Bank Holiday: મિત્રો તહેવારોની સિઝન સાથે નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. બેંક હડતાલ અને જાહેર રજાઓના લીધે આ મહિનામાં બેંક શાખાઓ ઘણા દિવસો સુધી (Bank Holiday) બંધ રહેશે. આવતા મહિનામાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ છે, તો તે કામ અત્યારે જ પતાવી દો. હવેથી તમે રજાઓનું લિસ્ટ અને પ્લાનિંગ જોઈને તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી બચી શકશો. રજાઓ સિવાય બેંક યુનિયનોએ ડિસેમ્બરમાં 6 દિવસની હડતાળનું એલાન કર્યું છે. અને ડિસેમ્બરમાં શનિવાર અને રવિવારની રજાઓ સાથે છ 18 દિવસની બેંક રજાઓ છે. તો ચાલો આ લેખમા જાણીયે કે ડિસેમ્બરમાં કેટલા દિવસો સુધી બેંકો (Bank Holiday) બંધ રહેશે.
રાજ્યો અનુસાર અલગ અલગ રજાઓ
તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ બેંક રજાઓ રાજ્યો અને પ્રદેશો પ્રમાણે અલગ અલગ હોય છે. જો તમારી પાસે તે બેંકની શાખામાંથી કોઈપણ પ્રકારનું કામ છે,તો તે કામ અત્યારે જ પતાવી દો. , નહીં તો તમને નુકસાન થઈ શકે છે. આ માટે તમારી પાસે રજાઓ વિશે અગાઉથી માહિતી હોવી જરૂરી છે. રજાઓ દરમિયાન તમે નેટ બેંકિંગ દ્વારા તમારું કામ કરી પુરુ કરી શકો છો. તો ચાલો આ લેખમા જાણીયે કે ડિસેમ્બરમાં કેટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ જાણો, તેમજ આટલા દિવસો દરમિયાન બેંક બંધ રહેશે
Bank Holiday: ડિસેમ્બર 2023 માટે બેંક રજાઓ
તારીખ | રાજ્યમા બેંક રજા |
1 ડિસેમ્બર 2023 | રાજ્યના ઉદ્ઘાટન દિવસને કારણે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં બેંકોમા રજા રહેશે |
3 ડિસેમ્બર 2023- | મહિનાના પહેલા રવિવારને કારણે બેંકોમા રજા રહેશે |
4 ડિસેમ્બર 2023 | ગોવામાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ફેસ્ટિવલને કારણે બેંકોમા રજા રહેશે |
9 ડિસેમ્બર 2023- | મહિનાનો બીજો શનિવાર અને બેંકોમા રજા રહેશે |
10 ડિસેમ્બર 2023 | રવિવારના કારણે બેંકોમા રજા રહેશે |
12 ડિસેમ્બર 2023 | મેઘાલયમાં પા-તોગન નેંગમિંજા સંગમાને કારણે બેંકોમા રજા રહેશે. |
13 ડિસેમ્બર 2023 | સિક્કિમમાં લોસુંગ/નામસંગને કારણે બેંકોમા રજા રહેશે. |
14 ડિસેમ્બર 2023 | સિક્કિમમાં લોસુંગ/નામસંગને કારણે બેંકોમા રજા રહેશે |
17 ડિસેમ્બર 2023 | રવિવારના કારણે દેશભરમાં બેંકોમા રજા રહેશે |
18 ડિસેમ્બર 2023 | યુ સોસો થમની પુણ્યતિથિને કારણે મેઘાલયમાં બેંકોમા રજા રહેશે |
19 ડિસેમ્બર 2023 | મુક્તિ દિવસના કારણે ગોવામાં બેંકોમા રજા રહેશે. |
23 ડિસેમ્બર 2023 | મહિનાનો ચોથો શનિવાર, સમગ્ર દેશમાં બેંકોમા રજા રહેશે |
24 ડિસેમ્બર 2023 | રવિવારના કારણે દેશભરમાં બેંકોમા રજા રહેશે |
25 ડિસેમ્બર 2023 | નાતાલના કારણે દેશભરની બેંકોમા રજા રહેશે |