Rojgar Bharti Melo: નોકરી કરવા માગતા યુવાનો માટે ઉત્તમ તક, નોકરી મેળવવા માટે આજે જ આ કામ કરો

Rojgar Bharti Melo: અમરેલી રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી કંપનીમાં સારા પદ ઉપર ભરતી કરવામાં આવશે. નોકરી ઇચ્છુક યુવાનો માટે નોકરીની આ ઉત્તમ તક છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નોકરી કરવા માગતા યુવાનો માટે ઉત્તમ તક – Rojgar Bharti Melo

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શીતલ કુલ પ્રોડક્ટ્સ માટે ટેલિકોલર, એક્સપોર્ટ ઓફિસર, બ્રાન્ડિંગ મેનેજર, બેક ઓફિસ વર્ક જગ્યા માટે 18 થી 35 વર્ષની વયમર્યાદા તેમજ બી.કોમ, એમ.કોમની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂરિયાત છે.

કોસમોસ ટેકનોકાસ્ટ પ્રા.લી. કોટડા સાંગાણી માટે ક્વોલિટી એન્જિનયર ડીઝાઈન, એન્જિનિયર, ડ્રાફ્ટમેન, સેલ્સ એન્ડ સપોર્ટ એન્જિનિયરની જગ્યા માટે 18 થી 35 ની વય મર્યાદા ધરાવતા તેમજ ડી.એમ.ઈ, બી.ઈ. મિકેનિકલની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.21 ફેબ્રુઆરી 2024 મંગળવારના રોજ સવારે 11 વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી ખાતે ભરતીમેળો યોજાશે.

આ પણ વાચો: શું તમારી પાસે 786 નંબર વાળી 10 રુપિયાની નોટ છે તો તમને 18 લાખ રૂપિયામાં મળશે, આવી નોટોને વેચવાની રીત જાણો

અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.

નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા સેવા સદન-2, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, કલેકટર કચેરી સામેની બાજુ, રાજમહેલ કંપાઉન્ડ, અમરેલીનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું.