Board Exam Tips: ગુજરાતમાં આવતીકાલથી ધો. 10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં કેટલાક વિદ્યાર્થીઓના ચહેરા પર ચિંતાની રેખાઓ છે કે તેઓએ બોર્ડની પરીક્ષાની સારી તૈયારી કેવી રીતે કરવી અને તેમાં વધુ સારા માર્ક્સ કેવી રીતે લાવવા. જેમ જેમ બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓનું ટેન્શન પણ વધવા લાગે છે. જો તમે પણ તે વિદ્યાર્થીઓમાંથી એક છો જે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો પરીક્ષાની તૈયારી માટે અહીં કેટલીક ખાસ ટિપ્સ આપી છે. બોર્ડની પરીક્ષા અને સામાન્ય પરીક્ષાની તૈયારી કરવાની રીતમાં તફાવત છે.
શું તમારે બોર્ડની પરીક્ષા છે તો આ રીતે તૈયારી કરો અને સારા માર્ક્સ લાવવા માટે આ ટિપ્સ અપનાવો – Board Exam Tips
Board Exam નિષ્ણાતો શું કહે છે
બોર્ડ પરીક્ષા અંગે નિષ્ણાતો કહે છે કે બોર્ડની પરીક્ષાની તૈયારીની અલગ પેટર્ન હોવી જોઈએ. બોર્ડની પરીક્ષામાં અભ્યાસનો અવકાશ અન્ય કરતા વધુ છે. બોર્ડ સિવાય બાકીના વર્ગોની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓએ તે પુસ્તકોમાંથી જ વાંચવાનું રહેશે જે શાળાઓમાં ભણાવવામાં આવે છે. બોર્ડની શરૂઆતથી જ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના નામે જ ડરવા લાગે છે. નિષ્ણાતોનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના માનસિક દબાણ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી ન કરવી જોઈએ. બાળકોના માતા-પિતાએ પણ તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.
આ પણ વંચો: ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, 11 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા
આ ટ્રીક ફોલો કરો- Board Exam Tips
- અહીં આપેલી ટિપ્સની મદદથી વિદ્યાર્થીઓ તેમની બોર્ડની પરીક્ષાઓની તૈયારી વધુ સારી રીતે કરી શકે છે.
- બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓએ પાછલા વર્ષના પ્રશ્નપત્રો ઉકેલવા જોઈએ. જેથી કરીને પ્રશ્નોની પેટર્ન સારી રીતે જાણી શકાય.
- વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી એક જ વિષયનો અભ્યાસ કર્યા વિના તમામ વિષયો પર સમાન ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.
- અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓએ નોંધની મદદથી તૈયારી કરવી જોઈએ. આ રિવિઝનમાં મદદ કરે છે.
- વિદ્યાર્થીઓએ સેમ્પલ પેપર સોલ્વ કરવામાં મહત્તમ સમય ફાળવવો જોઈએ. જેથી પરીક્ષાની પેટર્નની વધુ સારી રીતે સમજણ મેળવી શકાય.
રાજ્યમાં આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. જેને લઇને પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રો એટલે કે શાળાઓ સજ્જ બની છે. પરીક્ષા કેન્દ્રો પર વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા સંદર્ભે વિદ્યાર્થીઓના નંબર લખવામાં આવી રહ્યા છે. સાથે સાથે પરીક્ષા અને અનુલક્ષી વિવિધ પ્રકારની દસ્તાવેજી કાર્યવાહી ઉપરાંત નાની નાની બાબતોની તૈયારીઓને પણ ચકાસવામાં આવી રહી છે. શહેરના જોધપુર વિસ્તારની કામેશ્વર સ્કૂલમાં પણ પરીક્ષાના એક દિવસ અગાઉ વર્ગખંડમાં બેંચ પર સ્ટીકર મારફતે વિદ્યાર્થીઓના નંબર લગાવવામાં આવ્યા.
સવારના સમયે વર્ગખંડમાં નંબર લખવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બપોરે 12 થી 4:00 વાગ્યા સુધીનો સમય વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા જોવા માટે ફાળવવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા કેન્દ્ર ના ગેટની બહાર બેઠક વ્યવસ્થા ની વિગતો જાણી શકશે. આ વર્ષે અમદાવાદ શહેરમાં ધોરણ 10 માં 61475, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9420, કોમર્સમાં 37491 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ધોરણ 10માં 47369, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6255, સામાન્ય પ્રવાહમાં 28289 વિદ્યાર્થિઓ પરીક્ષા આપશે.