Bank Holiday: ડિસેમ્બરમાં 18 દિવસ સુધી બંધ રહેશે બેંકો, કોઈપણ કામનું આયોજન કરતા પહેલા જોઈ લો આખું લિસ્ટ અહીં

Bank Holiday: મિત્રો તહેવારોની સિઝન સાથે નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. બેંક હડતાલ અને જાહેર રજાઓના લીધે આ મહિનામાં બેંક શાખાઓ ઘણા દિવસો સુધી (Bank Holiday) બંધ રહેશે. આવતા મહિનામાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ છે, તો તે કામ અત્યારે જ પતાવી દો. હવેથી તમે રજાઓનું લિસ્ટ અને પ્લાનિંગ જોઈને તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી બચી શકશો. રજાઓ સિવાય બેંક યુનિયનોએ ડિસેમ્બરમાં 6 દિવસની હડતાળનું એલાન કર્યું છે. અને ડિસેમ્બરમાં શનિવાર અને રવિવારની રજાઓ સાથે છ 18 દિવસની બેંક રજાઓ છે. તો ચાલો આ લેખમા જાણીયે કે ડિસેમ્બરમાં કેટલા દિવસો સુધી બેંકો (Bank Holiday) બંધ રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાજ્યો અનુસાર અલગ અલગ રજાઓ

તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ બેંક રજાઓ રાજ્યો અને પ્રદેશો પ્રમાણે અલગ અલગ હોય છે. જો તમારી પાસે તે બેંકની શાખામાંથી કોઈપણ પ્રકારનું કામ છે,તો તે કામ અત્યારે જ પતાવી દો. , નહીં તો તમને નુકસાન થઈ શકે છે. આ માટે તમારી પાસે રજાઓ વિશે અગાઉથી માહિતી હોવી જરૂરી છે. રજાઓ દરમિયાન તમે નેટ બેંકિંગ દ્વારા તમારું કામ કરી પુરુ કરી શકો છો. તો ચાલો આ લેખમા જાણીયે કે ડિસેમ્બરમાં કેટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ જાણો, તેમજ આટલા દિવસો દરમિયાન બેંક બંધ રહેશે

Bank Holiday: ડિસેમ્બર 2023 માટે બેંક રજાઓ

તારીખરાજ્યમા બેંક રજા
1 ડિસેમ્બર 2023રાજ્યના ઉદ્ઘાટન દિવસને કારણે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં બેંકોમા રજા રહેશે
3 ડિસેમ્બર 2023-મહિનાના પહેલા રવિવારને કારણે બેંકોમા રજા રહેશે
4 ડિસેમ્બર 2023ગોવામાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ફેસ્ટિવલને કારણે બેંકોમા રજા રહેશે
9 ડિસેમ્બર 2023-મહિનાનો બીજો શનિવાર અને બેંકોમા રજા રહેશે
10 ડિસેમ્બર 2023રવિવારના કારણે બેંકોમા રજા રહેશે
12 ડિસેમ્બર 2023મેઘાલયમાં પા-તોગન નેંગમિંજા સંગમાને કારણે બેંકોમા રજા રહેશે.
13 ડિસેમ્બર 2023સિક્કિમમાં લોસુંગ/નામસંગને કારણે બેંકોમા રજા રહેશે.
14 ડિસેમ્બર 2023સિક્કિમમાં લોસુંગ/નામસંગને કારણે બેંકોમા રજા રહેશે
17 ડિસેમ્બર 2023રવિવારના કારણે દેશભરમાં બેંકોમા રજા રહેશે
18 ડિસેમ્બર 2023યુ સોસો થમની પુણ્યતિથિને કારણે મેઘાલયમાં બેંકોમા રજા રહેશે
19 ડિસેમ્બર 2023મુક્તિ દિવસના કારણે ગોવામાં બેંકોમા રજા રહેશે.
23 ડિસેમ્બર 2023મહિનાનો ચોથો શનિવાર, સમગ્ર દેશમાં બેંકોમા રજા રહેશે
24 ડિસેમ્બર 2023રવિવારના કારણે દેશભરમાં બેંકોમા રજા રહેશે
25 ડિસેમ્બર 2023નાતાલના કારણે દેશભરની બેંકોમા રજા રહેશે