World Cup Award List: વર્લ્ડ કપમા કયા ખેલાડીને કયો એવોર્ડ મળ્યો, કેટલી મળી ઇનામની રકમ જાણો

World Cup Award List: ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ પુરો થઇ ગયો છે અને ફાઇનલમા ઓસ્ટ્રેલીયા એ ભારતને 6 વિકેટે હરાવ્યુ છે. ઓસ્ટ્રેલીયા 6 ઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યુ છે. આ સાથે ઓસ્ટ્રેલીયન ટીમ અને વિવિધ ખેલાડીઓ પર ધનવર્ષા થઇ હતી. ચાલો જાણીએ આ વર્લ્ડ કપ મા કઇ ટીમ અને કયા ખેલાડી ને કયા એવોર્ડ અને કેટલી (World Cup Award List) ઇનામની રકમ આપવામા આવી?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

World Cup Award List

વર્લ્ડ કપ પુરો થયા બાદ જીતેલી ટીમને ટ્રોફી આપવામા આવી હતી. અને ટ્રેવીસ હેડ ને તેની ફાઇનલમા રમેલી અદભુત ઈનીંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામા આવ્યો હતો. સાથે સાથે સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન કરેલા સારા પ્રદર્શન બદલ વિવિધ ખેલાડીઓને એવોર્ડ (World Cup Award List)આપવામા આવ્યા હતા. તો ચાલો જાણીએ World Cup Award List વિશે.

આ પણ વાંચો: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ કોને કેટલા મળશે ?

Golden Bat Award World cup 2023

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ મા કરેલા શાનદાર પ્રદર્શન બદલ તેને ગોલ્ડન બેટ એવોર્ડ આપવામા આવ્યો હતો. આ વર્લ્ડ કપ મા વિરાટ કોહલીએ 11 મેચમાં સૌથી વધુ 765 રન બનાવ્યા છે. આ પ્રદર્શન મા વિરાટ કોહલીની એવરેજ 95.62 અને સ્ટ્રાઈક રેટ 90.31 હતી. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023 મા 3 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.

Golden Ball Award World cup 2023

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ને તેણે ઝડપેલી સૌથી વધુ વિકેટ માટે ગોલ્ડન બોલ એવોર્ડ આપવામા આવ્યો હતો. શમી માત્ર 7 મેચમા 24 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેને બેસ્ટ બોલીંગ ફીગર એવોર્ડ પણ આપવામા આવ્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલ મેચમા મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી હતી.

Player Of the Tournament world cup 2023

  • ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલી ને આ વર્લ્ડ કપ મા કરેલા અદભુત પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ ટ્રુર્નામેન્ટ નો એવોર્ડ આપવામા આવ્યો હતો. કોહલી એ આ વર્લ્ડ કપમા 11 મેચમા 765 રન બનાવ્યા હતા અને 1 વિકેટ તથા 5 કેચ ઝડપ્યા હતા.

Most Sixes Award world cup 2023

કેપ્ટન રોહિત શર્મા ને આ વર્લ્ડ કપમા સૌથી વધુ સીકસ ફટકારવાનો એવોર્ડ આપવામા આવ્યો હતો. રોહિત શર્મા એ વર્લ્ડ કપ મા 31 સીકસ ફટકારી હતી.

Man of the match World Cup final 2023

જ્યારે ઓસ્ટેલીયન ટીમની 3 વિકેટ સસ્તા મા પડી ગઇ હતી ત્યારે ટીમની કમાન સંભાળી ઓસ્ટેલીયન ટીમને જીત સુધી પહોંચાડનાર ઓપનીગ બેટસમેન ટ્રેવીસ હેડને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામા આવ્યો હતો. ટ્રેવીસ હેડે 120 બોલમા 137 રન બનાવ્યા હતા.

અગત્યની લિંક્સ

ICC Official Websiteઅહિ ક્લિક કરો
વધારે માંહિતી માટેઅહિ ક્લિક કરો

World Cup Award List: અન્ય એવોર્ડ

  • ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટસમેન ગ્લેન મેક્સવેલને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની મેચમા ફટકારેલા ‘હાઈએસ્ટ સ્કોર’ અને ‘હાઈએસ્ટ સ્ટ્રાઈકર રેટ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે આ મેચમા 150.37ની જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી નોટઆઉટ 201 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાન ટીમને પોતાની ઐતિહાસિક વિજય નોંધાવવામાં મદદ કરી.
  • દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 50 ઓવરના ફોર્મેટમાં 594 રન બનાવ્યા હ્તા, જેમાં તેણે ચાર સદી ફટકારેલી છે. 30 વર્ષીય ખેલાડીને ‘મોસ્ટ સેન્ચ્યુરી’નો એવોર્ડ આપવામા આવ્યો હતો.
  • વિરાટ કોહલીને સૌથી વધુ અર્ધશતકનો એવોર્ડ મળ્યો હતો. ODI વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીએ 6 અડધી સદી ફટકારી છે.
  • દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે પણ 20 વિકેટ સાથે ‘વિકેટકીપર દ્વારા સૌથી વધુ ડિસમિસલ’નો એવોર્ડ આપવામા આવ્યો હતો.
  • ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલને સૌથી વધુ કેચ નો એવોર્ડ આપવામા આવ્યુ હતો. ન્યૂઝીલેન્ડના આ કિવી ખેલાડી એ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 11 કેચ કર્યા છે.