World Cup 2023 2nd Semi-Final: વર્લ્ડ કપ 2023ની SA Vs AUS બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટે જીત બાદ ફાઇનલમાં 8 મી વખત સાથ, ભારત સામે ફાઇનલમાં એન્ટ્રી

વર્લ્ડ કપ 2023ની SA Vs AUS બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલીયાની ૩ વિકેટે જીત, વર્લ્ડ કપ 2023ની SA Vs AUS બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટે જીત બાદ હવે ફાઇનલમાં 8 મી વખત મેળવી એન્ટ્રી સાથ, ભારત સામે ફાઇનલમાં એન્ટ્રીબાદ ભારત સામે ફાઇનલ એન્ટ્રી અમદાવાદમાં થશે હવે ફાઇનલ મેચની તૈયારી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વર્લ્ડ કપ 2023ની SA Vs AUS બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટે જીત

World Cup 2023 2nd Semi-Final માં ઓસ્ટ્રેલિયા 3 વિકેટે જીત

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાશે:સાઉથ આફ્રિકા ફરી ચોકર્સ સાબિત થયું, પાંચમી વખત વર્લ્ડકપની સેમિફાઈનલમાં હાર્યું

South Africa vs Australia, 2nd Semi-Final (2nd v 3rd) – Live Cricket Score & Highlight જુઓ અહીંથી

World Cup 2023 2nd Semi-Final માં દક્ષિણ આફ્રિકાને ઓસ્ટ્રેલીયાએ 3 વિકેટથી હરાવી ફાઇનલમાં લીધી એન્ટ્રી, વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ ક્રિઝ પર છે.

કોએત્ઝીએ બે વિકેટ લીધી હતી. તેણે પહેલા સ્ટીવ સ્મિથ અને પછી જોશ ઇંગ્લિસને બોલ્ડ કર્યો હતો. ગ્લેન મેક્સવેલ એક રન બનાવીને આઉટ થયો હતો. તેને તબરેઝ શમ્સીએ બોલ્ડ કર્યો હતો. તેણે માર્નસ લેબુશેન (18 રન)ને LBW આઉટ કર્યો. ટ્રેવિસ હેડ 62 રન બનાવીને આઉટ થયો હતો. તેને કેશવ મહારાજે બોલ્ડ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકાના ફિલ્ડરોએ 12થી 14 ઓવરની વચ્ચે 3 કેચ છોડ્યા હતા. હેડે આ વર્લ્ડ કપમાં બીજો 50 પ્લસ સ્કોર બનાવ્યો. તેણે ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલામાં સદી ફટકારી હતી.

મિચેલ માર્શ શૂન્ય પર આઉટ થયો હતો. તે વેન ડેર ડુસેનના હાથે કાગિસો રબાડાએ કેચ આઉટ કરાવ્યો હતો. આ પહેલા એડન માર્કરમે તેના પહેલા બોલ પર ડેવિડ વોર્નર (29 રન)ને બોલ્ડ કર્યો હતો.

પાવરપ્લેમાં કાંગારૂની ઝડપી શરૂઆત, માર્કરમ-રબાડાએ વિકેટ લીધી
પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરે 6 ઓવરમાં 60 રન બનાવ્યા હતા. રબાડાએ છઠ્ઠી ઓવરમાં 21 રન આપ્યા હતા.

કેપ્ટન ટેમ્બા બાવુમાએ સાતમી ઓવરમાં એક ફેરફાર કર્યો અને એડન માર્કરમને વોર્નરની વિકેટ મળી. અહીંથી સાઉથ આફ્રિકાએ કમબેક કર્યું હતું અને મિચેલ માર્શ પણ આઠમી ઓવરમાં આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા છેલ્લી 4 ઓવરમાં માત્ર 14 રન બનાવી શક્યું હતું અને દક્ષિણ આફ્રિકાને 2 વિકેટ મળી હતી.

