Weather Update: વરસાદ આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં આવશે પલટો, રાજ્યમાં એકાએક ઠંડી વધી સાથે ફરી 7 માર્ચ માટે ફરીથી તૈયાર રહેજો આ વિસ્તારમાં પડશે ફરી વરસાદ સાથે વાતાવરણમાં ફરી કંઈક થશે મોટુ વરસાદને લઇને અંબાલાલ પટેલની પણ આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં વાવાઝોડા પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચારેતરફ ઠંડક પ્રસરાવી છે. ગુજરાતના લગભગ 80 થી વધુ તાલુકાઓમાં છેલ્લાં બે દિવસમાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે શું થશે તેના પર સૌની નજર છે. જોકે, માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ તો જતો રહ્યો છે, પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે. તેથી તૈયાર રહેજો. જલ્દી જ ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે.
વરસાદ પડતાં રાજ્યમાં એકાએક ઠંડી વધી – Weather Update
ગઈ કાલે ગુજરાત રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે. જોકે, આજથી લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે. આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે. પરંતું 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે.
7 માર્ચ માટે ફરીથી તૈયાર રહેજો આ વિસ્તારમાં પડશે ફરી વરસાદ સાથે વાતાવરણમાં ફરી કંઈક થશે મોટુ
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.
વરસાદને લઇને અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.