Electric Scooter: મિત્રો સિમ્પલ એનર્જી આવતા મહિને પોતાનુ સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. સિમ્પલ ડોટ વન એ એક સસ્તું Electric Scooter હશે, જેની લોન્ચિંગ તારીખ કંપની દ્વારા જાહેર કરવામાં આવી છે. તો ચાલો આ લેખમા તેની વિગતવાર માહિતી જાણીએ.
સિમ્પલ એનર્જીએ સોમવારે જાહેર કર્યુ કે તે તારીખ 15 ડિસેમ્બર, 2023ના રોજ ભારતના મોટા શહેરોના બજારમાં તેનું સિમ્પલ ડોટ વન ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કરવા જઈ રહ્યુ છે. લોન્ચની તારીખ સાથે કંપની દ્રારા આ મોડલ માટે પ્રી-બુકિંગ પણ શરૂ કરવામા આવશે. સિમ્પલ વનના તાજેતરના લોન્ચ બાદ, સિમ્પલ ડોટ વનને કંપનીની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર શ્રેણીમાં સબ-વેરિઅન્ટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
Electric Scooter મોડેલની પ્રમાણિત રેન્જ 151 કિમી છે.
સિમ્પલ ડોટ વન તેના પ્લેટફોર્મને સિમ્પલ વન સાથે શેર કરશે અને તેને ફિક્સ્ડ 3.7 kWh બેટરી મળશે. આ કંપનીનો દાવો છે કે આ મોડલની પ્રમાણિત રેન્જ 151 કિલોમીટર છે એટલેકે આ સ્કુટર 151 કિમી સુધી ચાલશે. આ સ્કુટરના ટાયરને ખાસ ડિઝાઇનથી બનાવવામા આવ્યા છે, આ ટાયર તેની ઓન-રોડ રેન્જને વધારે છે. તેમજ આ મોડેલમાં ટચસ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 30 લિટર અન્ડર-સીટ સ્ટોરેજ એરિયા, એપ્લિકેશન કનેક્ટિવિટી માટેનો સપોર્ટ હશે.
કેટલો ખર્ચ થશે?
- આ Electric Scooterને વધુ સસ્તું બનાવીને પ્રેક્ષકોના મોટા જૂથ માટે વધુ સુલભ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, સિમ્પલ ડોટ વનને સિમ્પલ વન મોડલના વધુ બજેટ-ફ્રેંડલી વેરિઅન્ટ તરીકે જોવામાં આવે છે. જોકે, આ મોડેલની સત્તાવાર કિંમતતો આવતા મહિને જ જાણવા મળશે અહીં એ નોંધવું અગત્યનું છે કે સિમ્પલ વન મોડલની પ્રારંભિક કિંમત ₹1.45 લાખ છે (ટેક્સ અને સબસિડી પહેલાં).
ડિલિવરી ક્યારે શરૂ થશે?
- તેની ડિલિવરી જાન્યુઆરી 2024માં શરૂ થશે.