World Cup 2023 2nd Semi-Final સાઉથ આફ્રિકાની ઇનિંગ…

ડેવિડ મિલરની વર્લ્ડ કપમાં પહેલી સદી, સ્ટાર્ક-કમિન્સે 3-3 વિકેટ લીધી
કોલકાતામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમ 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ડેવિડ મિલરે 101 રનની સદીની ઇનિંગ રમી હતી. તેણે પોતાની પ્રથમ વર્લ્ડ કપ સદી ફટકારી હતી. મિલરે પોતાની સદી છગ્ગા સાથે પૂરી કરી હતી. તે વર્લ્ડ કપ નોકઆઉટમાં સાઉથ આફ્રિકાનો ટોપ સ્કોરર પણ બની ગયો છે. આ પહેલા ફાફ ડુ પ્લેસિસે ઓકલેન્ડમાં 2015 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 82 રન બનાવ્યા હતા. મિલર સિવાય હેનરિક ક્લાસેન 47 રન બનાવીને આઉટ થયો હતો.

મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડને 2-2 વિકેટ મળી હતી.

World Cup 2023 2nd Semi-Final ક્લાસન-મિલરે આફ્રિકાનો હવાલો સંભાળ્યો, હેડે દબાણ બનાવ્યું

મિડલ ઓવર્સમાં શરૂઆતની ઓવરોમાં દક્ષિણ આફ્રિકાના બેટર્સ દબાણમાં જોવા મળ્યા હતા. 12મી ઓવરમાં 24 રનમાં ચોથી વિકેટ ગુમાવ્યા બાદ હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે દાવને આગળ ધપાવ્યો હતો. બંનેએ 31મી ઓવર સુધી બેટિંગ કરી હતી. આ દરમિયાન ક્લાસેન અને મિલરની જોડીએ 95 રનની ભાગીદારી કરીને આફ્રિકાના દાવને આગળ ધપાવ્યો હતો.

આફ્રિકન ટીમ દબાણમાંથી બહાર આવી રહી હતી જ્યારે 31મી ઓવરમાં આવેલા ટેવિસ હેડે સતત બે વિકેટ લઈને ફરીથી દબાણ સર્જ્યું હતું. તેણે ક્લસેનને આઉટ કરીને 95 રનની ભાગીદારી તોડી અને પછી માર્કો જેન્સનને શૂન્ય પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

આવી સ્થિતિમાં, મિલરે રન બનાવવાની જવાબદારી લીધી અને તેની ODI કારકિર્દીની 25મી ફિફ્ટી પૂરી કરી. મિડલ 30 ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. 40 ઓવર પછી આફ્રિકન ટીમનો સ્કોર 156/6 હતો.

World Cup 2023 2nd Semi-Final દક્ષિણ આફ્રિકાની ખરાબ શરૂઆત, બાવુમા ઝીરો આઉટ

ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે એક રનના સ્કોર પર કેપ્ટન ટેમ્બા બાવુમાની વિકેટ ગુમાવી હતી. તેને પ્રથમ ઓવરમાં જ મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. બાવુમા ખાતું પણ ખોલાવી શક્યા ન હતો.

10 રનની અંદર આફ્રિકન ટીમે બીજા ઓપનર ક્વિન્ટન ડી કોક (3 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. ડી કોકને જોશ હેઝલવુડે આઉટ કર્યો હતો. પ્રથમ 10 ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ 18 રન બનાવીને બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીં ટીમનો સ્કોર 18/2 હતો.

World Cup 2023 2nd Semi-Final આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ ફેરફાર કર્યા

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા, બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે. આફ્રિકાએ લુંગી એન્ગિડી અને એન્ડિલે ફેહલુકવાયોની જગ્યાએ તબરેઝ શમ્સી અને માર્કો જેન્સેનને લીધા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બે બદલાવ કર્યો છે. જેમાં તેમણે સ્ટોઇનિસ અને અબોટને સ્થાને ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્કને લીધો છે.

