Why Dog Crying At Night: રાતે પડે ને એવું તો શું થાય છે કે કૂતરા રડવા લાગે છે, આત્મા દેખાય છે કે પછી બીજુ કોઈ કારણ? જાણો

Why Dog Crying At Night: તમે જોયુ હશે રાતે ઘણીવાર કૂતરા રડતા (Why Dog Crying At Night)હોય છે. તેમના રડવાના અવાજના લીધે લોકોની ઊંઘ હરામ થયી જાય છે. અને લોકોને અપશકુનની ચિંતા રહે છે. ઘણા લોકોનુ એવુ માનવુ છે કે કૂતરા જ્યારે રાતે ભૂત પ્રેત જોઈને ગભરાઈ જાય છે અને ડરના કારણે ભસવા લાગે છે. પરંતુ આ વાતમાં ખરેખર કોઈ તથ્ય છે કે પછી ફક્ત વાતોના વડા છે. ચાલો જાણીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Why Dog Crying At Night: કૂતરા રડવાનું કારણ

વૈજ્ઞાનિકોના મત મુજબ કૂતરા રાતે રડે Why Dog Crying At Night તેની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. તેમાંથી એક મુખ્ય કારણ ઉંમર વધવાનું છે. ઢળતી ઉંમરની સાથે સાથે કૂતરા શારીરિક રીતે અને માનશીક રીતે થાક્નો અનુભવ કરવા લાગે છે અને તેઓ વધુ એકલાપણું અને ઉદાસીનતા મહેસૂસ કરવા લાગે છે. તેના કારણે તેઓ રાતે રડીને પોતાનું દુખ વ્યક્ત કરે છે. ઘણી વાર તેઓ પોતાના ગુજરી ગયેલા સાથીઓને પણ યાદ કરીને રડતા હોય છે.

ઈજા થવાથી પણ રડે છે

વૈજ્ઞાનીકો કહે છે કે જ્યારે બીજા વિસ્તારના કૂતરા તેમના વિસ્તારમાં આવી જાય તો ત્યાંના કૂતરા રડવાનું શરૂ કરી દે છે. આમ કરીને તેઓ પોતાના વિસ્તારના કૂતરાઓને શંકેત કરી રહ્યા હોય છે કે કોઈ અજાણ્યો કૂતરો તેમના વિસ્તારમાં ઘૂસી ગયો છે. આ સિવા તબિયત ખરાબ હોય કે ઈજા થઈ હોય તો પણ કૂતરા રાતે રડે(Why Dog Crying At Night)છે. એવી ઘણી બધી માન્યતાઓ છે કે રાતના સમયે કૂતરાનો રડવાનો અવાજ એ કોઈ અનહોની તરફ ઈશારો છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈના ઘર સામે કૂતરો રડે છે તો કોઈના મરણનો સંકેત આપે છે. લોક માન્યતા મુજબ આવનારા સંકટનો અભાસ કુતરાઓને પહેલાથીજ થઈ જાય છે. તેથી તેઓ રડે છે.

રસ્તો ભટકી જાય તો રડે છે

અનેક વૈજ્ઞાનિક રિસર્ચ રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે જ્યારે કૂતરા રાતે રસ્તો ભટકી જાય કે પોતાના પરિવારથી અલગ્ન થઈ જાય તો રાતનો સમય થાય ત્યારે નિરાશ થઈને જોર જોરથી રડવા લાગે છે અને તેમના પરિવાર ના સભ્યોને યાદ કરીને દુખ વ્યક્ત કરે છે . આ બરાબર એવી જ ભાવના હોય છે જ્યારે કોઈ નાનુ બાળક પોતાના પરિવારથી અલગ થવા પર જોર જોરથી રડવા લાગે છે.

આ પણ વાંચો: હવે મચ્છરોથી મેળવો છુટકારો, માત્ર 10 મિનિટમાં એવું મશીન બનાવો કે જે તમેને મચ્છરોથી અપાવશે છુટકારો

નકારાત્મક ઉર્જા હોવાનું કારણ!

ઘણા તથ્યો એવુ પણ માને છે કે રાતના સમયે સૌથી વધુ નેગેટિવ ઉર્જા રહે છે. કૂતરાને રાતના સમયે ફેલાયેલી નેગેટિવ ઉર્જાઓનો અનુભવ થઈ જાય છે. જેના લિધે કૂતરાઓ જોરથી રડવાનો અવાજ કાઢવા લાગ છે. કૂતરાને જ્યારે પણ રાતના સમયે નેગેટિવ ઉર્જનો અહેસાસ વધુ થાય છે ત્યારે તેઓ પોતાની આજુબાજુ રહેલા સાથી કૂતરાઓને આ પરેશાનીથી પરિચિત કરવા માટે સંદેશ મોકલે છે.