WhatsApp important features: WhatsApp ની આ ત્રણ ટ્રિક્સ ખૂબ જ ઉપયોગી, ડિલીટ થયેલા મેસેજ પણ જોઇ શકાશે.

WhatsApp important features: આજકાલ વોટ્સએપ સૌથી લોકપ્રિય એપ બની ગયું છે. દરેક વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે છે. જો કે વોટ્સએપમાં ઘણા શાનદાર ફીચર્સ ઉપલબ્ધ છે. વીડિયો કોલિંગ અને વોઈસ કોલિંગ જેવી સુવિધાઓ તો છે જ પણ તેમ છતાં કંપની યુઝર એક્સપીરિયન્સને શ્રેષ્ઠ બનાવવા નવા ફીચર્સ લાવતી રહે છે. પરંતુ આજે એવા 3 સૌથી રોમાંચક ફીચર્સ વિશે જણાવવાનું છે જેના દ્વારા તમે ડિલીટ કરેલા મેસેજ પણ વાંચી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

WhatsApp ની આ ત્રણ ટ્રિક્સ ખૂબ જ ઉપયોગી, ડિલીટ થયેલા મેસેજ પણ જોઇ શકાશે.

ઓછો ઇન્ટરનેટ ડેટા વપરાશે

વિડિયો કૉલ્સ અથવા વૉઇસ કૉલ દરમિયાન ડેટા વધુ વપરાતો હોય છે. જો તમે પણ WhatsApp કોલ દરમિયાન વારંવાર ડેટા ખતમ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત એક સેટિંગ બદલવું પડશે અને પછી ડેટા ખતમ થવાનું ટેન્શન દૂર થઈ જશે. ડેટા બચાવવા માટે, તમારે પહેલા સેટિંગ્સ વિકલ્પ પર જવું પડશે. આ પછી ડેટા અને સ્ટોરેજના વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારે use less data for calls ઓપ્શન ચાલુ કરવાનો રહેશે. જેથી વીડિયો કૉલ અથવા વૉઇસ કૉલ દરમિયાન ડેટાનો વપરાશ ઓછો થશે.

મનપસંદ ચેટને સ્ટાર કરી શકો છો

ઘણી વખત એવું બને છે કે આપણે કોઈક ચેટ સર્ચ કરવી પડે છે. પરંતુ આટલા બધા મેસેજમાં સર્ચ કરવું સરળ નથી, આવી સ્થિતિમાં તમે ચેટ સ્ટાર ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ ફીચરની મદદથી તમે તમારી મનપસંદ ચેટને સ્ટાર માર્ક કરી શકો છો. જો તમે ચેટને સ્ટાર કરો છો, તો તે ચેટ બોક્સની ટોપ પર દેખાશે. જો તમે કોઈ મેસેજને સ્ટાર માર્ક કરવા માંગો છો, તો તેના પર લોન્ગ ક્લિક કરો, ત્યારબાદ તેમાં સ્ટારનો વિકલ્પ દેખાશે.

આ પણ વાંચો: શું તમારે બોર્ડની પરીક્ષા છે તો આ રીતે તૈયારી કરો અને સારા માર્ક્સ લાવવા માટે આ ટિપ્સ અપનાવો તો અત્યારેજ જાણૉ

ડિલીટ કરેલા મેસેજ કેવી રીતે વાંચવા ?

ઘણી વખત લોકો WhatsAppમાં મેસેજ ડિલીટ કરી દેતા હોય છે. આવી સ્થિતિમાં આપણું મન વિચારતું રહે છે કે એવો કયો મેસેજ હતો જેને ડીલીટ કરવો પડ્યો. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમે ડિલીટ થયેલા મેસેજને પણ હવે વાંચી શકો છો. તેના માટે તમારે ફોનના સેટિંગમાં જવું પડશે. હવે તમારે નોટિફિકેશન હિસ્ટ્રીમાં જવું પડશે. તેને ચાલુ કરો દો અને તે એપ્સને પણ પરમિશન આપો જેના નોટિફિકેશન તમે વાંચવા માંગો છો. જો તમે વોટ્સએપ નોટિફિકેશન ઓન રાખ્યું છે, તો ડિલીટ કરેલા મેસેજ પણ અહીં દેખાશે.