આયુષ્માન ભારત યોજનામાં મફત સારવારનો લાભ આપવામાં આવે છે. Ayushman Bharat Yojana ના કાર્ડધારકો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. શું એક પરિવારના તમામ લોકો આ યોજનામાં જોડાઈ શકે છે અને લાભ લઈ શકે છે કે નહીં? જેના વિશે વિગતવાર માહિતી મેળવીશુ.
આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજનામાં મફત સારવારનો લાભ આપવામાં આવે છે. પરંતુ આ યોજના વિશે દરેકને સમગ્ર માહિતીની જાણકારી નથી હોતી. ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન ઉભો થતો હોય છે કે એક પરિવારના કેટલા લોકો આ યોજનામાં જોડાઈ શકે? શું પરિવારના દરેક સભ્યો આ યોજનાનો લાભ લઈ શકે? તો ચાલો જાણીએ આયુષ્માન ભારત યોજના વિશે વિગતવાર –
એક પરિવારમાં કેટલા લોકો આયુષ્માન કાર્ડ કઢાવી શકે? – Ayushman Card Rules
આયુષ્માન ભારત યોજના હેઠળ, Ayushman Card સૌથી પહેલા પાત્ર લોકો માટે બનાવવામાં આવે છે. આ પછી, કાર્ડધારક આ કાર્ડ દ્વારા સૂચિબદ્ધ હોસ્પિટલમાં મફતમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. હવે એ પ્રશ્ન ઉભો થાય કે એક પરિવારના કેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે? તો જણાવી દઈએ કે આ અંગે કોઈપણ પ્રકારની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે એક પરિવારના તમામ લોકો પણ આ કાર્ડ બનાવી શકે છે. પરંતુ શરત એ છે છે કે તેઓ આને પાત્ર હોય અને તેમના નામ રેશનકાર્ડમાં હોવા જરુરી છે અને તે જ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
આયુષ્માન કાર્ડ માટેની યોગ્યતા
- જે લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.
- જેઓ અસંગઠિત ક્ષેત્ર એટલે કે મજુરી કામ કરતા હોય.
- જે લોકો દૈનિક વેતન મજૂર તરીકે કામ કરે છે.
- જેના પરિવારમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે.
- જે લોકો અનુસૂચિત જાતિ અથવા જનજાતિમાંથી આવે છે.
- જે લોકો નિરાધાર છે અથવા આદિવાસી છે, વગેરે લોકો આયુષ્માન કાર્ડ મેળવવા માટે પાત્ર હોય છે.
આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડૉક્યુમેન્ટ્સ
- લાભાર્થીનું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- HHID નંબર
આ પણ વાચો: આ યોજના તમારી દીકરીને બનાવશે કરોડપતિ, જાણો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવશો
જાતે કેવી રીતે આયુષ્માન કાર્ડ બનાવી શકાય
- તમારા મોબાઈલના પ્લે સ્ટોર પરથી Ayushman App ડાઉનલોડ કરો.
- લાભાર્થી વિકલ્પ પસંદ કરી, મોબાઇલ નંબર દાખલ કરો.
- ત્યાર બાદ રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે, તેને દાખલ કરો.
- ત્યાર બાદ રાજ્ય યોજના PMJI માં આધાર અને પરિવારની વિગતો દાખલ કરો.
- ત્યાર બાદ પરિવારની વિગતો ભરવાની રહેશે, પછી જે વ્યક્તિનું Ayushman Card બનવાનું છે, તેના નામની બાજુમાં ટચ કરો. સંબંધિત વ્યક્તિના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે. તે પછી દરેક વિગતો ભર્યા બાદ અરજીકર્તાની વિગતો ખુલશે.
- ત્યાર બાદ ફોટો, જન્મ તારીખ અને અન્ય માહિતી અપલોડ કરવાની રહેશે.
- છેલ્લે ફાઈનલ સબમિટ કરશો એટલે તમારુ કાર્ડ તૈયાર થઈ જશે.
ઓફલાઇન આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવી શકાય
- જે લોકો આયુષ્માન કાર્ડ માટે પાત્રતા ધરાવે છે તેઓએ તેમના નજીકના CSC કેન્દ્ર પર જઈને સંબંધિત અધિકારીને મળવાનું હોય છે.
- પછી તમારા દસ્તાવેજો તેમને આપી દો, જેને વેરિફાઈ કરવામાં આવે છે અને સાથે જ પાત્રતા પણ તપાસવામાં આવે છે.
- તપાસમાં યોગ્ય જણાયા બાદ અરજી કરી દેવામાં આવે છે.