WC Semi Finals Rules: અત્યારે વર્લ્ડ કપનો લીગ રાઉન્ડ પુરો થઇ ચુક્યો છે અને હવે થોડા સમય બાદ સેમી ફાઇનલ મેચ રમાવાની છે. જેમા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઇ મા સેમી ફાઇનલ રમાશે. તમામ ક્રિકેટ ચાહકોને એક પ્રશ્ન થઇ રહ્યો છે કે જો સેમી ફાઇનલ મેચમા વરસાદ આવસે તો શું થશે ? કઇ ટીમ ફાઇનલ મા જશે ? આ બાબતે આઇસીસી ના શું નિયમો છે? તેની વિગતવાર માહિતી અમે આપને આ લેખમા આપીશુ.
સેમી ફાઇનલ નિયમો: WC Semi Finals Rules
15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ની સેમી સેમી ફાઇનલ ની ક્રિકેટ પ્રેમી ખુબજ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 2019 ના વર્લ્ડ કપ મા પણ ભારત અને ન્યુઝીલેન્ડ વ્ચ્ચે જ સેમી ફાઇનલ રમાઈ હતી. ત્યારે પ્રથમ દિવસે વરસાદ આવવાથી બીજે દિવસે બાકીની મેચ રમાડવામા આવી હતી જેમા ભારતનો થોડા રનથી પરાજય થયો હતો. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ જાણવા માગે છે કે જો આ વર્ષે પણ સેમી ફાઇનલ મા વરસાદ આવશે તો WC Semi Finals Rules બાબતે BCCI ના શું નિયમો છે. રીઝર્વ ડે રાખવામા આવ્યો છે કે કેમ ? જાણો આ બાબતે આઇસીસી ના નિયમો શું છે?
આ પણ વાંચો: ભાવનગર જિલ્લામા 72 જગ્યાઓ પર 10 અને 12 પાસ માટે ભરતી
આ વખતે પણ આઇસીસી એ સેમી ફાઇનલ અને ફાઇનલ માટે રીઝર્વ ડે ની વ્યવસ્થા રાખી છે. જો કોઈ કારણોસર 15 નવેમ્બરે વરસાદ આવશે અને સેમી ફાઇનલ પુરી નહી થાય તો બીજે દિવસે રીઝર્વ ડે મા સેમી ફાઇનલ મેચ રમાડવામા આવશે. જો રીઝર્વ ડે ના દિવસે પણ વરસાદ આવશે અને જો તે દિવસે પણ મેચ પુરી ના થાય તો બન્ને ટીમ માથી પોઇન્ટ ટેબલમા જે ટીમ ટોચ પર હશે તે ટીમ ફાઇનલ મા જશે..
આવા સંજોગોમા જો બન્ને દિવસોમા મેચ નથી પુરી થઇ શક્તી તો ભારતીય ટીમ માટે તે ફાયદામા રહેશે. કારાણ કે નિયમ મુજબ ભારત પોઇન્ટ ટેબલ મા હાલ 1 નંબર પર છે જયારે ન્યુઝીલેન્ડ 4 નંબર પર છે.
હાલ ભારતીય ટીમનુ તમામ ક્ષેત્રમા પરફોર્મન્સ જોતા સેમી ફાઇનલ અને ફાઇનલ જીતી ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનુ કરોડો દેશવાસીઓનુ સપનુ પુરૂ કરશે તેવી તમામ દેશવાસીઓને આશા છે.
અગત્યની લીંક
ICC WORLD CUP Official Website | અહિં ક્લીક કરો |
IND VS NZ Semi Final Match watch on Hostar App | Download here |
આ લેખમા WC Semi Finals Rules વીશે અમે તમને સંપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. આવી તમામ પ્રકારની નવી અપડેટ્સ માટે અમારી સાથે Digitalgujaratportal.com પર જોડાયેલ રહો.