Gram Panchayat Report: ગુજરાત સરકારમાં વારંવાર સરપંચ દ્વારા કે તલાટી દ્વારા ભ્રષ્ટાચારના બનાવો બનતા જ રહે છે. પરંતુ હવે તમે એક ક્લિકથી જાણી શકશો કે તમારા ગામમાં કેટલા વિકાસલક્ષી કામો થયો છે. ત્યારે આજે આપણે એક એવી સરકારી વેબસાઈટ જોશું કે જેનો ઉપયોગ કરી આપ આપના ગામ, આપની શેરી અને આપણાં દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન કરી શકો છે. તો સાથે તમે એ પણ જાણી શકશો કે ભારત સરકારે આપણા ગામના નિર્માણ કાર્યો માટે કેટલા પૈસા આપ્યા છે.
તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી અને કેટલા કામો થયા તેનો રિપોર્ટ ફક્ત 5 મિનિટમાં મેળવો – Gram Panchayat Report
ત્યારબાદ ભાષા પસંદ કરી શકો છો. હાલ અંગ્રેજી,હિન્દી અને પંજાબી ના ઓપ્શન છે.
અહી આપ આપની યોજના વર્ષ અને આપના રાજ્યનું નામ પસંદ કરી GET REPORT પર ક્લિક કરો. ત્યારબાદ યોજનાના એકમ વિષે પૂછશે દા.ત.આપે જાણવું હોય કે આ વર્ષે આપના ગામ માટે સરકારમાંથી જાણવું હોય કે આ વર્ષે આપના ગામ માટે સરકારમાંથી કેટલા રૂપિયા આવ્યાં તે GRAM PANCHYATનું ઓપ્શન પસંદ કરો.
- ત્યારબાદ તમે કયા જિલ્લાની પંચાયતમાં રહો છો ત્યારે આપ આપના જિલ્લાનું નામ પસંદ કરો.
- જિલ્લા પંચાયત પસંદ કર્યા બાદ આપ જિલ્લા પંચાયત અથવા બ્લોકનું નામ પસંદ કરો.
- જિલ્લા પંચાયત બાદ આપને ગ્રામ પંચાયતનું નામ પૂછવામાં આવશે. ત્યારબાદ આપ GET REPORT પર ક્લિક કરો.
આ વેબસાઈટથી આપનું (Gram Panchayat Report) ગામ/મહોલ્લો/વોર્ડમાં અત્યાર સુધી કેટલા પૈસા આવ્યાં છે. તેમજ સરપંચ, બોર્ડ મેમ્બરોએ કેટલું કામ કર્યું. સરકાર પાસેથી કેટલા રૂપિયા લીધા છે તેની પૂરી જાણકારી લઈ શકો છો. જો આપને એવો કોઈ ડેટા મળે જે આપને સાચો નથી લાગતો તો એની ફરિયાદ આપ જનસુવિધા કેન્દ્ર પર કરી શકો છો. આ ફરિયાદ પર મુખ્યમંત્રીની સીધી નજર રહેશે.
આ પણ વાંચો: તમારા મોબાઇલની મદદથી 5 મિનિટમાં જમીન માપણી કરો, અહીથી વધુ માહિતી મેળવો
હવે નાગરીકોએ જાગૃત થવાની જરૂર છે.સરકારે ઓનલાઇન વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી છે. ગામના ફક્ત 2-3 યુવાનો આ માહિતી તેમના ગામના લોકોને જણાવશે તો 50 % ઓછો થઈ જશે.