IB ACIO Vacancy: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ તાજેતરમાં 995 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી નોટીફીકેશન જાહેર કર્યુ છે, જેમાં 21મી નવેમ્બર 2023ના રોજ ACIO ગ્રેડ II એક્ઝિક્યુટિવની પોસ્ટ ભરવા માટે 995 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવેલ છે. આ પોસ્ટને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ઘણી સારી નોકરી ગણવામાં આવે છે. તેને સામાન્ય સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ ‘C’ (નોન-ગેઝેટેડ, નોન-મિનિસ્ટ્રીયલ) તરીકે ઓળખવામા આવે છે. IB ACIO Recruitment માટે અરજી કરવા માટેના લાયક ઉમેદવાર 25મી નવેમ્બરથી 15 મી ડિસેમ્બર 2023 સુધી www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે. આ ભરતીની અન્ય વિગતો જેવી કે પગારધોરણ, લાયકાત, ઉમર મર્યાદા, અરજી ફી, અગત્યની તારીખ, વિશે વિગતવાર માહિતી મેળવીશુ.
IB ACIO Recruitment 2023
સંસ્થાનુ નામ | ઇન્ટેલિજન્સ બ્યુરો |
કુલ ખાલી જગ્યા | 995 |
પોસ્ટ નામ | Assistant Central Intelligence Officer |
ભરતી પ્રકાર | ઓફીસર ભરતી |
લાયકાત | ગ્રેજયુએટ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15-12-2023 |
પગાર | બેઝીક રૂ.44900 દર મહિને અન્ય ભથ્થા |
અરજી પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | www.mha.gov.in or www.ncs.gov.in |
IB ACIO Vacancy 2023
IB ACIO Recruitment મા કુલ 995 જગ્યાઓ માટે આ ભરતી જાહેરાત કરવામા આવી છે. જેમા કેટગરીવાઇઝ જગ્યાઓની માહિતી નીચે આપેલ છે.
કેટેગરી | જગ્યાઓ |
Unreserved (UR) Category | 377 |
Scheduled Caste (SC) Category | 134 |
Scheduled Tribe (ST) Category | 133 |
EWS Category | 129 |
OBC Category | 222 |
કુલ જગ્યાઓ | 995 |
લાયકાત
ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ACIO પદ પર ભરતી થવા માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ડિટેલ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરવાનું રહેશે. આ સાથે બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું પણ જરૂરી છે.
વય મર્યાદા
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ II/એક્ઝિક્યુટિવ ભરતી 2023 હેઠળ, ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. ભરતીના નિયમો મુજબ ઉંમરમાં વધારાની છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી માટે અરજી કરતા જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 450 છે અને એસસી/એસટી અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે અરજી ફી રૂ. 100 છે. અરજી ફી માત્ર ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા ચૂકવવાની રહેશે.
પગાર
IB ACIO ભરતી 2023ની સૂચના મુજબ, આ ભરતી માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો મૂળ પગાર રૂ. 44,900 થી રૂ. 1,42,400 ની વચ્ચે હશે. ઉમેદવારોને DA, SSA, HRA, TA વગેરે જેવા અન્ય લાભો પણ મળશે.
આ પણ વાંચો: હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આવી ગઇ છે નોકરીની ઉત્તમ તક, તો રાહ શેની જુઓ છો અત્યારેજ કરો અરજી
IB ACIO ભરતી ઓનલાઇન અરજી
IB ACIO Recruitment મા ઉમેદવારોએ તેમનું એપ્લિકેશન ફોર્મ ફક્ત ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે કારણ કે અન્ય કોઈપણ રીતે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. IB ભરતીમા ઓનલાઈન અરજી કરવા માટે નીચેના પગલા અનુસરો.
- સૌથી પહેલા તમે MHA ની ઓફીસીયલ વેબસાઇટ www.mha.gov.in ની મુલાકાત લો.
- ત્યારપછી “Online Applications for the posts of ACIO Grade II/ Executive in Intelligence Bureau (IB)” ઓપ્શન પર ક્લિક કરો.
- IB ACIO ભરતી 2023 ભરતી સૂચના pdf ડાઉનલોડ કરી તેમાની સંપૂર્ણ વિગતો વાંચો અને હવે “ઓનલાઈન રજીસ્ટ્રેશન” પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન પ્રોસેસ વ્યક્તિગત અને કોન્ટેકટ ડીટેઇલ ઉપયોગ કરીને હાથ ધરવામાં આવે છે. લૉગિન આઈડી અને પાસવર્ડ તમને રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ, લૉગ ઇન કરો અને અરજી ફોર્મમાં તમારી તમામ વિગતો જેમ કે વ્યક્તિગત વિગતો, લાયકાતની વિગતો અને ઘોષણા વગેરે વિગતોને ચકાસી ને ભરો
- ત્યારબાદ નિયત ફોર્મેટમાં તમારો ફોટો અને તમારી સહી અપલોડ કરો.
- એકવાર અરજી સબમિટ થઈ જાય, ઉમેદવારોને પરીક્ષા ફી જમા કરાવવા માટે આપમેળે SBI ગેટવે પર રીડાયરેક્ટ કરવામાં આવશે. ત્યા તમે એપ્લીકેશન ફી નુ ઓનલાઇન પેમેન્ટ કરો
- વધુ જરૂરિયાત માટે ડાઉનલોડ કરો અને તેની હાર્ડ કોપી રાખો
અગત્યની લીંક
ભરતી નોટીફીકેશન | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા | અહી ક્લિક કરો |
અન્ય ભરતીની જાહેરાત કરવા માટે | અહી ક્લિક કરો |
અગત્યની તારીખો
ફોર્મ ભરવાની શરુ તારીખ: | 25-11-2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: | 15-12-2023 |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 15-12-2023 |
પરિક્ષા તારીખ: | હવે જાહેર થશે |