WhatsApp Updates: WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર, નહીં મળે આ સુવિધા, ડિસેમ્બર 2023થી થશે લાગુ

WhatsApp Updates: મિત્રો આજના આ ડિજીટલ યુગમા દરેક લોકો Whatsapp ઉપયોગ કરી રહ્યા છે. આખી દુનિયામાં 2.7 બિલિયનથી વધુ યુજર્સ આ એપ વાપરે છે. પરંતુ હવે દરેક Whatsapp યુઝર માટે એક માઠા સમાચાર આવ્યા છે. હકીકતમાં હવે ગૂગલ ડ્રાઈવ પર યુજર્સને હવે અનલિમિટેડ સ્ટોરેજનો ફાયદો નહીં મેળે. થોડા જ સમયમાં નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે Whatsapp યુજર્સ ગૂગલ પર અનલિમિટેડ ચેટ હિસ્ટ્રીને સેવ નહીં કરી શકે

  • ગૂગલે તેના સપોર્ટ પેજ પર એક જાણકારી આપતા જણાવ્યુ છે કે Whatsappમાં હવે જલ્દીથી એક નવો ફેરફાર (WhatsApp Updates)કરવામા આવશે. તેના પછી Whatsapp યુજર્સ ગૂગલ પર અનલિમિટેડ ચેટ હિસ્ટ્રીને સેવ કરી શકશે નહિ. સ્પેશ ભરાતાની સાથે જ તમારે ગૂગલ પાસેથી વધારાનુ ક્લાઉડ સ્ટોરેજ ખરીદવુ પડશે.

આ પણ વાંચો: વોઇસ કોલિંગની મદદથી ગ્રુપમાં 128 લોકો એક સાથે કમ્યુનિકેટ કરી શકશે જાણો સંપૂર્ણ માહિતી

ક્લાઉડ સિવાય બેકઅપ માટે બીજુ કોઈ ઓપ્શન પણ નથી

  • હકીકતમાં Whatsapp બેકઅપ આ એપનું સૌથી ફેમસ ફીટરમાંથી એક ગણવામાં આવે છે. આ ફીચર ફેમસ એટલા માટે છે કે તમારા વોટ્સએપ ચેટનું બેકઅપ જરુરી થઈ ગયુ છે. ઘણાખરા લોકો વોટ્સએપનો બેકઅપ રાખતા હોય છે. ક્લાઉડ સિવાય બેકઅપ માટે બીજુ કોઈ પણ ઓપ્શન અવેલીબલ નથી.

WhatsApp Updates: પહેલા બીટા વર્ઝન માટે આવશે અપડેટ

  • ગૂગલે જણાવ્યુ છે કે પહેલા આ ફીચરમાં Whatsapp Beta વર્ઝન માટે જાહેર કરવામાં આવ્યું. આ રોલ આઉટ ડિસેમ્બર 2023માં શરુ કરવામા આવશે. દરેક પ્રકારનુ ટેસ્ટિંગકર્યા બાદ તેનું અપડેટ સ્ટેબલ વર્ઝન જાહેર કરાશે. એન્ડ્રોઈડ માટે સ્ટેબલ વર્ઝનમાં તેને આવતા વર્ષે એટલે કે 2024 મા શરુ કરાશે. તમારા એન્ડ્રોઈડ ફોનમાં જો તમે Whatsapp backup અનેબલ કરશો, તો તેમા પર્સનલ એકાઉન્ટ સાથે 15GB સ્ટોરેજ મળશે અને તેના માટે તમારી પાસેથી કોઈ પ ચાર્જ લેવામા આવશે નહિ.