GSEB SSC, Hsc time Table: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચ મહિનામા ધોરણ 10 અને ધોરણની 12 બોર્ડની પરીક્ષાઓ લેવામા આવે છે. માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે GSEB SSC, Hsc time Table જાહેર કરવામા આવ્યુ છે, વર્ષ 2024 મા બોર્ડની પરીક્ષાઓ 11 માર્ચથી શરૂ થશે. આ લેખમા કયા દિવસે કયુ પેપર લેવાશે તેની વિગતવાર માહીતી જાણીએ.
GSEB SSC time Table
બોર્ડ નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટીકલ પ્રકાર | બોર્ડ પરીક્ષા સમય પત્રક |
ધોરણ | ધોરણ 10 અને 12 SSC અને HSC |
પરીક્ષા શરુ તારીખ | 11 માર્ચ 2024 થી શરૂ |
સત્તાવાર વેબસાઇટ | https://www.gseb.org/ |
SSC HSC New Paper Style PDF
નવી શિક્ષણ નિતી 2020 ના અનુસંધાને બોર્ડ દ્રારા ધોરણ 10 અને 12 માટે નવી પેપર સ્ટાઇલ જાહેર કરવામા આવી છે.
- ધોરણ 10 મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછવામા આવતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પુછવામા આવશે.
- ધોરણ 10 મા પહેલા 80 % વર્ણનાત્મક પુછવામા આવતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પુછવામા આવશે/
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછવામા આવતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પુછવામા આવશે
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછવામા આવતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પુછવામા આવશે.
આ પણ વાંચો: 10 પાસ વાળા જલ્દી કરો અરજી ! , સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ
ધોરણ 10 ટાઇમટેબલ
ધોરણ 10 નુ બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે
તારીખ | વાર | વિષય |
11-3-2024 | સોમવાર | ગુજરાતી અને અન્ય પ્રથમ ભાષાઓ |
13-3-2024 | બુધવાર | સ્ટાન્ડર્ડ ગણિત/ બેઝીક ગણિત |
15-3-2024 | શુક્રવાર | સામાજિક વિજ્ઞાન |
18-3-2024 | સોમવાર | વિજ્ઞાન |
20-3-2024 | બુધવાર | અંગ્રેજી (દ્વિતીય ભાષા) |
21-3-2024 | ગુરૂવાર | ગુજરાતી (દ્વિતીય ભાષા) |
22-3-2024 | શુક્રવાર | અન્ય દ્વિતીય ભાષાઓ તથા અન્ય વિષયો |
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નિતી ના અમલને ધ્યાનમા રાખીને 2024 ના માર્ચ મહિનામા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓ માટે પ્રશ્નો ના પ્રકાર મુજબ ગુણભાર બદલાવેલ છે.
- નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં નિર્ણય કરવામા આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી આ નિર્ણયોનો અમલ કરાશે.
- ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. હવે વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
- હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામા આવ્યુ છે.
- ધો-૧૦માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે
- ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઇ મહિનામા યોજાશે
- ગુજરાત શિક્ષણ બોર્ડ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.
- શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર
- તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવશ્રીઓની યોજાયેલી બેઠકમા આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
અગત્યની લીંક
GSEB SSC time Table PDF | અહિં ક્લીક કરો |
SSC HSC New Paper Style PDF | અહિં ક્લીક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |