવયુવાનો તૈયારી શરૂ કરી દેજો અને આગામી 15 દિવસમાં જ વર્ગ-3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB)ના સચિવ હસમુખ પટેલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં 5 હજાર વર્ગ 3ની જગ્યાઓ ભરવા માટે ભરતી પાડવામાં આવશે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, ઉત્તરાયણ પહેલા 5 હજાર વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવાની અમારી તૈયારી છે.
આ પણ વાચો: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાઓ પર ભરતી જાહેર
પરીક્ષામાં કરાયો ફેરફાર
તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા છે. હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.