Virat Kohli Breaks Master Blaster Sachin Tedunalkar’s Record: કોહલી સદિ લીસ્ટ: ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે વન ડે કેરીયર મા 49 સદિ ફટકારી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ કોઇપણ બેટસમેન માટે તોડવો ખૂબ જ મુશ્કેલ હતો. ભારત માટે ગર્વની વાત છે કે સચીન તેંડુલકરનો આ રેકોર્ડ ભારતનો જ બેટસમેન કિંગ કોહલી એ તોડયો છે. કોહલી એ વન ડે કેરીયર મા 50 સદિ ફટકારી સચીન તેંડુલકરના રેકોર્ડ તોડયો છે.
વિરાટ કોહલીએ તોડયો માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરનો રેકોર્ડ
Virat Kohli Breaks Master Blaster Sachin Tedunalkar’s Record
વિરાટ કોહલીએ તોડયો માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરનો રેકોર્ડ- ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલીએ બુધવારે સચિન તેંડુલકરનો ODI સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તેણે વન-ડે ક્રિકેટમાં 50 સદી પૂરી કરી લીધી છે. સચિન તેંડુલકરના નામે 49 વન-ડે સદી છે. કોહલીએ વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી. આ સાથે તેણે સચિનના હોમ ગ્રાઉન્ડ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 50 સદીનો રેકોર્ડ બનાવ્યો.
Virat Kohli Broke The Master Blaster Record
વિરાટે 2009માં શ્રીલંકા સામે તેની વન-ડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. સચીન તેડુંલકરએ 452 ઇનિંગ્સમાં 49 સદી ફટકારી જ્યારે કીંગ કોહલીએ 279 ઇનિંગ્સમાં 50 સદીનો આંકડો સ્પર્શ કર્યો અને માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચીન તેડુંલકરનો રેકોર્ડ તોડી એમના નામે કરયો છે. વીરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 80 સદી ફટકારી છે, વન-ડે સિવાય તેની ટેસ્ટમાં 29 સદી અને T20માં એક સદી છે.
વિરાટનો વિરાટ રેકોર્ડ, ગોડ ઑફ ક્રિકેટનો રેકોર્ડ તોડ્યો
આ જનરેશનના મહાન બેટર વિરાટ કોહલીએ તેના આઇડલ સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. વિરાટે સચિનના વન-ડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડીને વધુ એક શિખર સર કર્યું છે. આ મહાન બેટરે પોતાની વન-ડે કરિયરની 50મી સદી અને ઈન્ટરનેશનલ કરિયરની 80મી સેન્ચુરી પૂરી કરી છે. કોહલી વિશ્વનો પહેલો બેટર બની ગયો છે, જેણે વન-ડેમાં 50 સદી પૂરી કરી હોય.
ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ મેચનો:- લાઇવ સ્કોર ચેક કરો અહિંથી
ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ મેચ વિશે જાણો વધુ
ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ મેચના ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જુઓ…
- વર્તમાન વર્લ્ડ કપમાં 600 છગ્ગા પૂરા થયા છે. ભારતીય બેટર શ્રેયસ અય્યરે રચિન રવીન્દ્રના બોલ પર 600મી સિક્સર ફટકારી હતી.
- વિરાટ કોહલી વર્લ્ડ કપની એક સિઝનમાં 600થી વધુ રન બનાવનાર ભારતનો ત્રીજો બેટર બન્યો છે. આ પહેલાં સચિન તેંડુલકરે 2003માં અને રોહિત શર્માએ 2019માં આવું કર્યું હતું.
- વિરાટ કોહલી ODI ક્રિકેટમાં ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો. વિરાટે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં પોતાનો 28મો રન લેતાની સાથે જ પોન્ટિંગને પાછળ છોડી દીધો હતો. પોન્ટિંગના નામે 375 વન-ડેમાં 13704 રન છે. કોહલીએ 291મી મેચમાં આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. કોહલી કરતાં માત્ર શ્રીલંકાના કુમાર સંગાકારા (14234 રન) અને ભારતના સચિન તેંડુલકર (18426 રન) આગળ છે.
- રોહિત શર્માએ આ ઇનિંગમાં ત્રીજી સિક્સ ફટકારીને વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે રોહિતના નામે વર્લ્ડ કપમાં 50 સિક્સર છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ (49 સિક્સર)નો રેકોર્ડ તોડ્યો. રોહિતનો આ ત્રીજો વર્લ્ડ કપ છે. આ પહેલાં તે 2015 અને 2019 વન-ડે વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
- રોહિત શર્મા વર્લ્ડ કપના પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે. તેણે આ વર્લ્ડ કપ પાવરપ્લેમાં 19 સિક્સર ફટકારી હતી. રોહિતે પૂર્વ કિવી કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. મેક્કુલમે 2015 વર્લ્ડ કપમાં પાવરપ્લે દરમિયાન 17 સિક્સર ફટકારી હતી.
- રોહિત શર્મા વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર છે. તેણે આ સિઝનમાં 28 સિક્સર ફટકારી છે. રોહિતે છેલ્લી મેચમાં ગ્લેન મેક્સવેલના 22 છગ્ગાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.