જાણો આજની World Cup 2023 2nd Semi-Final મેચના તાજા સમાચાર અન્ય અપડેટ્સ

World Cup 2023 2nd Semi-Final બન્ને ટીમની પ્લેઇંગ-11

સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા(કેપ્ટન), રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોત્ઝી, કાગીસો રબાડા અને તબરેઝ શમ્સી.

ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ.

ઓસ્ટ્રેલિયા બન્ને વખતે સેમિફાઈનલમાં જીત્યું

ઓસ્ટ્રેલિયા નવમી વખત અને સાઉથ આફ્રિકા પાંચમી વખત વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલ રમશે. સાઉથ આફ્રિકા એક વખત પણ ફાઈનલમાં પહોંચી શક્યું નથી. બંને ટીમ ટુર્નામેન્ટના ઈતિહાસમાં ત્રીજી વખત સેમિફાઈનલમાં ટકરાશે, આ પહેલા 1999 અને 2007માં પણ નોકઆઉટમાં બંને ટીમ સામસામે આવી હતી. ઓસ્ટ્રેલિયા બંને વખત જીત્યું હતું.

ઓસ્ટ્રેલિયા છેલ્લા આઠ સેમિફાઈનલમાં માત્ર એક મેચ હાર્યું

ઓસ્ટ્રેલિયાએ 8 વર્લ્ડ કપ સેમિફાઈનલ રમી છે, ટીમ 9મી વખત સેમિફાઈનલ રમશે. આઠ મેચમાં ટીમ માત્ર એક જ વાર હારી અને બાકીની છ મેચ જીતી. એક મેચ પણ ટાઈ રહી હતી પરંતુ પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિને કારણે ટીમને ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો.

બીજી તરફ સાઉથ આફ્રિકાએ 4 સેમિફાઈનલ રમી, 3માં હાર અને એક મેચ ટાઈ રહી. 1999માં જ ઓસ્ટ્રેલિયા સામે ટાઈ મેચ થઈ હતી, જ્યારે સાઉથ આફ્રિકાને પોઈન્ટ ટેબલના કારણે ફાઈનલમાં જગ્યા મળી ન હતી.

બંને ટીમ સાથે જોડાયેલી મહત્વની વાત

1999માં બંને ટીમ ગ્રુપ સ્ટેજ બાદ સેમિફાઈનલમાં પણ ટકરાઈ હતી. 2007માં પણ આવું જ થયું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયા ચારેય વખત જીત્યું હતું. 2019માં, દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપની ગ્રુપ સ્ટેજની મેચ 10 રને જીતી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી, પરંતુ મેચ હારી ગઈ હતી.

બંને ટીમની યાદગાર મેચ

બંને ટીમ 1999ના વર્લ્ડ કપ સુપર-6માં ટકરાઈ હતી. સાઉથ આફ્રિકાએ 271 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 30.5 ઓવરમાં 152 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન સ્ટીવ વો ક્રિઝ પર આવ્યો અને એલન ડોનાલ્ડના બોલ પર હર્શલ ગિબ્સે આસાન કેચ છોડ્યો. પછી સ્ટીવ વોએ ગિબ્સને કહ્યું- તમે કેચ નહીં વર્લ્ડ કપ છોડ્યો છે. સ્ટીવ વોએ 120 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાએ 2 બોલ બાકી રહેતાં 5 વિકેટે મેચ જીતી લીધી.

બંને ટીમ 1999ની સેમિફાઈનલમાં ફરી ટકરાયા હતા. ઓસ્ટ્રેલિયા 213 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જવાબમાં સાઉથ આફ્રિકા પણ માત્ર 213 રન બનાવી શકી. મેચ ટાઈ થઈ હતી, પરંતુ સુપર-6 તબક્કામાં સારો રન રેટ હોવાને કારણે ઓસ્ટ્રેલિયાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા પણ 1999માં ચેમ્પિયન બન્યું હતું.