World cup Final 2023: દક્ષિણ આફ્રિકાનું સપનું રોળાયું, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં ફાઈનલ જંગ ખેલાશે

World cup Final 2023: ગુરૂવારે બીજી સેમિફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન્સ ગાર્ડન સ્ટેડિયમમા રમાઈ હતી. જેમા આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમા ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 7 વિકેટના નુકસાને આ મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે World cup Final 2023 નો મહામુકાબલો ખેલાશે. બુધવારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

World cup Final 2023: ઓસ્ટ્રેલિયા આફ્રિકાને હરાવીને આઠમી વાર ફાઈનલમાં

  • ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા ભારત 1983 અને 2003 અને 2011માં વર્લ્ડકપની ફાઇનલમાં પહોચ્યું હતું. તેમા ભારત ત્રણમાંથી બે વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ત્યારે પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયાની ટીમ સાઉથ આફ્રિકાને સેમીફાઇનલમાં હરાવીને આઠમી વાર ફાઈનલમા પ્રવેશ મેળવ્યો છે. હવે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે World cup Final 2023 નો મહામુકાબલો ખેલાશે.

ડેવિડ મિલરની લડાયક સદી એળે ગઈ

  • સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કયો. સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ કેપ્ટન ટેમ્બા બાવુમા 0 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, બાદમાં ડી કોક પણ 3 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. એક પછી એક વિકેટ પડતા સાઉથ આફ્રિકાની ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. જોકે, ડેવિડ મિલરે શાનદાર ફટકારીને ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો.

પીએમ મોદી ફાઈનલ મેચ જોવા આવી શકે છે અમદાવાદ

  • આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર ફાઇનલ મેચ જોવા માટે આવી શકે છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઇને અત્યારથી જ વ્યવસ્થા તંત્ર કામે લાગ્યું છે. પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફાઇનલ મેચ જોવા માટે આવી શકે તેવા અનુમાન લોકો લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ

વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમ અજેય

  • રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે અત્યાર સુધી ખુબજ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર માનવામા આવે છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં 70 રને હરાવીને ફાઈલમાં એન્ટ્રી કરી હતી. ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ભારતે લીગ તબક્કામાં તમામ 9 મેચ જીતી અને સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું. 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે World cup Final 2023 નો મહામુકાબલો ખેલાશે.

અગત્યની લિંક્સ

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Final Match watch free on Hotstar Appઅહિં ક્લીક કરો

2011 પછી ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનવાની સુવર્ણ તક

  • ભારત પાસે 2011 પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાની સુવર્ણ તક આવી છે. ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ અત્યારે સર્વોચ્ચ સ્તરે છે. વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને રોહિત શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યા છે. બોલિંગમાં મોહમ્મદ શમી વિરોધી ટીમનો ડાંડીયા ડૂલ કરી રહ્યો છે. શમીએ આ ટૂર્નામેન્ટમાં 23 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેવામાં મામલે સોથી ટોપ પર છે.