Youtube Earning: આજના ડિજીટલ યુગમા દરેક લોકો પાસે સ્માર્ટ તો ફોન હોય જ. અને નાના મોટા સૌ કોઇ લોકો ફોનમા સૌથી વધુ Youtubeનો યુઝ કરતા હોય છે. તમે જોયુ હશે કે યુ ટ્યુબના દરેક વિદીયોમા એડ એટલે કે જાહેરાત આવતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ જાહેરાત આવે છે તેના રૂપીયા કોને મળતા હશે ? આ જાહેરાત જોવાથી કોને રૂપીયા મળતા હશે યુટ્યુબ એટલે કે ગુગલ ને કે પછી વિડીયો બનાવનાર ને ? ચાલો આજે જાણીએ Youtube Earning વિશેની તમામ માહિતી.
Google Youtube
Youtube એ ગુગલની જ એક સર્વિસ એટલે કે એપ. છે. આજે યુ ટ્યુબ પર તમે માંગો એ વિડીયો તમને હાજર મળી રહે છે. બધા લોકો સમાન્ય રીતે યુ ટ્યુબ સૌથી વધારે જોવે છે. એમા પણ હવે લોકો Youtube Shorts ના વિડીયો વધારે જોતા હોય છે. નાના બાળકો યુ ટ્યુબ નો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. હજુ બોલતા પણ ન શીખ્યા હોય તેવા બાળકો ને યુ ટ્યુબમા વિડીયો કેમ બદલવો ? એડ કેમ સ્કીપ કરવી ? તે બધુ બાળકોને આવડતુ હોય છે. બાળકો આખો દિવસ ફ્રી હોવાથી મોબાઇલમા કાર્ટુન વિડીયો જોતા હોય છે.
યુ ટયુબમા દરેક લોકો પોતાની રસ રુચી મુજબ વિડીયો જોતા હોય છે. નાના બાળકોના કાર્ટુન થી માંડી આધ્યાત્મિક વિડીયો સુધીનુ તમામ માહિતી યુ ટ્યુબમા મળી રહે છે.
Youtube Earning
જ્યારે તમે યુ ટયુબમા વિડીયો જોવો છો ત્યારે દરેક વિડીયોમા તમને જાહેરાત જોવા મળતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ જાહેરાતથી આવક કોને થતી હશે ? કેટલી આવક થતી હશે ? એમાથી વિડીયો બનાવનાર ને કેટલી રકમ મળતી હશે ? જાહેરાત આપનાર કંપનીઓ ગુગલને જાહેરાત આપવા માટે રૂપિયા ચુકવતી હોય છે. તેના બદલામા ગુગલ યુ ટયુબના વિડીયોમા તે જાહેરાત આપતી હોય છે. આ વિડીયોમા ડીસ્પ્લે થનારી જાહેરાત ની કુલ આવક માથી 55 % આવકની રકમ ગુગલ રાખે છે અને 45 % આવક વિડીયો બનાવનાર એટલે કે યુ ટયુબ ચેનલ માલીકને આપે છે.
Youtube Monetization
યુ ટયુબ માથી કમાણી (Youtube Earning) કરવા માટે તમારી ચેનલ Monetize થયેલી હોવી જરૂરી છે. તેના માટે ગુગલે ચોક્કસ Criteria નક્કી કરેલા છે. તે મુજબ તમારી યુ ટયુબ ચેનલમા 500 Subscriber હોવા જોઇએ અને તમારી યુ તૅયુબ ચેનલનો 4000 કલાકનો વોચ ટાઇમ પુરો થયેલો હોવો જોઇએ. જો તમારી ચનલ આ ક્રાઇટેરીયા પુરા કરતી હોય તો જ તમે Youtube Monetization માટે એપ્લાય કરી શકશો. તમારી યુ તયુબ ચેનલ મોનેટાઇઝ થયા બાદ તમારા વિડીયોમા ડીસ્પ્લે થતી એડ માથી તમને 45 % Revenue share મળશે.
યુ ટયુબમા વિડીયોમા 100000 વ્યુ મા 20 થી 40 ડોલર જેટલુ (Youtube Earning)અર્નીંગ થતુ હોય છે. પણ યુ ટયુબનુ અર્નીંગ તે વિડીયોના વ્યુ, વિડીયો નુ કન્ટેન કેવુ છે અને ચેનલ સબસ્ક્રાઇબર ઉપર પણ આધાર રાખે છે.
આ પણ વાંચો: વોઇસ કોલિંગની મદદથી ગ્રુપમાં 128 લોકો એક સાથે કમ્યુનિકેટ કરી શકશે જાણો સંપૂર્ણ માહિતી
યુ ટયુબ કારકીર્દી
તમારામા પણ જો ઇનોવેટીવ આઇડીયા હોય અને તમારામા પણ સારા વિડીયો બનાવવાની આવડત હોય તો યુ ટયુબ કારકીર્દી તરીકે સોથી બેસ્ટ છે. આજકાલ ઘણા બધા યુ ટયુબર્સ સારા વિડીયો બનાવીને યુ ટયુબમાથી લાખો રૂપીયાની (Youtube Earning)કમાણી કરે છે. ફેમસ યુટ્યુબર કેરી મીનાટી, અમિત ભડાના, ઈન્ડિયન હેકર, ટેકનિકલ ગુરુજી, ભુવન બામ, જેવા ફેમસ યુ ટયુબર્સ નુ નામ તમે સાંભળ્યુ જ હશે જે વર્ષે યુ ટયુબમાથી કરોડો રૂપીયાની કમાણી કરે છે. યુ ટયુબ શોર્ટ વિડીયોમાથી પણ હવે તમે કમાણી કરી શકો છો.