WhatsApp New Features: વોઇસ કોલિંગની મદદથી ગ્રુપમાં 128 લોકો એક સાથે કમ્યુનિકેટ કરી શકશે જાણો સંપૂર્ણ માહિતી

WhatsApp New Features: મિત્રો હાલમા જ મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે પોતાનુ નવુ વોઈસ-ચેટ ફીચર લોન્ચ કર્યું છે. મેટા કંપનીએ આ ફીચરને વ્હોટ્સપના મોટા ગ્રુપમાં ચેટિંગ કરવા માટે તૈયાર કર્યું છે. જે ગ્રુપમા ઓછામાં ઓછા 33 અને વધુમાં વધુ 128 લોકો હોય તેવા ગ્રુપમા આ સુવિધાનો ઉપયોગ થઈ શકશે. તો ચાલો જાણીયે શુ છે?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

WhatsApp New Features

  • મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે હાલમાં જ બીટા યુઝર્સ માટે વોઈસ-ચેટ ફીચર WhatsApp New Features લોન્ચ કર્યું હતું, પરંતુ હવે એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ પણ આ ફિચરનો ઉપયોગ કરી શકશે. આ એક પ્રકારનું વોઈસ કોલિંગ ફીચર છે, તેની મદદથી હવે તમે તમારા વ્હોટ્સએપ ગ્રુપમાં સરળતાથી વાતચીત કરી શકશો.
  • જે યુઝર્સને કોલ કરવામાં રસ નથી તેઓને આ ફીચરની મદદથી કોઈ પરેશાની નહીં થાય. ગ્રુપ કૉલમાં દરેકને રિંગ વાગવાને બદલે હવે કેટલાક લોકોને ફક્ત પુશ નોટિફિકેશન મળશે.

નવું ફીચર કેવી રીતે કામ કરશે?

  • કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે તેમના ગ્રુપમાં વૉઇસ ચેટમાં જોડાઈ શકશે, અને તે ગૃપ ચેટમાં પોતાના બીજા મિત્રોને બોલાવ્યા વગર ચેટ કરી શકશે.
  • જો ખાલી 60 મિનિટ માટે વૉઇસ ચેટ હોય, તો તે આપમેળે પુરી થઈ જશે, પરંતુ કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે નવી વૉઇસ ચેટ શરૂ કરી શકશે.
  • જ્યારે ગ્રૂપ કોલ આવે છે, ત્યારે યુઝર્સને તેનું કંટ્રોલ સોથી ટોચ પર મળશે.
  • યુઝર્સને કોલ કરતી વખતે ટેક્સ્ટ મેસેજ અને ફોટા મોકલવાનો પણ વિકલ્પ મળશે.
  • યુઝર્સ કોલ કરતી વખતે પોતાનુ પર્સનલ ચેટિંગ પણ કરી શકે છે.
  • આ વોઈસ ચેટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં હશે, જે સુરક્ષાના સંદર્ભમાં ખૂબ મદદરૂપ થશે.

આ પણ વાંચો: હવે 1 જ વોટસઅપ મા યુઝ કરી શકસો 2 એકાઉન્ટ, નવુ ફીચર લોન્ચ

વૉઇસ ચેટ કેવી રીતે શરૂ કરવી

  • WhatsApp પર વૉઇસ ચેટ શરૂ કરવા માટે તમારુ ગ્રુપ ચેટ ખોલો.
  • હવે સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે ન્યુ વેવફોર્મ બેનર વિકલ્પ પર ટેપ કરો.
  • WhatsApp પર વૉઇસ ચેટ શરૂ કરવા માટે, Start Voice Chat વિકલ્પ પર ટૅપ કરો.
  • જો તમે વૉઇસ ચેટ છોડવા માગતા હો, તો X પર ટેપ કરો