Visa News: વિદેશ જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને લાગસે મોટો ઝટકો, જાણો આ દેશોએ ઘટાડ્યા વિઝા

Visa News: હવે કેટલાક દેશો ભારતીય વિદ્યાર્થીઓના તેમના દેશમાં આવવા પર લગામ લગાવી રહ્યા છે. વિદેશમાં ભણવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ખરાબ સમાચાર છે. કોવિડકાળ બાદ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટેને મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને Visa આપ્યા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વિદેશ જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને લાગસે મોટો ઝટકો – Visa News

હવે કેટલાક દેશો ભારતીય વિદ્યાર્થીઓના તેમના દેશમાં આવવા પર લગામ લગાવી રહ્યા છે. વિદેશમાં ભણવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ખરાબ સમાચાર છે. કોવિડકાળ બાદ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટેને મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા.

વિદેશ જવાનું ઘેલું આજકાલ દર બીજા ભારતીયને લાગેલું છે. પરંતુ હવે કેટલાક દેશો ભારતીય વિદ્યાર્થીઓના તેમના દેશમાં આવવા પર લગામ લગાવી રહ્યા છે. વિદેશમાં ભણવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ખરાબ સમાચાર છે. કોવિડકાળ બાદ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટેને મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને Visa આપ્યા હતા. 2021 અને 2022માં આ ત્રણેય દેશોમાં રેકોર્ડ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવ્યા હતા. ભારતીયો માટે તો સુવર્ણ તક હતી કારણ કે આ ત્રણેય દેશોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારતના હતા. પરંતુ હવે ભારતીય વિદ્યાર્થીઓનો કાઠો સમય શરૂ થવા જઈ રહ્યો છે. કારણ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટેન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે.

પહેલા જરૂર મુજબ બોલાવ્યા

વિદેશમાં વસવાની ઈચ્છા ધરાવતા લોકોમાં આ ત્રણેય દેશો પહેલી પસંદ હોય છે. આ ત્રણેય દેશોની માઈગ્રેશન નીતિને કારણે અહીં વસવું સહેલું છે. વિદેશ જઈને વસવાની સૌથી સરળ રીત અભ્યાસ માટે જવાની હોય છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે કોવિડને કારણે બદા જ દેશો આર્થિક રીતે સંકટમાં હતા, અને તેમાંથી બહાર આવવા ઈચ્છતા હતા. જ્યારે લોકડાઉન ખુલ્યુ ત્યારે કામ કરનારા લોકોની અછત વર્તાઈ રહી હતી. એટલે આ ત્રણેય દેશોની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા. પરિણામે વિદ્યાર્થીઓ પોતાના પૈસા યુનિવર્સિટીને આપીને વિદેશ આવ્યા અને સાથે સાથે આ ત્રણેય દેશોને સસ્તા લેબરનો પણ લાભ મળ્યો, જેને કારણે તેમની અર્થવ્યવસ્થા પાછી પાટે ચડી.

ઓસ્ટ્રેલિયા, કેનેડાને થઈ રહ્યું છે નુક્સાન

જો કે, હવે વિદ્યાર્થીઓ વધી જવાને કારણે ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોને નુક્સાન થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના વિપક્ષના પ્રવક્ત ડેન હેટનનું કહેવું છે ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 5 લાખ કરતા વધુ છે, જે જરૂર કરતા વધારે છે અને હજી પણ નવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. જેને કારણે હવે રહેવા માટેની જગ્યા ઘટી રહી છે, પરિણામે સ્થાનિકોએ પણ મોટા ભાડા ચૂકવવા પડી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના શહેરોમાં ભીડ વધી રહી છે. આ જ રીતે બ્રિટનમાં પણ 2022માં લઘબગ 4,90,000 વિદ્યાર્થીઓ વિદેશથી આવ્યા હતા, જે કોવિડના પહેલાના સમય કરતા 81 ટકા વધારે હતા.

આ પણ વાચો: નોકરી કરવા માગતા યુવાનો માટે ઉત્તમ તક, નોકરી મેળવવા માટે આજે જ આ કામ કરો

વિઝાની મર્યાદા વધારાઈ

હવે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટનની સરકાર પોતાને ત્યાં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા પર ધ્યાન આપી રહી છે. ઓસ્ટ્રેલિયાની સરકાર તો પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે હવે માત્ર એવા જ વિદ્યાર્થીઓને Visa મળશે, જે ખરેખર ભણવા માટે આવી રહ્યા છે. સરકારે સ્ટુડન્ટ Visaના નિયમો વધુ કડક કર્યા છે. પહેલા ભણવાનું પતાવીને ત્રણ વર્ષના વર્ક વિઝા મળતા હતા, જે ઘટાડીને હવે 1-2 વર્ષના કરી દેવાયા છે. સાથે જ ચાલુ અભ્યાસે કોર્સ બદલવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. કેનેડાએ પણ જાહેરાત કરી છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ઓછા વિદ્યાર્થીઓને Visa આપવામાં આવશે.

કેનેડાના સ્થાનિકોને પડી રહી છે મુશ્કેલી

સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ મળતી વર્ક પરમિટ પણ બંધ કરી દેવામાં આવશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રાલયે આપેલા સત્તાવાર નિવેદન પ્રમાણે 2024માં માત્ર 3,60,000 સ્ટુડન્ટ Visa જ આપવામાં આવશે. 2023ની સરખામણીએ આ સંખ્યા 35 ટકા ઓછી છે. બ્રિટને તો આ પરિવર્તન 2022માં જ શરૂ કરી દીધા હતા. જેને કારણે જૂન 2022થી જૂન 2023ની વચ્ચે બ્રિટનમાં વિદેશીઓની સંખ્યા સાડ સાત લાખથી ઘટીને 6,72,000 થઈ ચૂકી છે. તો મે 2023માં બ્રિટનની સરકારે પોસ્ટ ગ્રેજ્યુએશન સિવાયના કોર્સમાં વિદ્યાર્થીઓને આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેનેડાના ઈમિગ્રેશ મંત્રી મિલરનું કહેવું છે કે,’ઓછા જન્મદર છતાંય વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી વસ્તી વધી છે. જેને કારણે ઘર, સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિતાયો પર અસર પડી રહી છે. જો દેશમાં વસતી ઓછી થશે તો ઘરના ભાડામાં પણ ઘટાડો થશે.’

ભારતીય વિદ્યાર્થીઓ બનશે ભોગ

ત્રણેય દેશોની આ બદલાયેલી નીતિનો સૌથી મોટો ભોગ ભારતીય વિદ્યાર્થીઓ બનવાના છે. કારણ કે ત્રણેય દેશોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની જ છે. 2022માં કેનેડામાં કુલ સ્ટુડન્ટ વિઝામાંથી 41 ટકા સ્ટુડન્ટ વિઝા ભારતીય વિદ્યાર્થીઓને મલ્યા હતા. 2023ના આંકડા પ્રમાણે હાલ 9 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી 40 ટકા ભારતીય છે. તો ઓસ્ટ્રેલિયાના ભારતીય ઉચ્ચાયુક્તના ડેટા મુજબ અહીં ગત વર્ષે 1,23,391 ભારતીય વિદ્યાર્થીઓ અબ્યાસ કરી રહ્યા હતા. ભારતના આંકડા મુજબ 2022માં 7,70,000થી વધુ વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ ગયા હતા, જેમાંથી 1,40,000 વિદ્યાર્થીઓ યુકે ગયા હતા. વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે 10 ટકા જેટલી વધી રહી છે. એટલે હવે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટનના વિઝા ઘટાડવાના નિર્ણયની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડવાની છે.